Today history 26 October : આજે 26 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય કોળું દિવસ છે. કોળાનો ભોજનમાં સમાવેશ અને તેના સ્વાસ્થ્ય લાભો અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે. ઇતિહાસ તરફ નજર રીયે તો વર્ષ 1947માં આજની તારીખે રાજા હરિ સિંહ જમ્મુ અને કાશ્મીરને ભારતમાં ભેળવવા સંમત થયા હતા. વર્ષ 1934માં મહાત્મા ગાંધીના નેજા હેઠળ અખિલ ભારતીય ગ્રામીણ ઉદ્યોગ સંઘની સ્થાપના કરી હતી. વર્ષ 1999માં સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા 14 વર્ષ નક્કી કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
26 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1774 – ફિલાડેલ્ફિયામાં અમેરિકાની પ્રથમ કોન્ટિનેંટલ કોંગ્રેસ મુલતવી રાખવામાં આવી.
- 1858 – એચ.ઇ. સ્મિથે વોશિંગ મશીનની પેટન્ટ કરાવી.
- 1905 – નોર્વેને સ્વીડનથી આઝાદી મળી.
- 1934 – મહાત્મા ગાંધીના નેજા હેઠળ અખિલ ભારતીય ગ્રામીણ ઉદ્યોગ સંઘની સ્થાપના.
- 1943 – કલકત્તામાં કોલેરાની મહામારીને કારણે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં 2155 લોકો મૃત્યુ પામ્યા.
- 1947 – રાજા હરિ સિંહ જમ્મુ અને કાશ્મીરને ભારતમાં ભેળવવા સંમત થયા. ઇરાક પર બ્રિટિશ લશ્કરી કબજો નાબૂદ.
- 1950 – સંત મધર ટેરેસાએ કલકત્તામાં ચેરિટી મિશનની સ્થાપના કરી.
- 1951 – વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા.
- 1969 – ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન મુંબઈ આવ્યા.
- 1975 – ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદત અમેરિકાની સત્તાવાર મુલાકાત લેનારા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
- 1976 – ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકને બ્રિટનથી સ્વતંત્રતા મળી.
- 1980 – ઇઝરાયેલના રાષ્ટ્રપતિ યિત્ઝાક નાવોન ઇજિપ્તની મુલાકાત લેનારા પ્રથમ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બન્યા.
- 1994 – ઇઝરાયેલ અને જોર્ડન વચ્ચે આરવા ક્રોસિંગ ખાતે બહુપ્રતીક્ષિત શાંતિ સંધિ પૂર્ણ થઈ.
- 1999 – સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા 14 વર્ષ નક્કી કરી.
- 2001 – જાપાને ભારત અને પાકિસ્તાન સામેના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી.
- 2005 – વર્ષ 2006ને ભારત-ચીન મિત્રતા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય.
- 2006 – ઈઝરાયેલના એક મંત્રીએ બરાક ડીલ પર ભારત પાસેથી તપાસની માંગ કરી.
- 2007 – અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું મહત્વપૂર્ણ અવકાશયાન ડિસ્કવરી સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર ઉતર્યું. અમેરિકાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને તેની બેંકો પર પ્રતિબંધો લાદ્યા છે.
- 2012 – બર્મામાં હિંસક અથડામણમાં 64 લોકો મૃત્યુ પામ્યા. અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલામાં 41ના મોત, 50 ઘાયલ થયા હતા.
- 2015 – ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનની હિંદુકુશ પર્વતમાળામાં 7.5 તીવ્રતાના ભૂકંપને કારણે 398 લોકોના મોત, 2536 લોકો ઘાયલ થયા.
આ પણ વાંચો | 25 ઓક્ટોબર : ભારતમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઇ હતી; વર્લ્ડ ઓપેરા ડે અને વિશ્વ પાસ્તા દિવસ કેમ ઉજવાય છે?
26 ઓક્ટોબરની જન્મજયંતિ
- જેરેમી લાલરિનુંગા (2002) – ભારતીય વેઈટલિફ્ટિંગ ખેલાડી.
- હૃદયનાથ મંગેશકર (1937) – હિન્દી સિનેમાના દિગ્ગજ અને પ્રખ્યાત સંગીતકાર.
- જે. ડી. રમાબાઈ (1934) – મેઘાલયના નવમા મુખ્યમંત્રી હતા.
- એસ. બંગરપ્પા (1933) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કર્ણાટકના ભૂતપૂર્વ 12મા મુખ્યમંત્રી.
- ઠાકુર પ્રસાદ સિંહ (1924) – ભારતીય કવિ.
- પ્રીતિ સિંહ (1971) – ભારતીય સાહિત્યકાર, નવલકથાકાર અને સંપાદક.
- રામ પ્રકાશ ગુપ્તા (1923) – ભાજપના પ્રખ્યાત નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ.
- મધુકર દિઘે (1920) – મેઘાલય અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.
- ગણેશશંકર વિદ્યાર્થી (1890) – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગણેશશંકર વિદ્યાર્થીનું મહત્વપૂર્ણ યોગદાન હતું.
- ગોદાવરીશ મિશ્રા (1886) – ઓરિસ્સાના પ્રખ્યાત સમાજ સુધારક, સાહિત્યકાર અને જાહેર કાર્યકર.
આ પણ વાંચો | 24 ઓક્ટોબરનો ઇતિહાસ : આજે વિશ્વ પોલિયો દિવસ, શું પોલિયો ચેપી રોગ છે? સંયુ્ક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કેમ કરાઇ હતી?
26 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- લોર્ડ લિટન દ્વિતીય (1947) – બંગાળના બ્રિટિશ ગવર્નર હતા (વર્ષ 1922 થી 1927).
- ડી.વી. પલુસ્કર (1955) – પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક
- દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે (1981) – ભારતના પ્રખ્યાત કન્નડ કવિ અને સાહિત્યકાર.
- મનમથનાથ ગુપ્તા (2000) – અગ્રણી ક્રાંતિકારી અને લેખક
- બલરાજ ભલ્લા (1956) – પ્રખ્યાત ક્રાંતિકારી અને મહાત્મા હંસરાજના પુત્ર.
આ પણ વાંચો | 23 ઓક્ટોબરનો ઇતિહાસ : રાણી ચેન્નમ્મા કોણ છે? કર્ણાટકના ઝાંસીના રાણી કોને કહેવાય છે?