scorecardresearch

Today history 28 January: આજનો ઇતિહાસ 28 જાન્યુઆરી – સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપત રાય અને શાસ્ત્રી ગાયક પંડિત જસરાજની જન્મજયંતિ

Today history 28 January : આજે 28 જાન્યુઆરી, 2023 (28 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપત રાય (lala lajpat rai) અને પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની (pandit jasraj) જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 28 January: આજનો ઇતિહાસ 28 જાન્યુઆરી – સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપત રાય અને શાસ્ત્રી ગાયક પંડિત જસરાજની જન્મજયંતિ

oday history 28 January : આજે તારીખ 28 જાન્યુઆરી, 2023 (28 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના સ્વતંત્રતા સેનાની લાલા લાજપત રાય અને પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની જન્મજયંતિ છે. ઉપરાંત આજના દિવસે જ ભારતમાં પહેલીવાર સાચવેલા ભ્રૂણમાંથી એક ઘેટાનો જન્મ થયો હતો. વર્ષ 1998માં આજની તારીખે જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

28 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1813 – યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ‘પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ’ પુસ્તક પ્રકાશિત થયું.
  • 1835 – પશ્ચિમ બંગાળમાં કલકત્તા મેડિકલ કોલેજ શરૂ થઈ.
  • 1860 – બ્રિટને ઔપચારિક રીતે મોસ્કિટો કોસ્ટ નિકારાગુઆને પરત કર્યો.
  • 1878 – ‘યેલ ડેઇલી ન્યૂઝ’ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રકાશિત થતું પ્રથમ દૈનિક અખબાર બન્યું. – અમેરિકાનું પ્રથમ ટેલિફોન એક્સચેન્જ ન્યૂ હેવનમાં બનાવવામાં આવ્યું હતું.
  • 1887 – ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું.
  • 1909 – ક્યુબા પર અમેરિકાનું નિયંત્રણ સમાપ્ત થયું. – ભારતના પ્રથમ આર્મી ચીફ કે.એસ. કરિઅપ્પાનો જન્મદિવસ.
  • 1932 – જાપાની સેનાએ શાંઘાઈ (ચીન) પર કબજો કર્યો.
  • 1933 – ચૌધરી રહેમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ હેઠળ અલગ રાષ્ટ્રની રચના માટે પાકિસ્તાનનું નામ સૂચવ્યું. – કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણેલા ભારતીય મુસ્લિમ અને રાષ્ટ્રીય મુસ્લિમ ચળવળના સ્થાપક રહેમત અલી ચૌધરીએ દેશમાં મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યોના સંઘ માટે પાકિસ્તાન નામનું સૂચન કર્યું હતું.
  • 1935 – આઇસલેન્ડ ગર્ભપાતને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ બન્યો.
  • 1939 – આઇરિશ કવિ વિલિયમ બટલર યોટ્સનું અવસાન થયું.
  • 1942 – જર્મનીની સેનાએ લિબિયાના બેનગાઝી પર કબજો કર્યો.
  • 1943 – એડોલ્ફ હિટલરે જર્મનીના તમામ યુવાનોને સેનામાં બળજબરીથી ભરતી કરવાનો આદેશ આપ્યો.
  • 1950 – જસ્ટિસ હીરાલાલ કાણિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • 1961 – HMT ઘડિયાળની પ્રથમ ફેક્ટરીની આધારશીલ બેંગલુરુમાં મૂકવામાં આવી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 27 જાન્યુઆરી ભારતની મહિલા વેઇટલિફ્ટર બિંદિયારાની દેવીનો જન્મદિવસ

  • 1962 – અમેરિકન અવકાશયાન ચંદ્ર સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું.
  • 1986 – યુએસ સ્પેસ શટલ ‘ચેલેન્જર’ કેપ કેનાવેરલ ફ્લોરિડાથી ઉડાન ભર્યા પછી વિસ્ફોટ થયો અને તમામ સાત અવકાશયાત્રીઓ માર્યા ગયા.
  • 1992 – અલ્જેરિયામાં ત્રણ દાયકા સુધી સત્તામાં રહ્યા બાદ ‘નેશનલ લિબરેશન ફ્રન્ટ’ એ રાજીનામું આપ્યું.
  • 1997 – ચેચેનિયાના બળવાખોર નેતા જનરલ અસલાન મસ્કાડેપુ કોકેશિયન રિપબ્લિકના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1998 – ‘રાજીવ ગાંધી હત્યા’માં 26 આરોપીઓને ફાંસીની સજા.
  • 1999 – ભારતમાં પ્રથમ વખત સાચવેલા ભ્રૂણમાંથી ઘેટાંનો જન્મ.
  • 2000 – અંડર-19 યુથ વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું.
  • 2002 – ઝારખંડના ગુમલા જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં 9 પોલીસકર્મીઓ સહિત 11ના મોત થયા છે. – ડેનિયલ પર્લ નામના અમેરિકન પત્રકારનું પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
  • 2003 – પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં બસ અને ઓઇલ ટેન્કર વચ્ચેની અથડામણમાં 42 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.
  • 2005 – પોર્ટુગલની સુપ્રીમ કોર્ટે મુંબઈ બોમ્બ ધડાકાના આરોપી અબુ સાલેમના પ્રત્યાર્પણની મંજૂરી આપી.
  • 2006 – ફ્રાન્સની એમેલી મોસ્કોએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસનું વિમેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.
  • 2010 – બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાનના 5 હત્યારાઓને ફાંસી આપવામાં આવી.
  • 2013 – જોન કેરી અમેરિકાના વિદેશ મંત્રી બન્યા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 26 જાન્યુઆરી – ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભયંકર ભૂકંપને 22 વર્ષ થયા

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • શેફાલી વર્મા (2004) – ભારતની પ્રખ્યાત મહિલા ક્રિકેટર.
  • બસવરાજ બોમાઈ (1960) – કર્ણાટકના મુખ્યમંત્રી છે.
  • લાલા લજપત રાય (1865) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
  • વિદ્યાનિવાસ મિશ્રા (1926) – પ્રખ્યાત હિન્દી લેખક, સફળ સંપાદક, સંસ્કૃતના વિદ્વાન અને જાણીતા ભાષાશાસ્ત્રી.
  • પંડિત જસરાજ (1930) – ‘ભારતીય શાસ્ત્રીય સંગીત’ના વિશ્વ વિખ્યાત ગાયક.
  • પ્રતાપસિંહ રાણે (1939) – ગોવાના ભૂતપૂર્વ ત્રીજા મુખ્ય પ્રધાન હતા.
  • સુમન કલ્યાણપુર (1937) – ભારતીય ફિલ્મોના પ્લેબેક સિંગર
  • રાજા રામન્ના (1925) – એક ભારતીય પરમાણુ વૈજ્ઞાનિક હતા જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
  • ભગવત દયાલ શર્મા (1918) – હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • રાજેન્દ્ર શાહ (1913) – ગુજરાતી ભાષાના જાણીતા લેખક.
  • નિકોલસ સરકોઝી (1955) – ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 25 જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અને હિમાચલ પ્રદેશનો સ્થાપના દિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ભારતી મુખર્જી (2017) – ભારતીય મૂળના પ્રખ્યાત લેખક હતા, જેમણે અમેરિકામાં ઘણા એવોર્ડ જીત્યા હતા.
  • સોહરાબ મોદી (1984) – પ્રખ્યાત ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
  • ઓ. પી. નય્યર (2007) – પ્રખ્યાત સંગીતકાર.
  • દેવકાંત બરુઆ (1996) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા.
  • હસમુખ ધીરજલાલ સાંકલિયા (1989) – ભારતીય પુરાતત્વવિદ્ હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 24 જાન્યુઆરી, ભારતના પરમાણું કાર્યક્રમના પિતા હોમી જહાંગીર ભાભાનું નિધન, ‘જન ગણ મન’ રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકારાયું

Web Title: Today history 28 january lala lajpat rai and pandit jasraj jayanti know today important events

Best of Express