Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/lala-lajpat-rai-birth-anniversary.jpg)
લાલા લાજપતરાય ભારતના સ્વતંત્રતા સેનાની છે. (Photo - iegujarati)
Today history 28 January : આજે તારીખ 28 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના સ્વતંત્રતા સેનાની લાલા લાજપત રાય અને પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની જન્મજયંતિ છે. ઉપરાંત આજના દિવસે જ ભારતમાં પહેલીવાર સાચવેલા ભ્રૂણમાંથી એક ઘેટાનો જન્મ થયો હતો. વર્ષ 1998માં આજની તારીખે જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
Advertisment
28 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1813 - યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત 'પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ' પુસ્તક પ્રકાશિત થયું.
- 1835 - પશ્ચિમ બંગાળમાં કલકત્તા મેડિકલ કોલેજ શરૂ થઈ.
- 1860 - બ્રિટને ઔપચારિક રીતે મોસ્કિટો કોસ્ટ નિકારાગુઆને પરત કર્યો.
- 1878 - 'યેલ ડેઇલી ન્યૂઝ' યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રકાશિત થતું પ્રથમ દૈનિક અખબાર બન્યું. - અમેરિકાનું પ્રથમ ટેલિફોન એક્સચેન્જ ન્યૂ હેવનમાં બનાવવામાં આવ્યું હતું.
- 1887 - ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું.
- 1909 - ક્યુબા પર અમેરિકાનું નિયંત્રણ સમાપ્ત થયું. - ભારતના પ્રથમ આર્મી ચીફ કે.એસ. કરિઅપ્પાનો જન્મદિવસ.
- 1932 - જાપાની સેનાએ શાંઘાઈ (ચીન) પર કબજો કર્યો.
- 1933 - ચૌધરી રહેમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ હેઠળ અલગ રાષ્ટ્રની રચના માટે પાકિસ્તાનનું નામ સૂચવ્યું. - કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણેલા ભારતીય મુસ્લિમ અને રાષ્ટ્રીય મુસ્લિમ ચળવળના સ્થાપક રહેમત અલી ચૌધરીએ દેશમાં મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યોના સંઘ માટે પાકિસ્તાન નામનું સૂચન કર્યું હતું.
- 1935 - આઇસલેન્ડ ગર્ભપાતને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ બન્યો.
- 1939 - આઇરિશ કવિ વિલિયમ બટલર યોટ્સનું અવસાન થયું.
- 1942 - જર્મનીની સેનાએ લિબિયાના બેનગાઝી પર કબજો કર્યો.
- 1943 - એડોલ્ફ હિટલરે જર્મનીના તમામ યુવાનોને સેનામાં બળજબરીથી ભરતી કરવાનો આદેશ આપ્યો.
- 1950 - જસ્ટિસ હીરાલાલ કાણિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો.
- 1961 - HMT ઘડિયાળની પ્રથમ ફેક્ટરીની આધારશીલ બેંગલુરુમાં મૂકવામાં આવી.
- 1962 - અમેરિકન અવકાશયાન ચંદ્ર સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું.
- 1986 - યુએસ સ્પેસ શટલ 'ચેલેન્જર' કેપ કેનાવેરલ ફ્લોરિડાથી ઉડાન ભર્યા પછી વિસ્ફોટ થયો અને તમામ સાત અવકાશયાત્રીઓ માર્યા ગયા.
- 1992 - અલ્જેરિયામાં ત્રણ દાયકા સુધી સત્તામાં રહ્યા બાદ 'નેશનલ લિબરેશન ફ્રન્ટ' એ રાજીનામું આપ્યું.
- 1997 - ચેચેનિયાના બળવાખોર નેતા જનરલ અસલાન મસ્કાડેપુ કોકેશિયન રિપબ્લિકના પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 1998 - 'રાજીવ ગાંધી હત્યા'માં 26 આરોપીઓને ફાંસીની સજા.
- 1999 - ભારતમાં પ્રથમ વખત સાચવેલા ભ્રૂણમાંથી ઘેટાંનો જન્મ.
- 2000 - અંડર-19 યુથ વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું.
- 2002 - ઝારખંડના ગુમલા જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં 9 પોલીસકર્મીઓ સહિત 11ના મોત થયા છે. - ડેનિયલ પર્લ નામના અમેરિકન પત્રકારનું પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
- 2003 - પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં બસ અને ઓઇલ ટેન્કર વચ્ચેની અથડામણમાં 42 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.
- 2005 - પોર્ટુગલની સુપ્રીમ કોર્ટે મુંબઈ બોમ્બ ધડાકાના આરોપી અબુ સાલેમના પ્રત્યાર્પણની મંજૂરી આપી.
- 2006 - ફ્રાન્સની એમેલી મોસ્કોએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસનું વિમેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.
- 2010 - બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાનના 5 હત્યારાઓને ફાંસી આપવામાં આવી.
- 2013 - જોન કેરી અમેરિકાના વિદેશ મંત્રી બન્યા.
આ પણ વાંચો | 27 જાન્યુઆરીનો ઇતિહાસ : નેશનલ જિયોગ્રાફીક ડે અને આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ કેમ ઉજવાય છે?
28 જાન્યુઆરી - મહાન વ્યક્તિઓની જન્મજયંતિ
- શેફાલી વર્મા (2004) - ભારતની પ્રખ્યાત મહિલા ક્રિકેટર.
- બસવરાજ બોમાઈ (1960) - કર્ણાટકના મુખ્યમંત્રી છે.
- લાલા લજપત રાય (1865) - ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
- વિદ્યાનિવાસ મિશ્રા (1926) - પ્રખ્યાત હિન્દી લેખક, સફળ સંપાદક, સંસ્કૃતના વિદ્વાન અને જાણીતા ભાષાશાસ્ત્રી.
- પંડિત જસરાજ (1930) - 'ભારતીય શાસ્ત્રીય સંગીત'ના વિશ્વ વિખ્યાત ગાયક.
- પ્રતાપસિંહ રાણે (1939) - ગોવાના ભૂતપૂર્વ ત્રીજા મુખ્ય પ્રધાન હતા.
- સુમન કલ્યાણપુર (1937) - ભારતીય ફિલ્મોના પ્લેબેક સિંગર
- રાજા રામન્ના (1925) - એક ભારતીય પરમાણુ વૈજ્ઞાનિક હતા જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- ભગવત દયાલ શર્મા (1918) - હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- રાજેન્દ્ર શાહ (1913) - ગુજરાતી ભાષાના જાણીતા લેખક.
- નિકોલસ સરકોઝી (1955) - ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા.
Advertisment
આ પણ વાંચો | 26 જાન્યુઆરીનો ઇતિહાસ : ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભૂકંપની 23મી વર્ષગાંઠ
28 જાન્યુઆરી - પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- ભારતી મુખર્જી (2017) - ભારતીય મૂળના પ્રખ્યાત લેખક હતા, જેમણે અમેરિકામાં ઘણા એવોર્ડ જીત્યા હતા.
- સોહરાબ મોદી (1984) - પ્રખ્યાત ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
- ઓ. પી. નય્યર (2007) - પ્રખ્યાત સંગીતકાર.
- દેવકાંત બરુઆ (1996) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા.
- હસમુખ ધીરજલાલ સાંકલિયા (1989) - ભારતીય પુરાતત્વવિદ્ હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us