આજનો ઇતિહાસ 28 જૂન : નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ – આજના અનિશ્ચિતતા ભર્યા સમયમાં વીમો જરૂરી

Today history 28 june : આજે 28 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ એટલે કે રાષ્ટ્રીય વીમા જાગૃકતા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : June 28, 2023 09:35 IST
આજનો ઇતિહાસ 28 જૂન : નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ – આજના અનિશ્ચિતતા ભર્યા સમયમાં વીમો જરૂરી
આજના અનિશ્ચિતતાભર્યા સમયમાં ઇન્સ્યોરન્સ લેવો જરૂરી બની ગયો છે.

Today history 28 june : આજે 28 જૂન 2023 (28 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ એટલે કે રાષ્ટ્રીય વીમા જાગૃકતા દિવસ છે. આ દિવસ ઉજવણી આજના અનિશ્ચિતતાભર્યા સમયમાં વીમાની જરૂરિયાત અને મહત્વ વિશે લોકોને જાગૃત કરવા ઉજવાય છે. આજે ભારતના 9માં વડાપ્રધાન પીવી નરસિંહરાવની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

28 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1919 – વર્સેલ્સની સંધિ પર હસ્તાક્ષર થયા.
  • 1999- રૂમાનિયાએ તેની વાયુસેનામાં રશિયન વિમાનોની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો.
  • 2003- ઈઝરાયેલ-પેલેસ્ટાઈન પશ્ચિમ એશિયામાં રક્તપાત રોકવા માટે પગલાં લેવા સહમત થયા.
  • 2004- યુએસ ગઠબંધનની સેનાએ ઇરાકની વચગાળાની સરકારને સાર્વભૌમત્વ સોંપ્યું.
  • 2005- રશિયા દ્વારા ઈરાન માટે છ પરમાણુ રિએક્ટર બનાવવાની જાહેરાત.
  • 2007- જાફનાના ભૂતપૂર્વ વડા પ્રધાન કિચી મિયાઝાવાનું અવસાન થયું.
  • 2008 – પગાર પંચે 8 જાન્યુઆરી, 2008ના રોજ પત્રકાર અને બિન-પત્રકાર કર્મચારીઓને મૂળભૂત પગારમાં 30%ની વચગાળાની રાહતની ભલામણ કરી હતી.
  • નસિરા શર્માને લંડનમાં એક કાર્યક્રમમાં તેમની નવલકથા કુઇં જાન માટે 14મો આંતરરાષ્ટ્રીય ઇન્દુ શર્મા કથા સન્માન એનાયત કરવામાં આવ્યો હતો.
  • 2010 – હાવડાથી મુંબઈ (કુર્લા) જતી મિદનાપુર જિલ્લામાં હાવડા-કુર્લા લોકમાન્ય તિલક જ્ઞાનેશ્વરી સુપર ડીલક્સ એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેને વિરુદ્ધ દિશામાંથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી, જેમાં 149 મુસાફરોના મોત થયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ 27 જૂનનો ઇતિહાસ : નેશનલ એચઆઇવી ટેસ્ટિંગ દિવસ, એમએસએમઇ દિવસ

નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ

આજના અનિશ્ચિતતા ભર્યા સમયમાં ઇન્સ્યોરન્સ એટલે કે વીમો જરૂરી બની ગઇ છે. વીમાની જરૂરિયાત અને મહત્વપૂર્ણ વિશે લોકોને માહિતગાર કરવા માટે દર વર્ષે 28 જૂને નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ (National Insurance Awareness Day) એટલે કે રાષ્ટ્રીય વીમા જાગૃકતા દિવસ ઉજવાય છે. હાલ વિવિધ પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસીઓ વેચાય છે, જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઇફ ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ સૌથી વધારે લોકપ્રિય છે. વ્યક્તિઓ તેમની જરૂરિયાત અને ભવિષ્યના જોખમને ધ્યાનમાં રાખી પોતાને અને પોતાના પરિવારને નાણાંકીય સુરક્ષા આપવા માટે ઇન્સ્યોરન્સ પોલિસી લેવાનું પસંદ કરે છે. કોરોના મહામારી બાદ લોકોમાં હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે.

આ પણ વાંચોઃ 26 જૂનનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મરિયપ્પન થંગાવેલુ (1995) – ભારતનો ઉંચી કૂદનો ખેલાડી.
  • પ્રહલાદ સિંહ પટેલ (1960) – ભાજપના રાજકારણી.
  • શિવપ્રસાદ ગુપ્તા (1883) – હિન્દી અખબાર ‘દૈનિક આજ’ના સ્થાપક અને પ્રખ્યાત ક્રાંતિકારી.
  • નરસિંહ રાવ પી.વી. (1921) – ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન.
  • જસપાલ રાણા (1976) – ભારતના પ્રખ્યાત નિશાનેબાજ ખેલાડી.

આ પણ વાંચોઃ 25 જૂનનો ઇતિહાસ : ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી, આઝાદ ભારતનો ‘કાળો દિવસ’

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • અમર ગોસ્વામી (2012) – ભારતના પ્રખ્યાત લેખક અને નવલકથાકાર.
  • કેપ્ટન નીકેઝાકુ (1999) – મહાવીર ચક્રથી સન્માનિત ભારતીય સેનાના લશ્કરી અધિકારી હતા.
  • પી.સી. મહાલનોબિસ (1972)- ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી

આ પણ વાંચોઃ 24 જૂનનો ઇતિહાસ : રાણી દુર્ગાવતી બલિદાન દિવસ- મુઘલ સૈન્યને હંફાવનાર પરાક્રમી મહારાણી ઇતિહાસમાં અમર થઇ ગયા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ