/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-2023-10-27T230203.159.jpg)
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા છે. (Photo - Canva)
Today history 28 October : આજે 28 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું અનાવરણ દિવસ છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતા ઘોષણાપત્ર પર હસ્તાક્ષરની યાદ અપાવે છે. અમેરિકન ક્રાંતિ દરમિયાન સ્થાપિત બંને દેશોની મિત્રતાનું પ્રતિનિધિત્વ કરવા માટે ફ્રાન્સે 1886માં અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટમાં આપી હતી. આજે વાલ્મિકી જયંતિ છે. શરદ પૂનમના દિવસે મહર્ષિ વાલ્મિકીનો જન્મ થયો હતો અને તેમણે રામાયણ ગ્રંથની રચના કરી હતી. આ વખત શરદ પૂનમે ચંદ્રગ્રહણનો દુર્લભ યોગ બનશે. આજે માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
28 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1886 - અમેરિકાના તત્કાલીન પ્રમુખ ગ્રોવર ક્લેવલેન્ડે મિત્રતાના પ્રતિકના રૂપમાં ફ્રાંસ તરફથી ભેટમાં મળેલી 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી'નું અનાવરણ કર્યું.
- 1891 - જાપાનમાં ભૂકંપના કારણે 7300 લોકોના મોત થયા.
- 1918 - ઑસ્ટ્રિયા અને હંગેરી અલગ થયા પછી ચેકોસ્લોવાકિયા સ્વતંત્ર થયું.
- 1954 - અર્નેસ્ટ હેમિંગ્વેને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો.
- 1955 - ઇજિપ્ત અને સાઉદી અરેબિયાએ સંરક્ષણ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1998 - ઇન્ટરપોલની 67મી જનરલ એસેમ્બલી અત્યાધુનિક આતંકવાદ અને અન્ય આધુનિક સંગઠિત ગુનાઓ સામે લડવાની નવી વ્યૂહરચના સાથે સમાપ્ત થઈ.
- 2001 - જર્મનીના ચાન્સેલર ગેરહાર્ડ શ્રોડર ભારતની મુલાકાતે આવ્યા, જાપાનના વડા પ્રધાન જુનશીરો કોઈઝુમીના વિશેષ દૂત યોશિતો મોરી ભારતની મુલાકાતે આવ્યા.
- 2004 - બેઇજિંગમાં 4000 વર્ષ જૂની કબરો મળી આવી. પરમાણુ મુદ્દે ઈરાક સાથે ઈયુની વાતચીત નિષ્ફળ ગઈ.
- 2009 - પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ વિસ્ફોટમાં 117 માર્યા ગયા, 213 ઘાયલ.
- 2012 - સીરિયામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન, 128 લોકો માર્યા ગયા. જર્મનીના સેબેસ્ટિયન વેટેલે 2012 ફોર્મ્યુલા વન ઈન્ડિયન ગ્રાં પ્રી ટાઈટલ જીત્યું.
આ પણ વાંચો | 27 ઓક્ટોબરનો ઇતિહાસ : ઈન્ફન્ટ્રી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેના માટે Infantry Dayનું શું મહત્વ છે?
28 ઓક્ટોબરની જન્મજયંતિ
- મોરિસ ગાર્નિયર હેલેટ (1883) - ભારત સરકારમાં ગૃહ સચિવ હતા.
- બિલ ગેટ્સ (1955) - આઇટી કંપની માઇક્રોસોફ્ટના સ્થાપક.
- અશોક ચવ્હાણ (1958) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
- ઉર્જિત પટેલ (1963) - ભારતીય રિઝર્વ બેંકના 24મા ગવર્નર.
- અંજાન (1930) - ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર અને પ્રખ્યાત કવિ.
- અતુલ પ્રસાદ સેન (1871) - ભારતના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, શિક્ષણ પ્રેમી, સર્જક અને બંગાળી ભાષાના પ્રખ્યાત કવિ અને સંગીતકાર હતા.
- સિસ્ટર નિવેદિતા (1867) - વિવેકાનંદના સાથીદાર, શિક્ષક અને સામાજિક કાર્યકર.
આ પણ વાંચો | 26 ઓક્ટોબરનો ઇતિહાસ : રાષ્ટ્રીય કોળું દિવસ અને મહત્વ; આજીવન કેદની સજામાં કેટલા વર્ષની જેલ થાય છે?
28 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- માધવન ક્રિષ્નન નાયર (2021) - પ્રખ્યાત ઓન્કોલોજિસ્ટ અને પ્રાદેશિક કેન્સર સેન્ટરના સ્થાપક ડિરેક્ટર હતા.
- શશિકલા કાકોડકર (2016) - ગોવાના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
- રાજેન્દ્ર યાદવ (2013) - લોકપ્રિય નવલકથાકાર.
- શ્રીલાલ શુક્લ (2011) - વિખ્યાત વ્યંગ લેખક.
- મેક્સ મુલર (1900) - જર્મનના સંસ્કૃત વિદ્વાન, લેખક અને ભાષાશાસ્ત્રી હતા.
આ પણ વાંચો | 25 ઓક્ટોબર : ભારતમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઇ હતી; વર્લ્ડ ઓપેરા ડે અને વિશ્વ પાસ્તા દિવસ કેમ ઉજવાય છે?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us