Today history 29 july: આજે 29 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વાઘ દિવસ છે. વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા હેતુ આ દિવસ ઉજવાય છે. વર્ષ 1949માં આજના દિવસ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રેડિયો પ્રસારણ શરૂ થયું હતુ. ભારતના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ જેઆરડી તાતાની જન્મજયંતિ અને વિશ્વના સૌથી સુંદર મહારાત્રીઓમા સ્થાન મેળવનાર જયપુરના મહારાણી ગાયત્રી દેવીની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
29 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
- 1748- ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મદદ કરવા માટે બ્રિટિશ આર્મીની પ્રથમ લશ્કરી ટુકડી ભારત પહોંચી.
- 1941 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના મિત્ર જાપાને ચીન અને ભારત પર કબજો કરવા માટે તેના સૈનિકોને પ્રદેશના દક્ષિણ કિનારે ઉતાર્યા.
- 1949 – બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રેડિયો પર પ્રસારણ શરૂ થયું.
- 1996 – ચીને લોપાનોર ખાતે તેનું 45મું ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
- 2000 – અમેરિકા દ્વારા પૈમનસેટ-9 નામનો કોમ્યુનિકેશન સેટેલાઇટનું પ્રક્ષેપણ કરવામા આવ્યું.
- 2004 – મનમોહન સિંહ વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ વિદેશ મુલાકાત માટે બિમસ્ટેક-ઇસી કોન્ફરન્સમાં ભાગ લેવા બેંગકોક જવા રવાના થયા.
- 2006 – શ્રીલંકાના બેટ્સમેન માહેલા જયવર્ધન અને કુમાર સંગાકારાએ 624 રનની ભાગીદારી કરીને ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- 2007 – વૈજ્ઞાનિકોએ એથેન્સમાં પ્રિ હિસ્ટોરિકા પીરિયડના હાથીદાંતની શોધ કરી.
- 2008 – ઇઝરાયેલના વડાપ્રધાન એહુદ ઓલમર્ટે સીરિયા સાથે શાંતિ વાટાઘાટોના ચોથા રાઉન્ડ માટે તેમના બે પ્રતિનિધિઓને તુર્કી મોકલ્યા.
- 2010 – સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે 122 દેશોના સમર્થનથી સ્વચ્છ પાણીને માનવ અધિકાર બનાવવા બિન-બંધનકર્તા ઠરાવ પસાર કર્યો. પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતની રાજધાની નાનજિંગ શહેરમાં એક પ્લાસ્ટિક અને કેમિકલ ફેક્ટરીમાં ગેસ પાઈપલાઈન લીક થયા બાદ થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 300 લોકો ઘાયલ થયા છે.
- 2018 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં 60 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા.
- 2018- ઈન્ડોનેશિયાના લોમ્બોક ટાપુમાં 6.4ની તીવ્રતાના ભૂકંપને કારણે 14 લોકોના મોત થયા હતા. ભારતના સૌરભ વર્માએ 2018ના રોજ વ્લાદિવોસ્તોકમાં રશિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી હતી.
આ પણ વાંચો | 28 જુલાઇનો ઇતિહાસ : વિશ્વ હિપેટાઇટિસ દિવસ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ
વિશ્વ વાઘ દિવસ (World Tiger Day)
વિશ્વ વાઘ દિવસ (World Tiger Day) સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અનુસાર સમગ્ર દુનિયામાં હાલ લગભગ 3890 છે, જેમાંથી સૌથી વધુ 3167 વાઘ ભારતમાં હતા. તેમના અસ્તિત્વ સામે સતત ખતરો રહે છે અને આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
વર્ષ 2010માં રશિયાના પીટર્સબર્ગમાં યોજાયેલા ટાઇગર કોન્ફરન્સમાં 29 જલાઇને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. બેફામ જંગલોનો નાશ અને શિકારના કારણ વાઘની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થયો છે. સમગ્ર વિશ્વમાં વાઘની ઘણી પ્રજાતિ જોવા મળે છે. જેમાં વાઘની 6 પ્રજાતિ મુખ્ય છે – તેમાં સાયબિરિયન વાઘ, બંગાળ વાઘ, ઇન્ડોચાઇનીઝ વાઘ, મલાયન વાઘ, સુમાત્રા વાઘ અને સાઉથ ચાઇના વાઘ મુખ્ય છે.
આ પણ વાંચો | 27 જુલાઇનો ઇતિહાસ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્થાપના દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ઉત્પલ કુમાર સિંહ (1960) – લોકસભાના મહાસચિવ છે.
- સી. નારાયણ રેડ્ડી (1931) – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત તેલુગુ ભાષાના પ્રખ્યાત કવિ.
- બાબાસાહેબ પુરંદરે (1922) – મરાઠી સાહિત્યકાર, નાટ્યકાર અને ઇતિહાસ લેખક હતા.
- ડેગ હેમરસ્કજોલ્ડ (1905) – સંયુક્ત રાષ્ટ્રના બીજા મહાસચિવ હતા.
- જે. આર. ડી. ટાટા (1904) – આધુનિક ભારતનો પાયો નાખનાર ઔદ્યોગિક હસ્તીઓમાં જે. આર. ડી. ટાટાનું નામ સર્વોપરી છે.
- એડુઅર્ડ ગૌબર્ટ (1894) – પુડુચેરી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા.
આ પણ વાંચો | 26 જુલાઇનો ઇતિહાસ : કારગિલ વિજય દિવસ, ભારતીય સૈનિકોએ પાકિસ્તાને યુદ્ધમાં ધૂળ ચટાડી
પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ
- વસુંધરા કોમકલી (2015) – ભારતીય શાસ્ત્રીય સંગીતકાર.
- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (1891) – પ્રખ્યાત સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્ય સેનાની.
- અરુણા અસફ અલી (1996)- ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર અગ્રણી મહિલા.
- એડવર્ડ ગિરેક (2001) – પોલેન્ડના પ્રથમ સચિવ હતા.
- જોની વોકર (2003) – ભારતના જાણીતા હાસ્ય કલાકાર
- મહારાણી ગાયત્રી દેવી (2009) – જયપુરના મહારાણી
- સ્નેહમયી ચૌધરી (2017) – પ્રખ્યાત હિન્દી કવયિત્રી
- વિન્સેન્ટ વાન ગો (1890) – નેધરલેન્ડના પ્રખ્યાત ચિત્રકાર.
આ પણ વાંચો | 25 જુલાઇનો ઇતિહાસ : વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ, આઇવીએફથી પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો