આજનો ઇતિહાસ 29 જાન્યુઆરી : ભારતનું પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’ પ્રકાશિત થયું

Today history 29 January : આજે 29 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1779માં ભારતના પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’નું પ્રકાશન થયુ હતુ. તો મુઘલ વંશના સ્થાપક બાબરે મેવાડના રાજા રાણા સાંગાને હરાવીને ચંદેરીનો કિલ્લો કબજે કર્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
January 29, 2024 08:37 IST
આજનો ઇતિહાસ 29 જાન્યુઆરી : ભારતનું પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’ પ્રકાશિત થયું
ભારતનું પ્રથમ અંગ્રેજી સમાચાર. (Photo - Social Media)

Today history 29 January : આજે તારીખ 29 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખ વર્ષ 1779માં ભારતના પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’નું પ્રકાશન થયુ હતુ. ‘હિકી ગેઝેટ’ અથવા ‘બેંગાલ ગેઝેટ’ અથવા ‘કલકત્તા જનરલ એડવર્ટાઈઝર’ કોલકાતાથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અંગ્રેજી ભાષાના આ સમાચાર પત્રના તંત્રી ‘જેમ્સ ઓગસ્ટસ હિકી’ હતા. આજની તારીખે જ મુઘલ વંશના સ્થાપક બાબરે મેવાડના રાજા રાણા સાંગાને હરાવીને ચંદેરીનો કિલ્લો કબજે કર્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

29 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1528 – મુઘલ વંશના સ્થાપક બાબરે મેવાડના રાજા રાણા સાંગાને હરાવીને ચંદેરીનો કિલ્લો કબજે કર્યો.
  • 1676 – ‘થિયોડોર તૃતીય’ રશિયાનો ઝાર બન્યો.
  • 1780 – ભારતનું પ્રથમ સમાચાર પત્ર અંગ્રેજીમાં ‘હિકીઝ બેંગાલ ગેઝેટ’ નામથી પ્રકાશિત થયું. ‘હિકી ગેઝેટ’ અથવા ‘બેંગાલ ગેઝેટ’ અથવા ‘કલકત્તા જનરલ એડવર્ટાઈઝર’ કોલકાતાથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અંગ્રેજી ભાષાના આ સમાચાર પત્રના તંત્રી ‘જેમ્સ ઓગસ્ટસ હિકી’ હતા.
  • 1889 – ઑસ્ટ્રિયા-હંગેરીના ક્રાઉન પ્રિન્સ ‘આર્કડ્યુક રુડોલ્ફ’ એ તેની પ્રેમિકાની હત્યા કર્યા પછી આત્મહત્યા કરી.
  • 1916 – ‘પ્રથમ વિશ્વ યુદ્ધ’માં જર્મનીએ પ્રથમ વખત ફ્રાંસ પર હુમલો કર્યો.
  • 1939 – રામકૃષ્ણ મિશન સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના થઈ.
  • 1947 – અમેરિકાએ ચીનમાં મધ્યસ્થીની ભૂમિકા છોડી.
  • 1949 – બ્રિટને ઈઝરાયેલને માન્યતા આપી.
  • 1953 – સંગીત નાટક એકેડમીની સ્થાપના થઈ.
  • 1963 – ફ્રાન્સના વીટોને કારણે બ્રિટન યુરોપિયન કોમન માર્કેટમાં પ્રવેશી શક્યું નહીં.
  • 1976 – સોવિયેત સંઘ અંગોલામાં રાજકીય સમાધાન માટે સંમત થયું.
  • 1979 – ભારતની સૌથી પહેલી જમ્બો ટ્રેન, બે એન્જિનવાળી – તમિલનાડુ એક્સપ્રેસને નવી દિલ્હી સ્ટેશનથી ચેન્નાઈ માટે લીલી ઝંડી દેખાડી રવાના કરવામાં આવી હતી.
  • 1986 – અમેરિકન સ્પેસ શટલ ‘ચેલેન્જર’ ક્રેશ થયું અને તેમાં સવાર તમામ 7 અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા.
  • 1989 – સીરિયા અને ઈરાને લેબનોનમાં સંઘર્ષ રોકવા માટે સમજૂતી કરી.
  • 1990- પૂર્વ જર્મનીની સત્તા પરથી દૂર કરાયેલા સામ્યવાદી નેતા એરિક હોનેકરની ધરપકડ કરવામાં આવી.
  • 1992 – ભારત આસિયાનનું સભ્ય બન્યું.
  • 1993 – ક્રિકેટર વિનોદ કાંબલીની ટેસ્ટ ડેબ્યૂ.
  • 1994 – ભારત સરકારે ‘એર કોર્પોરેશન એક્ટ’ 1953ને રદ કર્યો.
  • 1996 – ફ્રાન્સના રાષ્ટ્રપતિ જેક્સ શિરાકે ભવિષ્યમાં પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધની જાહેરાત કરી.
  • 2003 – ઇઝરાયેલની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન એરિયલ શેરોનની લિકુડ પાર્ટી જીતી છે. – હિમાચલ વિધાનસભા ભંગ કરવામાં આવી હતી.
  • 2005 – ગયામાં નક્સલવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ વેંકૈયા નાયડુના હેલિકોપ્ટરને ઉડાવી દીધું હતું. વેંકૈયા નાયડુ સુરક્ષિત રીતે બચી ગયા હતા. – સેરેના વિલિયમ્સે ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ટાઈટલ જીત્યું.
  • 2007- અભિનેત્રી શિલ્પા શેટ્ટી લંડનના ચેનલ-4 રિયાલિટી શોમાં ઝમીન જેક્સનને હરાવીને ‘બિગ બ્રધર’ ચેમ્પિયન બની હતી.
  • 2008 – લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીએ ત્રણ લોકસભા સભ્યો રમાકાંત યાદવ, ભાલચંદ્ર અને અખાલાસ્કની સદસ્યતા સમાપ્ત કરી દીધી. – ઑસ્ટ્રિયાએ ઇરાકમાંથી તેના સૈનિકો પાછા બોલાવવાની જાહેરાત કરી.
  • 2009 – ફિડેલિટીએ સત્યમ કમ્પ્યુટર્સના 2.5% શેર ખરીદ્યા. કેસ્ટેલિનો યુબી ગ્રુપ સ્પોર્ટ્સ માર્કેટિંગના સીઈઓ બન્યા
  • 2010 – ભારત અને રશિયાના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલા ફાઇવ જનરેશનના ફાઇટર એરક્રાફ્ટની ઉડાનનું પ્રથમ વખત રશિયાના સુદૂર પૂર્વીય ભાગમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.

29 જાન્યુઆરી – મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • સ્વામી પ્રણબાનંદ મહારાજ (1896) – ભારત સેવા આશ્રમ સંઘના સ્થાપક.
  • જોગેન્દ્ર નાથ મંડલ (1904) – પાકિસ્તાનના પ્રથમ કાયદા મંત્રી હતા.
  • અજિત નાથ રાય (1912) – ભારતના ભૂતપૂર્વ 14માં મુખ્ય ન્યાયાધીશ હતા.
  • રાજ્યવર્ધન સિંહ રાઠોડ (1970) – ભારતના પ્રખ્યાત શૂટર અને એથેન્સ ઓલિમ્પિક્સ-2004ના સિલ્વર મેડલ વિજેતા.

આ પણ વાંચો | 28 જાન્યુઆરીનો ઇતિહાસ : સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપત રાય અને શાસ્ત્રી ગાયક પંડિત જસરાજની જન્મજયંતિ

29 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • બાબા ઈકબાલ સિંહ (2022) – કિંગરા શીખ સમુદાયના ભારતીય સામાજિક-આધ્યાત્મિક નેતા હતા.
  • અરવિંદ જોશી (2021) – જાણીતા ભારતીય અભિનેતા હતા.
  • જ્યોર્જ ફર્નાન્ડિસ (2019) – ભૂતપૂર્વ ટ્રેડ યુનિયન નેતા હતા, જેઓ ભારતના રાજકારણી, પત્રકાર અને સંરક્ષણ પ્રધાન હતા.
  • મોહમ્મદ અલ્વી (2018) – પ્રખ્યાત ઉર્દૂ કવિ અને લેખક હતા.
  • રામ નિવાસ મિર્ધા (2010) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • સરલા ગ્રેવાલ (2002) – ‘ભારતીય વહીવટી સેવા’માં ભારતની બીજી મહિલા અધિકારી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • પીલુ મોદી (1983) – સ્વતંત્ર પાર્ટીના અગ્રણી નેતા અને ભારતમાં ઉદાર અને મુક્ત આર્થિક નીતિઓના સમર્થક હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ