Today history 27 August: આજે 27 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય પેટ્રોલિયમ દિવસ છે. પેટ્રોલિયમ ઉદ્યોગમાં કામગીરી કરતા લોકોનો સમ્માનિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1605માં આજના દિવસે અમૃતસરના પ્રસિદ્ધ સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબ સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ 1870માં ભારતના પ્રથમ મજૂર સંગઠન તરીકે શ્રમજીવી સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
27 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1604 – અમૃતસરના સુવર્ણ મંદિરમાં આદિ ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપના કરવામાં આવી.
- 1781 – હૈદર અલીએ બ્રિટિશ સેના સામે પલ્લીલોરનું યુદ્ધ લડ્યું.
- 1937 – રાષ્ટ્રીય પેટ્રોલિયમ દિવસની ઉજવણીની શરૂઆત થઇ છે. અમેરિકામાં પેટ્રોલિયમ ઉદ્યોગ માટે ઉજવણીનો વિશેષ દિવસ છે. પેટ્રોલિયમ ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકોનું સન્માનિત કરવા માટે સૌપ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી.
- 1939 – વિશ્વના પ્રથમ જેટ ઇંધણવાળા વિમાને જર્મનીથી પ્રથમ ઉડાન ભરી.
- 1870 – ભારતના પ્રથમ મજૂર સંગઠન તરીકે શ્રમજીવી સંઘની સ્થાપના કરવામાં આવી.
- 1976 – ભારતીય સશસ્ત્ર દળોના પ્રથમ મહિલા જનરલ મેજર જનરલ જી અલી રામને મિલિટરી નર્સિંગ સર્વિસના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- 1985 – નાઇજીરીયામાં લશ્કરી ક્રાંતિમાં મેજર જનરલ મુહમ્મદ બુહારીની સરકાર ઉથલાવી દેવામાં આવી અને જનરલ ઇબ્રાહિમ બાબાંગીદા નવા લશ્કરી શાસક બન્યા.
- 1990 – અમેરિકાએ વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસના 55માંથી 36 કર્મચારીઓને હાંકી કાઢ્યા.
- 1991 – મોલ્દોવાએ સોવિયત સંઘથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- 1999 – સોનાલી બેનર્જી ભારતની પ્રથમ મહિલા મરીન એન્જિનિયર બન્યા. ભારતે કારગિલ સંઘર્ષ દરમિયાન બંદીવાન પાકિસ્તાની યુદ્ધ કેદીઓને મુક્ત કર્યા હતા.
- 2003 – 60 હજાર વર્ષના અંતરાલ પછી મંગળ પૃથ્વીની સૌથી નજીક પહોંચ્યો.
- 2004 – નાણા મંત્રી શૌકત અઝીઝ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા.
- 2008 – સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એ.કે. માથુરને આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેને ઝારખંડના છઠ્ઠા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
- 2009 – બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી ત્રીજી વખત અધ્યક્ષ પદ માટે ફરીથી ચૂંટાયા. ઉલ્લેખનીય છે કે પાર્ટીના સ્થાપક કાશીરામ બાદ સતત તેઓ આ પદ પર છે.
આ પણ વાંચો | 26 ઓગસ્ટનો ઇતિહાસ: મહિલા સમાનતા દિવસ, મધર ટેરેસાની જન્મજયંતિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- સી.એ. ભવાની દેવી (1993) – ભારતીય મહિલા તલવારબાજ.
- એન. વી. રામન (1957) – ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ.
આ પણ વાંચો | 25 ઓગસ્ટનો ઇતિહાસ : રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહની ઉજવણી, ભારતમાં 1.5 કરોડ લોકો અંધ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- રવીન્દ્ર કેલકર (2010) – કોંકણી સાહિત્યના સૌથી મજબૂત સ્તંભ હતા.
- હૃષિકેશ મુખર્જી (2006) – ભારતીય ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક.
- મુકેશ (1976) – ભારતીય ફિલ્મોના પ્લેબેક સિંગર
- આનંદમયી માતા (1982) – આધ્યાત્મિક ગુરુ.
- માગંતી અંકીનીડુ (1997) – ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી લોકસભાના સભ્ય.
- આનંદ સિંહ (1997) – પાંચમી, સાતમી, આઠમી અને નવમી લોકસભાના સભ્ય.
- પી. અંકીનેડુ પ્રસાદ રાવ (1997) – પાંચમી, છઠ્ઠી અને સાતમી લોકસભાના સભ્ય.
- લોર્ડ માઉન્ટબેટન (1979) – બ્રિટિશ રાજકારણી, નેવી ચીફ અને ભારતના છેલ્લા વાઇસરોય.
- ઈનાયતુલ્લા ખાન મશરીકી (1963)- ખાકસાર આંદોલનના જનક અને પાકિસ્તાનના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ.
આ પણ વાંચો | 24 ઓગસ્ટનો ઇતિહાસ : કલકત્તાનો સ્થાપના દિન, યુક્રેનનો સ્વતંત્રતા દિવસ અને વિશ્વ ચાકુ દિવસ છે





