Today history 27 October : આજે 27 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાંઈન્ફન્ટ્રી ડે (Infantry Day) ઉજવાય છે. બ્રિટિશ અંગ્રેજો પાસેથી આઝાદી મેળવ્યા બાદ ભારતે 27 ઓક્ટોબર, 1947ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કાશ્મીરમાં લડાઈ લડી હતી. આજે નેશનલ ઇમિગ્રેશન ડે જે અમેરિકામાં ઉજવાય છે. આજે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણનો બર્થડે છે. તો આજની તારીખે મુઘલ શાસક અકબરનું અકબર (1605) અને ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજમ (1974)નું અવસાન થયુ હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
27 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1676 – પોલેન્ડ અને તુર્કીએ વોર્સો સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1795 – અમેરિકા અને સ્પેને સાન લોરેન્ઝો સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1806 – ફ્રાંસની સેના બર્લિનમાં પ્રવેશી.
- 1947 – જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ સ્વીકાર્યું.
- 1959 – પશ્ચિમ મેક્સિકોમાં વાવાઝોડામાં ઓછામાં ઓછા 2000 લોકો મૃત્યુ પામ્યા.
- 1968 – મેક્સિકો સિટીમાં 19મી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું.
- 1978 – ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાત અને ઇઝરાયેલના વડા પ્રધાન મેનાકેમની નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.
- 1995 – યુક્રેનના કીવમાં સ્થિત ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ સુરક્ષા ખામીઓને કારણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો.
- 1997 – એડિનબર્ગ (સ્કોટલેન્ડ)માં કોમનવેલ્થ સમિટ યોજાઈ.
- 2003 – ચીનમાં ભૂકંપથી 50,000 થી વધુ લોકો પ્રભાવિત થયા, બગદાદમાં બોમ્બ વિસ્ફોટોને કારણે 40 લોકોના મોત થયા.
- 2004 – ચીને એક વિશાળકાય ક્રેન બનાવી. ફ્રાંસના વિદેશ મંત્રી મિશેલ વોર્નિયર ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે.
- 2008 – કેન્દ્ર સરકારે અખબાર ઉદ્યોગના પત્રકારો અને બિન-પત્રકારોને વચગાળાની રાહતની સૂચના બહાર પાડી.
આ પણ વાંચો | 26 ઓક્ટોબરનો ઇતિહાસ : રાષ્ટ્રીય કોળું દિવસ અને મહત્વ; આજીવન કેદની સજામાં કેટલા વર્ષની જેલ થાય છે?
ઈન્ફન્ટ્રી ડે (Infantry Day)
ભારતમાં દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ ઈન્ફન્ટ્રી ડે (Infantry Day) ઉજવાય છે. બ્રિટિશ અંગ્રેજો પાસેથી આઝાદી મેળવ્યા બાદ ભારતે 27 ઓક્ટોબર, 1947ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કાશ્મીરમાં જંગની શરૂઆત કરી હતી. આ દિવસ હજારો પાયદળ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે પોતાની ફરજનું પાલન કરતા ભારતની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. વર્ષ 1947માં 27 ઓક્ટોબરના રોજ કાશ્મીરમાં ઘૂસી ગયેલી પાકિસ્તાની સેનાને રોકવા શીખ રેજિમેન્ટે યુદ્ધની શરૂઆત કરી હતી. શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયન શ્રીનગર એરબેઝ પર પહોંચી અને લડાઈ(war) માટે અસાધારણ હિંમત અને શૌર્યનું પ્રદર્શન કરીને પાકિસ્તાની સેનાને ખડેદી દીધી હતી. ઇન્ફેંટ્રી દળની આ વિશેષતા છે કે આ દળના સૈનિકો પગપાળા મેદાનની લડાઇમાં સામેલ થાય છે તેમજ દુશ્મનની સૌથી નજીક રહે છે. પાયદળમાં પર્વત પાયદળ, મોટર અને યાંત્રિક પાયદળ, એરબોર્ન પાયદળ અને નૌકાદળ પાયદળનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, આઝાદી બાદ જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે 26 ઓક્ટોબરે તેમના રાજ્યને સ્વતંત્રત ભારતનો હિસ્સો બનાવવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચો | 25 ઓક્ટોબર : ભારતમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઇ હતી; વર્લ્ડ ઓપેરા ડે અને વિશ્વ પાસ્તા દિવસ કેમ ઉજવાય છે?
27 ઓક્ટોબરની જન્મજયંતિ
- ઈરફાન પઠાણ (1984) – ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર.
- દિબ્યેન્દુ બરુઆ (1966) – ભારતમાં ચેસના બીજા ગ્રાન્ડ માસ્ટર.
- શ્રી શ્રીવત્સ ગોસ્વામી (1950) – વૈષ્ણવ વિદ્વાન. તેઓ શ્રી ચૈતન્ય પ્રેમ સંસ્થાન, વૃંદાવનના ડિરેક્ટર છે.
- લુઈઝ ઈન્સિયો લુલા દા સિલ્વા (1945) – બ્રાઝિલના 35મા રાષ્ટ્રપતિ હતા.
- કે. આર. નારાયણન (1920) – ભારતના રાષ્ટ્રપતિ
- જતીન્દ્રનાથ દાસ (1904) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી.
- આઇઝેક મેરિટ સિંગર (1811) – સિલાઇ મશીનના શોધક.
આ પણ વાંચો | 24 ઓક્ટોબરનો ઇતિહાસ : આજે વિશ્વ પોલિયો દિવસ, શું પોલિયો ચેપી રોગ છે? સંયુ્ક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કેમ કરાઇ હતી?
27 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- અકબર (1605) – મુઘલ શાસક
- બ્રહ્મબંધવ ઉપાધ્યાય (1907) – ભારતના સ્વતંત્રતા સેનાની.
- દિવાન રણજીત રાય (1947) – મહાવીર ચક્રથી સમ્માનિત ભારતના સૈન્ય અધિકારી.
- બ્રિગેડિયર રાજેન્દ્ર સિંહ (1947) – મહાવીર ચક્રથી સમ્માનિત ભારતના સૈન્ય અધિકારી.
- રામાનુજમ (1974) – ભારતના મહાન ગણિતશાસ્ત્રી.
- એસ. એમ. શ્રીનાગેશ (1977) – ભારતીય સેનાના ત્રીજા ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા.
- વિજય મર્ચન્ટ (1987) – ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.
- ટી.એસ.એસ. રાજન (1953) – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી.
- ડૉ. નાગેન્દ્ર (1999) – ભારતના પ્રખ્યાત હિન્દી લેખક.
- સત્યેન્દ્ર ચંદ્ર મિત્ર (1942) – કુશળ રાજકારણી અને સ્વતંત્રતા સેનાની હતા.
- પ્રદીપ કુમાર (2001) – હિન્દી ફિલ્મના અભિનેતા.
- મદન લાલ ખુરાના (2018) – દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- બી. બી. લિંગદોહ (2003) – મેઘાલયના ભૂતપૂર્વ ત્રીજા મુખ્યમંત્રી હતા. તેઓ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
આ પણ વાંચો | 23 ઓક્ટોબરનો ઇતિહાસ : રાણી ચેન્નમ્મા કોણ છે? કર્ણાટકના ઝાંસીના રાણી કોને કહેવાય છે?