આજનો ઇતિહાસ 29 ડિસેમ્બર: ધાર્મિક સિરિયલ રામાયણ કોણે બનાવી હતી? ક્યા ફિલ્મ અભિનેતાને કાકા કહેવાય છે?

Today history 29 December : આજે તારીખ 29 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રાજેશ ખન્ના તેમજ રામાયણ જેવી પ્રખ્યાત ધાર્મિંક સીરિયલના નિર્માતા રામાનંદ સાગરનો આજે જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : December 29, 2023 23:38 IST
આજનો ઇતિહાસ 29 ડિસેમ્બર: ધાર્મિક સિરિયલ રામાયણ કોણે બનાવી હતી? ક્યા ફિલ્મ અભિનેતાને કાકા કહેવાય છે?
ઇતિહાસની તવારીખમાં બનેલી 29 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો. (Photo - Canva)

Today history 29 December : આજે તારીખ 29 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે દુનિયામાં પ્રથમ પરમાણું બોમ્બ બનાવનાર અમેરિકન વૈજ્ઞનિક રેગર શ્રેબરનું નિધન થયુ હતુ. ઉપરાંત ભારતીય હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રાજેશ ખન્ના તેમજ ‘રામાયણ’ જેવી પ્રખ્યાત ધાર્મિંક સીરિયલના નિર્માતા રામાનંદ સાગરનો આજે જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

29 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2012 – પાકિસ્તાનના પેશાવર પાસે આતંકવાદીઓના હુમલામાં 21 સુરક્ષા જવાનો શહીદ થયા હતા.
  • 2008 – પ્રસિદ્ધ ચિત્રકાર મનજીત બાબાનું નિધન.
  • 2006 – ચીને વર્ષ 2006માં રાષ્ટ્રીય સંરક્ષણ પર શ્વેતપત્ર બહાર પાડ્યું.
  • 2004 – ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે મૃત્યુઆંક 60,000 પર પહોંચ્યો.
  • 2002 – પાકિસ્તાનના પ્રવાસીઓને ભારતના ત્રણ શહેરોની મુલાકાત લેવાની મંજૂરી.
  • 1998 – વિશ્વનો પ્રથમ અણુ બોમ્બ બનાવનાર અમેરિકન વૈજ્ઞાનિક રેગર શ્રેબરનું અવસાન થયું.
  • 1996 – નાટોના વધતા પ્રભાવને રોકવા માટે સાથે મળીને કામ કરવાના મુદ્દે રશિયા અને ચીન વચ્ચે કરાર.
  • 1989 – વાક્લાવ હાબેલ 1948 પછી ચેકોસ્લોવાકિયાના પ્રથમ બિન-સામ્યવાદી પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1988 – ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયન પોસ્ટ ઓફિસ મ્યુઝિયમ બંધ થયું.
  • 1985 – શ્રીલંકાએ 43,000 ભારતીયોને નાગરિકતા આપી.
  • 1984 – કોંગ્રેસે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી મોટી બહુમતી સાથે સંસદીય ચૂંટણી જીતી.
  • 1983 – ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 236 રન બનાવ્યા.
  • 1980 – સોવિયેત સંઘના ભૂતપૂર્વ વડા પ્રધાન કોસિગિનનું મૃત્યુ.

આ પણ વાંચો :  28 ડિસેમ્બરનો ઇતિહાસ : ભારતના શેરબજારના પિતા કોને કહેવામાં આવે છે?

  • 1978 – સ્પેનમાં બંધારણ અમલમાં આવ્યું.
  • 1977 – બોમ્બે (હાલ મુંબઈ)માં વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર ‘ડ્રાઈવ’ ખુલ્યું.
  • 1975 – બ્રિટનમાં મહિલાઓ અને પુરુષોના સમાન અધિકારો સંબંધિત કાયદો અમલમાં આવ્યો.
  • 1972 -અમેરિકામાં ફ્લોરિડા રાજ્યના એવરગ્લેડ્સ નજીક પૂર્વીય ટ્રિસ્ટાર જમ્બો જેટ વિમાનના દુર્ઘટનામાં 101 લોકો મૃત્યુ પામ્યા હતા. કલકત્તામાં મેટ્રો રેલનું કામ શરૂ થયું.
  • 1949 – યુરોપિયન દેશ હંગેરીમાં ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
  • 1922 – નેધરલેન્ડે બંધારણ અપનાવ્યું.
  • 1911 – સન યાત સેનને નવા પ્રજાસત્તાક ચીનના રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા. મંગોલિયા કિંગ રાજવંશના શાસનથી સ્વતંત્ર બન્યું.
  • 1845 – ટેક્સાસ અમેરિકાનું 28મું રાજ્ય બન્યું.
  • 1778 – બ્રિટનની સેનાએ અમેરિકન રાજ્ય જ્યોર્જિયા પર કબજો કર્યો.
  • 1530 – મુઘલ શાસક બાબરનો પુત્ર હુમાયુ તેનો ઉત્તરાધિકારી બન્યો.

આ પણ વાંચો | 27 ડિસેમ્બરનો ઇતિહાસ : ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન પહેલીવાર ક્યા અને ક્યારે ગવાયુ હતુ?

29 ડિસેમ્બર – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

સુધીશ પચૌરી – (1948) જાણીતા વિવેચક, અગ્રણી મીડિયા વિશ્લેષક, લેખક, કટારલેખક અને વરિષ્ઠ મીડિયા વિવેચક.

વીરેન્દ્ર વીર વિક્રમ શાહ – (1944) નેપાળના રાજા અને દક્ષિણ એશિયાના નેતા હતા.

રાજેશ ખન્ના – (1942) હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.

રામાનંદ સાગર – (1917) પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્દેશક અને પ્રખ્યાત સીરીયલ ‘રામાયણ’ના નિર્માતા.

કુપ્પલી વેંકટપ્પા પુટ્ટપ્પા – (1904) કન્નડ ભાષાના કવિ અને લેખક હતા.

દીનાનાથ મંગેશકર – (1900) મરાઠી થિયેટરના પ્રખ્યાત અભિનેતા, ગાયક, શાસ્ત્રીય સંગીતકાર અને નાટ્ય સંગીતકાર હતા.

ડબ્લ્યુસી બેનર્જી – (1884) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ, કલકત્તા હાઈકોર્ટના મુખ્ય વકીલ.

ગિરિધર શર્મા ચતુર્વેદી – (1881) પ્રખ્યાત લેખક હતા.

વોમેશ ચંદ્ર બેનર્જી – (1844) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ.

આ પણ વાંચો | 26 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં વીર બાળ દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે? શીખ ધર્મ માટેકેમ ખાસ દિવસ છે

29 ડિસેમ્બર – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સ્વામી વિશ્વતીર્થ – (2019) હિન્દુ સંત અને પેજાવર મઠના વડા હતા.
  • મનજીત બાવા- (2008) પ્રખ્યાત ચિત્રકાર.
  • શિવરાજ રામશરણ – (2003) ભારતીય વૈજ્ઞાનિક હતા.
  • ઓમકારનાથ ઠાકુર – (1967) પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સંગીતકાર અને હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક
  • હકીમ અજમલ ખાન – (1927) રાષ્ટ્રીય વિચારધારાના સમર્થક અને યુનાની પદ્ધતિના પ્રખ્યાત ચિકિત્સક

આ પણ વાંચો |  27 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન પહેલીવાર ક્યા અને ક્યારે ગવાયુ હતુ? આજે બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનો બર્થ ડે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ