Today history 26 May : આજે 26 મે 2023 (26 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ધાતુ દિવસ છે. વર્ષ 2006માં વિજ્ઞાન જગતના એક સંશોધન મુજબ એઇડ્સના વાયરસ કેમરૂનમાં જોવા મળતા ચિમ્પાન્ઝીથી ફેલાયા હોવાનું ફલિત થયું. જાણો ઇતિહાસની તવારીખમાં (26 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
26 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1822 – નોર્વેમાં એક ચર્ચમાં લાગેલી આગમાં 122 લોકોના મોત થયા હતા.
- 1950 – બ્રિટનમાં પેટ્રોલની ખરીદી પરની મર્યાદા નાબૂદ કરવામાં આવી હતી. અગાઉ પેટ્રોલ ખરીદવા માટે રેશનકાર્ડ આપવામાં આવ્યું હતું.
- 1983 – જાપાનમાં આવેલા ભૂકંપમાં 104 લોકોના મોત થયા હતા.
- 2000 – ઇઝરાયેલના સુરક્ષા દળોએ દક્ષિણ લેબનોનમાંથી બહાર કાઢ્યા પછી લાખો હિઝબુલ્લાહ સમર્થકોએ તેમના નેતા શેખ હસન નસરાલ્લાહ સાથે વિજય સરધસ કાઢ્યુ હતું.
- 2002 – ચીનનું વિમાન દરિયામાં પડ્યું, 225 લોકોના મોત.
- 2006 – વિજ્ઞાન જગતના એક સંશોધન મુજબ, એઇડ્સના વાયરસ કેમરૂનમાં જોવા મળતા ચિમ્પાન્ઝી દ્વારા ફેલાય છે.
- 2007- ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ કરાર પૂર્ણ થયા.
- 2008 – ફિનિક્સ અવકાશયાન મંગળનો અભ્યાસ કરવા મંગળ ગ્રહ પર ઉતર્યું હતું.
- 2010 – ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી.એસ. ચૌહાણ અને ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારની ડિવિઝન બેન્ચે લગ્ન કર્યા વિના સાથે રહેતા પ્રેમી યુગલોના બાળકોના માતાપિતા દ્વારા હસ્તગત કરેલી મિલકતમાં ભાગીદારી કરવાનો અધિકાર સ્વીકાર્યો. કોર્ટે તેમને પરંપરાગત પૈતૃક સંપત્તિનો અધિકાર પણ નકાર્યો હતો.
આ પણ વાંચોઃ 25 મે : વિશ્વ થાઇરોઇડ દિવસ – શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થતા બીમારી લાગુ પડે છે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- છગનરાજ ચૌપાસ્ની વાલા (1912) – પ્રખ્યાત ક્રાંતિકારી હતા.
- સરતાજ સિંહ (1940) – ‘ભારતીય જનતા પાર્ટી’ (BJP) ના નેતા.
- વિલાસરાવ દેશમુખ (1945) – ભારતીય રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા.
- અરુણા રોય (1946) – ભારતના સામાજિક કાર્યકર તેમજ રાજકારણી મહિલા છે.
- સુશીલ કુમાર કુસ્તીબાજ (1983) – ‘બેઇજિંગ ઓલિમ્પિક’ ગેમ્સમાં ભારત માટે ‘બ્રોન્ઝ મેડલ’ જીત્યો.
- મનોરમા (તમિલ અભિનેત્રી) (1937) – દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત કોમિક અભિનેત્રી.
- રામકિંકર બૈજ (1906) – ભારતના પ્રખ્યાત શિલ્પકાર હતા.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 24 મે : કોમનવેલ્થ ડે, બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાનો જન્મદિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- કે.પી.એસ. ગિલ (2017)- પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) બે વખત રહી ચૂક્યા છે.
- શ્રીકાંત વર્મા (1986) – હિન્દી સાહિત્યના પ્રખ્યાત વાર્તા લેખક, ગીતકાર, વિવેચક અને રાજકારણી.
- ચંપક રમણ પિલ્લઈ (1934) – એક ભારતીય રાજકીય કાર્યકર અને ક્રાંતિકારી હતા.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 23 મે : વિશ્વ કાચબા દિવસ, તિબ્બત મુક્તિ દિવસ, તિબ્બતવાસીઓ માટે કાળો દિવસ