Today history 28 july: આજે 28 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હિપેટાઇટિસ દિવસ. આ દિવસ ચેપી બીમારી હિપેટાઇટિસના વહેલા નિદાન અને જાગૃતિ માટે ઉજવાય છે. તેમજ આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ છે. ધરતી પણ પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધન માટે આ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
28 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
- 1586 – ઈંગ્લેન્ડથી પરત ફરતી વખતે સર થોમસ હેરિયટે યુરોપમાં બટાકાની રજૂઆત કરી.
- 1742 – પ્રશિયા અને ઑસ્ટ્રિયાએ શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1976 – રિક્ટર સ્કેલ પર 8.3ની તીવ્રતાના ભૂકંપને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા. રાજધાની બેઇજિંગના ઉત્તરપૂર્વમાં આવેલા તાંગશાન શહેરમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી. મહાન તાંગશાન ધરતીકંપ એ 20મી સદીનો સૌથી મોટો ભૂકંપ છે.
- 1995 – વિયેતનામ આસિયાનનું સભ્ય બન્યું.
- 2001 – પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી મોહમ્મદ સિદ્દીકી ખાન કાંજુની હત્યા કરવામાં આવી હતી.
- 2004 -ઇરાકના બકુબા શહેરમાં પોલીસ ભરતી કેન્દ્રમાં વિસ્ફોટમાં 68 લોકોના મોત થયા હતા.
- 2005 – સૌરમંડળનો દસમો ગ્રહ શોધવાનો દાવો.
- 2007 – પાકિસ્તાન સરકારે વિવાદાસ્પદ લાલ મસ્જિદને અનિશ્ચિત સમય માટે બંધ કરવાની જાહેરાત કરી.
- 2008-ભારતના વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી બિન-જોડાણ દેશોની મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લેવા તેહરાન જવા રવાના થયા.
આ પણ વાંચો | 27 જુલાઇનો ઇતિહાસ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્થાપના દિવસ
વિશ્વ હિપેટાઇટિસ દિવસ (World Hepatitis Day)
વિશ્વ હિપેટાઇટિસ દિવસ (World Hepatitis Day) દર વર્ષે 28 જુલાઇના રોજ ઉજવાય છે. હિપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હેપેટાઇટિસના વહેલા નિદાન, નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે. હિપેટાઇટિસ એ ચેપી રોગ છે, જે હેપેટાઇટિસ A, B, C, D અને E તરીકે ઓળખાય છે. હેપેટાઇટિસ એક ચેપી રોગ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે માત્ર સ્પર્શ કરવાથી ફેલાય છે. તેથી જ જ્યારે પરિવારના કોઈ સભ્યને આ રોગ હોય ત્યારે તેને સંપૂર્ણપણે અલગ રાખવાની સાથે સાથે પરિવારના અન્ય સભ્યોને ચેપથી મુક્ત રાખવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો | 26 જુલાઇનો ઇતિહાસ : કારગિલ વિજય દિવસ, ભારતીય સૈનિકોએ પાકિસ્તાને યુદ્ધમાં ધૂળ ચટાડી
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day)
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) દુનિયાભરમાં 28 જુલાઇના રોજ ઉજવાય છે. વર્તમાન સંદર્ભમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. તેનો હેતુ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પર લુપ્ત થઈ રહેલા પ્રાણીઓ અને છોડના રક્ષણ માટે પ્રતિબદ્ધ થવાનો છે.
પ્રકૃતિના સંરક્ષણનો તમામ જીવોના જીવન અને આ પૃથ્વીના સમગ્ર કુદરતી પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. પ્રદૂષણને કારણે સમગ્ર પૃથ્વી દૂષિત થઈ રહી છે અને નજીકના ભવિષ્યમાં માનવ સભ્યતાનો અંત દેખાઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને 1992માં બ્રાઝિલમાં વિશ્વના 174 દેશોની ‘અર્થ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2002માં જોહાનિસબર્ગમાં અર્થ કોન્ફરન્સનું આયોજન કરીને વિશ્વના તમામ દેશોને પર્યાવરણની સુરક્ષા પર ધ્યાન આપવા માટે ઘણા પગલાં સૂચવવામાં આવ્યા હતા. હકીકતમાં પૃથ્વી પરનું જીવન પ્રકૃતિના રક્ષણથી જ સાચવી શકાય છે.
આ પણ વાંચો | 25 જુલાઇનો ઇતિહાસ : વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ, આઇવીએફથી પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ઇબ્ન અરબી (1165) – અરબના પ્રખ્યાત સૂફી કવિ, શોધક અને વિચારક.
- કાસુ બ્રહ્માનંદ રેડ્ડી (1909) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા, જેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
- રામેશ્વર ઠાકુર (1927) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- તરલોચન સિંહ (1933) – શીખ સમુદાયના અધિકારો અને સુધારણા માટે વિશ્વભરમાં જાણીતા.
- અનિલ જનવિજય (1957) – હિન્દી કવિ, લેખક અને રશિયન અને અંગ્રેજી ભાષાઓના સાહિત્યિક અનુવાદક.
- સુવિજ્ઞા શર્મા (1983) – ભારતીય કલાકાર, ચિત્રકાર અને ઉદ્યોગસાહસિક.
આ પણ વાંચો | 24 જુલાઇનો ઇતિહાસઃ રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- નંદુ નાટેકર (2021) – આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતા.
- ડોનકુપર રોય 92019) – મેઘાલયના ભૂતપૂર્વ દસમા મુખ્યમંત્રી હતા.
- ઈન્દ્ર કુમાર 92017) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકાર.
- મહાશ્વેતા દેવી (2016) – ભારતના સામાજિક કાર્યકર અને લેખિકા.
- મધુકર દિઘે (2014) – એક ભારતીય રાજકારણી હતા જેઓ મેઘાલય અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.
- જગદીશ રાજ (2013) – ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા હતા.
- કાઝી લેંડુપ દોરજી (2007) – સિક્કિમના ભૂતપૂર્વ પ્રથમ મુખ્યમંત્રી હતા.
- ચારુ મજુમદાર (1972)- ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા, જેમણે 1967માં સત્તા વિરુદ્ધ નક્સલવાદી ચળવળ શરૂ કરી.
આ પણ વાંચો | 23 જુલાઇનો ઇતિહાસ: રાષ્ટ્રીય રેડિયો પ્રસારણ દિવસ, સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ