Today history 27 September : આજે 27 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ પ્રવાસન દિવસ છે, દુનિયાભરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા વર્લ્ડ ટુરિઝમ ડે ઉજવાય છે. આજે સર્ચ એન્જિન ગૂગલનો જન્મદિવસ છે. વર્ષ 1998માં આજના દિવસ ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના થઈ હતી. આજે રાષ્ટ્રીય મહિલા આરોગ્ય અને તંદુરસ્તી દિવસ છે. આજે ભારતના સમાજ સુધારક રાજા રામમોહન રોય અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક મહેન્દ્ર કપૂરની પૂર્ણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
27 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1290 – ચીનમાં ચીલીના અખાતમાં આવેલા ભૂકંપમાં લગભગ એક લાખ લોકો માર્યા ગયા.
- 1760 – મીર કાસિમ બંગાળના નવાબ બન્યા.
- 1821 – મેક્સિકોને આઝાદી મળી.
- 1825 – સ્ટોકટન-ડાર્લિંગ્ટન લાઇનના ઉદઘાટન સાથે વિશ્વનું પ્રથમ જાહેર રેલ પરિવહન ઇંગ્લેન્ડમાં શરૂ થયું.
- 1940 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ઇટાલી, જર્મની અને જાપાને એક્સિસ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1958 – મિહિર સેન બ્રિટિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય બન્યા.
- 1961 – સિએરા લિયોન સંયુક્ત રાષ્ટ્રનું સોમું સભ્ય બન્યું.
- 1988 – કેપ કેનાવેરલથી અમેરિકન અવકાશયાન ‘ડિસ્કવરી’નું પ્રક્ષેપણ.
- 1995 – બોસ્નિયામાં ત્રણ વિરોધાભાસી પક્ષો વચ્ચે યુએસ મધ્યસ્થી સાથે કરાર થયો.
- 1996 – તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કાબુલ પર કબજો કર્યો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ અને તેમના ભાઈને જાહેરમાં ફાંસી આપવામાં આવી.
- 1998 – ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના થઈ.
- 1998 – જર્મનીમાં યોજાયેલી ચૂંટણીમાં ગેરહાર્ડ શ્રોડર હેલમટ કોહલને હરાવી નવા ચાન્સેલર બન્યા.
- 2000 – વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઓપેક દેશોની સમિટ શરૂ થઈ.
- 2003 – બ્રિટિશ એરના કોનકોર્ડ એરક્રાફ્ટ, જે અવાજ કરતાં વધુ ઝડપથી ઉડે છે, તેણે ન્યૂયોર્કથી લંડન સુધીની છેલ્લી ઉડાન ભરી.
- 2005 – બિલ ગેટ્સ સતત અગિયારમા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા.
- 2007 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું.
- 2009 – ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day)
વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) દર વર્ષે 27 સપ્ટેમ્બરે ઉજવાય છે. વિશ્વમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 27 સપ્ટેમ્બર 1980ના રોજ વિશ્વ પ્રવાસન દિવસનું આયોજન કરવાનું શરૂ કર્યું. ત્યારથી, વિશ્વના તમામ દેશો સતત વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરી રહ્યા છે. વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ સમુદાયને પ્રવાસન અને તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્યોથી માહિતગાર કરવાનો તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપીને દેશોની આવકમાં વધારો કરવાનો છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- રાધાનાથ રાય (1848) – ઉડિયા ભાષા અને સાહિત્યના અગ્રણી કવિ.
- વિઠ્ઠલભાઈ પટેલ (1871) – સરદાર પટેલના મોટા ભાઈ અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની.
- યશ ચોપરા (1932) – ભારતીય ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર.
- માતા અમૃતાનંદમયી (1953) – ભારતના મહિલા આધ્યાત્મિક ગુરુ.
- લક્ષ્મીપતિ બાલાજી (1981) – ભારતીય ક્રિકેટ ખેલાડી.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- જસવંત સિંહ (2020) – ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાજકારણી હતા.
- સૈયદ અહમદ (2015) – ભારતીય રાજકારણી, લેખક અને કોંગ્રેસના સભ્ય હતા.
- પોપ અર્બન 7માં (1590) – સૌથી ઓછા સમય માટે સેવા આપનાર પોપ.
- રાજા રામમોહન રોય (1833) – સમાજ સુધારક.
- બ્રિજલાલ વિયાણી (1968) – મધ્યપ્રદેશના અગ્રણી સામાજિક અને રાજકીય કાર્યકર.
- રંગનાથન, એસ. આર. (1972) – પ્રખ્યાત ગ્રંથપાલ અને શિક્ષણશાસ્ત્રી.
- કોટલા વિજય ભાસ્કર રેડ્ડી (2001) – આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ 9મા મુખ્યમંત્રી હતા.
- શોભા ગુર્તુ (2004) – પ્રખ્યાત ભારતીય ઠુમરી ગાયિકા.
- મહેન્દ્ર કપૂર (2008) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત પ્લેબેક સિંગર.
- કામિની રોય (1933) – એક અગ્રણી બંગાળી કવિ, સામાજિક કાર્યકર અને નારીવાદી હતા.





