scorecardresearch

આજનો ઇતિહાસ 28 એપ્રિલ : બાજીરાવે અંતિમ શ્વાસ લીધા ને મસ્તાની સતી થઇ; કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ

Today history 28 April : આજે 28 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે મહાન મરાઠા સમ્રાટ બાજીરાવ પેશ્વા પ્રથમે અંતિમ શ્વાસ લીધા અને તેમની પ્રેમિકા અને બીજી પત્ની મસ્તાની પેશ્વાની ચિતા પર સતી થઇ હતી. આજે કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Bajirao Mastani
બાજીરાવ પેશ્વા પ્રથમ અને મસ્તાની (ફોટો – વિકિપીડિયા)

Today history 28 April : આજે 28 એપ્રિલ 2023 (28 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજના દિવસે મહાન મરાઠા સમ્રાટ બાજીરાવ પેશ્વા પ્રથમે અંતિમ શ્વાસ લીધો હતો. બાજીરાવનું દેહાંત થતા તેમની પ્રેમિકા અને બીજી પત્ની મસ્તાની ચિતા પર સતી થઇ હતી. બાજીરામ અને મસ્તાની પ્રેમ કહાણી આજે પણ મશહુર છે. આજે કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ ઉજવાય છે. કાર્યસ્થળ કર્મચારીઓની સુરક્ષા અને આરોગ્ય માટે જરૂરી પગલાં અને જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં (28 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

28 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1945 – સરમુખત્યાર મુસોલિની અને તેની પત્નીને ઇટાલીના સૈનિકોએ ઠાર માર્યા હતા.
  • 1999 – અમેરિકન વૈજ્ઞાનિક ડો. રિચાર્ડ સીડ દ્વારા એક વર્ષમાં માનવ ક્લોન બનાવવાની ઘોષણા કરી, ચેર્નોબિલ વાયરસે વિશ્વભરમાં હજારો કોમ્પ્યુટરો અટકાવી દીધા.
  • 2001 – પ્રથમ અવકાશ પ્રવાસી ટેનિસ ટીટો સ્પેસ સ્ટેશન માટે રવાના થયા.
  • 2002 – બુકર પ્રાઇઝનું નામ બદલીને ‘મેન બુકર પ્રાઇઝ ફોર ફિક્શન’ રાખવામાં આવ્યું, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના લોકમતને કાયદેસર બનાવ્યો.
  • 2004-થબોમ્બેકીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. થાઈલેન્ડમાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 122 લોકોના મોત થયા છે.
  • 2008 – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ PSLV-C9ની સાથે 10 સેટેલાઇટ એક સાથે લોન્ચ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. મલેશિયામાં ભારતીય મૂળના દસ સાંસદોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા.

કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ

દર વર્ષે 28 એપ્રિલના રોજ કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ (World Day for Safety and Health at Work) ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મૂળ હેતુ કાર્યસ્થળ કર્મચારીઓની સુરક્ષા અને આરોગ્યના મહત્વને સમજવાનો છે. કામકાજના સ્થળે કર્મચારીઓ માટે સલામત અને સ્વસ્થ વાતાવરણ હોવું જરૂરી છે અને તે અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે. આંતરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા વર્ષ 2003માં પહેલીવાર વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્કની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત 28 એપ્રિલને મૃત અને ઇજાગ્રસ્ત શ્રમિકો – કામદારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે પણ ઉજવાય છે.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અનુપ્રિયા પટેલ (1981) – ભારતની સત્તરમી લોકસભા સાંસદ અને નરેન્દ્ર મોદી સરકારના સૌથી યુવા મંત્રી.
  • સમીર રંજન બર્મન (1940) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • ભાનુ અથૈયા (1929) – ભારતીય ફિલ્મોના પ્રખ્યાત ડ્રેસ ડિઝાઇનર.
  • હરિ સિંહ નલવા (1791) – મહારાજા રણજીત સિંહના આર્મી ચીફ.
  • કેનેથ કૌંડા (1924) – ઝામ્બિયાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
  • યે જિયાનયિંગ (1897) – ચીનમાં આર્મી ચીફના પ્રમુખ હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સલિમ ગૌસ (2022) – બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કરનાર કલાકાર.
  • વિનાયક કૃષ્ણ ગોકાક (1992) – ‘જ્ઞાનપીઠ એવોર્ડ’થી સન્માનિત કન્નડ ભાષાના જાણીતા લેખક.
  • ટી.વી. સુંદરમ આયંગર (1955) – એક ભારતીય ઉદ્યોગપતિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગસાહસિક હતા.
  • બાજીરાવ પેશ્વા પ્રથમ (1740) – મરાઠા સામ્રાજ્યનો મહાન સેનાપતિ હતો.
  • મસ્તાની (1740) – મરાઠા સામ્રાજ્યના મહાન સેનાપતિ બાજીરાવ પેશ્વા પ્રથમની પ્રેમિકા અને બીજી પત્ની. બાજીરાવની મૃત્યુ થતા મસ્તાની તેમના ચિતા પર સતી થઇ હતી.
  • ફારુખસિયર (1719) – મુઘલ વંશના અઝીમુશ્નનો પુત્ર હતો.

Web Title: Today history 28 april world day for safety and health at work bajirao mastani know today important events

Best of Express