scorecardresearch

Today history 27 January: આજનો ઇતિહાસ : 27 જાન્યુઆરી ભારતની મહિલા વેઇટલિફ્ટર બિંદિયારાની દેવીનો જન્મદિવસ

Today history 27 January : આજે 27 જાન્યુઆરી, 2023 (27 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતની મેડલ વિજેતા મહિલા વેઇટલિફ્ટર (india woman weightlifter) બિંદિયારાની દેવીનો બર્થ ડે (bindyarani devi weightlifter) અને ભારતના 8માં રાષ્ટ્રપતિ આર. વેંકટરામનની (R venkataraman) પૃણ્યતિથિ છે. દુનિયાના પ્રથમ ટેપ રેકોર્ડરનું (tape recorder) આજે વેચાણ થયું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 27 January: આજનો ઇતિહાસ : 27 જાન્યુઆરી ભારતની મહિલા વેઇટલિફ્ટર બિંદિયારાની દેવીનો જન્મદિવસ

Today history 27 January : આજે તારીખ 27 જાન્યુઆરી, 2023 (27 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રિક લાઇટ બલ્બનું વર્ષ 1880માં આજના દિવસે પેટન્ટ કરાવ્યું હતુ. તો વર્ષ 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મેડલ જીતાડનાર મહિલા વેઇટલિફ્ટર બિંદિયારાની દેવીનો બર્થડે છે. આજની તારીખે જ વર્ષ 1948માં દુનિયાનું પહેલું ટેપ રેકોર્ડર વેચાયું હતું અને ભારતના 8મા રાષ્ટ્રપતિ આર. વેંકટરામનની પૃણ્યતિથિ પણ આજે જ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

27 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1823 – અમેરિકાના રાષ્ટ્રપતિ જેમ્સ મોનરો દક્ષિણ અમેરિકામાં પ્રથમ રાજદૂત તરીકે નિમણુંક થયા.
  • 1880 – થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રિક લાઇટ બલ્બનું પેટન્ટ કરાવ્યું.
  • 1888 – વોશિંગ્ટનમાં નેશનલ જિયોગ્રાફિક સોસાયટીનું આયોજન કરવામાં આવ્યું.
  • 1891 – પેન્સિલવેનિયા સ્થિત માઉન્ટ પ્લેઝન્ટમાં ખાણ વિસ્ફોટમાં 109 લોકો માર્યા ગયા.
  • 1905 – મોરિસ રાઉવિયરે ફ્રાન્સમાં સરકારની રચના કરી.
  • 1915 – અમેરિકન મરીને હૈતી પર કબજો કર્યો.
  • 1943 – અમેરિકાએ પ્રથમ વખત જર્મની પર હવાઈ હુમલો કર્યો.
  • 1948 – દુનિયાનું પહેલું ટેપ રેકોર્ડર વેચાયું.
  • 1959 – નવી દિલ્હીમાં પ્રથમ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 26 જાન્યુઆરી – ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભયંકર ભૂકંપને 22 વર્ષ થયા

  • 1967 – ‘એપોલો 1’ અકસ્માતમાં ત્રણ અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા.
  • 1969 – ઈરાકની રાજધાની બગદાદમાં જાસૂસીના ગુના બદલ 14 લોકોને ફાંસની સજા સંભળાવવામાં આવી.
  • 1974 – રાષ્ટ્રપતિ વી.વી. ગિરીએ તીન મૂર્તિ, નવી દિલ્હી ખાતે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ રાષ્ટ્રને સમર્પિત કર્યું.
  • 1988 – પહેલીવાર હેલિકોપ્ટર પોસ્ટલ સેવાનું ઉદ્ઘાટન થયું.
  • 1996 – પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રસંઘ, અમેરિકા દ્વારા 368 કરોડ ડોલરની હથિયારની સપ્લાય સંબંધિત બ્રાઉન સંશોધનને કાયદાનું સ્વરૂપ આપ્યું. ફ્રાંન્સે તેનું છઠ્ઠું અને સંભવતઃ અંતિમ પરમાણુ પરીક્ષણ કરે છે.
  • 2008 – પશ્ચિમ બંગાળના 13 જિલ્લામાં બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યો છે. ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ હાજી મુહમ્મદ સુહાર્તોનું નિધન.
  • 2013 – અફઘાનિસ્તાનના કંદહારમાં બોમ્બ હુમલામાં 20 પોલીસ અધિકારીઓના મોત થયા હતા. – ઇજિપ્તમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સાત લોકોના મોત થયા હતા અને 630 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 25 જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અને હિમાચલ પ્રદેશનો સ્થાપના દિન

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • બિંદિયારાની દેવી (1999) – ભારતની મહિલા વેઇટલિફ્ટર (વેઇટલિફ્ટર).
  • કોનરેડ સંગમા (1978) – મેઘાલય રાજ્યના ભારતીય રાજકારણી અને મેઘાલયના 12મા મુખ્યમંત્રી .
  • ચામિંડા વાસ (1974) – શ્રીલંકાના ક્રિકેટ ખેલાડી.
  • અમર સિંહ (1956) – એક ભારતીય રાજકારણી હતા, જે સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા.
  • અરુણ કુમાર શ્રીધર વૈદ્ય (1926) – ભારતીય સેનાના 13મા આર્મી ચીફ હતા.
  • અજીત (1922) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા.
  • પંડિત સીતારામ ચતુર્વેદી (1907) – પ્રખ્યાત લેખક અને પત્રકાર.
  • લક્ષ્મણ શાસ્ત્રી જોશી (1901) – મરાઠી ભાષાના પ્રખ્યાત લેખક હતા.
  • મુનિ જિનવિજય (1889) – પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધક, સંપાદક અને વાચક હતા.
  • રાધાબિનોદ પાલ (1886) – ટોક્યો, જાપાન યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલમાં ભારતીય ન્યાયાધીશ હતા.
  • રઘુનાથ કૃષ્ણ ફડકે (1884) – પદ્મશ્રીથી સન્માનિત ભારતીય શિલ્પકાર હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 24 જાન્યુઆરી, ભારતના પરમાણું કાર્યક્રમના પિતા હોમી જહાંગીર ભાભાનું નિધન, ‘જન ગણ મન’ રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકારાયું

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કમલેશ્વર (2007) – હિન્દી ભાષાના વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર અને પટકથા લેખક હતા.
  • આર. વેંકટરામન (2009) – ભારતના 8મા રાષ્ટ્રપતિ હતા.
  • ગુમ્માડી વેંકટેશ્વર રાવ (2010) – તેલુગુ ફિલ્મ અભિનેતા હતા.
  • ભારત ભૂષણ (1992) – પ્રખ્યાત હિન્દી ફિલ્મોના અભિનેતા.
  • નિખિલ બેનર્જી (1986) – ભારતના 20મી સદીના પ્રખ્યાત સિતાર વાદક.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી

Web Title: Today history 27 january bindyarani devi india weightlifter birthday know today important events

Best of Express