આજનો ઇતિહાસ 29 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, દુનિયાના કેટલા દેશોમાં ચિત્તા જોવા મળે છે?

Today History 29 Navember : આજે 29 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
November 29, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 29 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, દુનિયાના કેટલા દેશોમાં ચિત્તા જોવા મળે છે?
આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ દર વર્ષે 29 નવેમ્બરે ઉજવાય છે. (Photo - Freepik)

Today History 29 Navember : આજે 28 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ છે. ભારતમાં વિલુપ્ત થયેલા ચિત્તાને નામિબિયાથી આયાત કરીને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પુનર્વસનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતાનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. વર્ષ 1870માં બ્રિટનમાં ફરજિયાત શિક્ષણ કાયદો અમલમાં આવ્યો હતો. વર્ષ 1989માં તત્કાલીન ભારતીય વડાપ્રધાન રાજીવ ગાંધીએ રાજીનામું આપ્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

29 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1516 – ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડે ફ્રીબર્ગની શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1759 – દિલ્હીના બાદશાહ આલમગીર દ્વિતીયની હત્યા.
  • 1775 – સર જેમ્સ જેએ અદ્રશ્ય શાહીની શોધ કરી.
  • 1830 – પોલેન્ડમાં રશિયન શાસન સામે નવેમ્બર બળવો શરૂ થયો.
  • 1870 – બ્રિટનમાં ફરજિયાત શિક્ષણ કાયદો અમલમાં આવ્યો.
  • 1889 – બેંગલુરુના લાલબાગ ગાર્ડનમાં ‘ગ્લાસ હાઉસ’નો શિલાન્યાસ કરવામાં આવ્યો.
  • 1916 – અમેરિકાએ ડોમિનિકન રિપબ્લિકમાં માર્શલ લો લાદવાની જાહેરાત કરી.
  • 1944 – અલ્બેનિયા નાઝીઓના કબજામાંથી મુક્ત થયું.
  • 1949 – પૂર્વ જર્મનીમાં યુરેનિયમની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 3700 લોકો મૃત્યુ પામ્યા.
  • 1961 – વિશ્વના પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિન ભારત આવ્યા.
  • 1970 – હરિયાણા 100 ટકા ગ્રામીણ વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું.
  • 1987 – થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ નજીક કોરિયન એરલાઈનર ફ્લાઈટ 858માં વિસ્ફોટથી 115 લોકોના મોત થયા.
  • 1989 – તત્કાલીન ભારતીય વડાપ્રધાન રાજીવ ગાંધીએ રાજીનામું આપ્યું.
  • 1998 – કર્નલ કુરુ બાતાસયાલની આગેવાની હેઠળની ભારતીય સૈન્ય ટુકડીએ લેબનોનમાં યુનાઈટેડ નેશન્સ વચગાળાના દળ UNIFISH માં નોર્વેજીયન ટુકડીનું સ્થાન લીધું.
  • 1999 – મહારાષ્ટ્રના નારાયણ ગામમાં વિશ્વનું સૌથી મોટું મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ખુલ્યું.
  • 2001 – અફઘાન જૂથો વચગાળાની પરિષદ પર સંમત થયા.
  • 2004 – આસિયાન દેશોએ ચીન સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપ્યું.
  • 2006 – પાકિસ્તાને મધ્યમ અંતરની મિસાઈલ ‘હતફ-4’નું સફળ પરીક્ષણ કર્યું, જેને શાહીન-1 તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • 2007 – જનરલ અશરફ પરવેઝ કિઆનીએ પાકિસ્તાની સેનાના વડા તરીકે કમાન સંભાળી. પરવેઝ મુશર્રફે આગામી પાંચ વર્ષ માટે નાગરિક રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
  • 2008 – 60 કલાકના ઓપરેશન બાદ કમાન્ડોએ મુંબઈને આતંકવાદીઓથી મુક્ત કરાવ્યું. ભારતીય બોક્સર મેરી કોમે પાંચમી મહિલા AIBA વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી છે.
  • 2012 – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પેલેસ્ટાઈનને બિન-સભ્ય નિરીક્ષક રાજ્યનો દરજ્જો આપ્યો.

આ પણ વાંચો | 28 નવેમ્બરનો ઇતિહાસ : બ્રહ્માંડના ક્યા ગ્રહનો રંગ લાલ છે? રેડ પ્લાનેટ ડે કેમ ઉજવાય છે?

આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ (International Jaguar Day)

આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ (International Jaguar Day) દર વર્ષે 29 નવેમ્બરે ઉજવાય છે. ચિત્તા એ બિલાડી કુળનું હિંસક પ્રાણી છે. વિશ્વના બહુ ઓછા દેશોમાં ચિત્તા જોવા મળે છે. ચિત્તાનું વૈજ્ઞાનિક નામ પેંથેરા ઓંકા છે. ચિત્તા ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ન્વર્ઝેશન ઓફ નેચર (IUCN)ની અસ્તિત્વ જોખમમાં હોય તેવા પ્રાણીઓની યાદીમાં સામેલ છે. ચિત્તાને ઘણી વાર દિપડો સમજવામાં આવે છે. પરંતુ તેના શરીર પરના કાળા નિશાનથી તેને ઓળખી શકાય છે.

જૈવવિવિધતાના સંરક્ષણ, ટકાઉ વિકાસ અને મધ્ય અને દક્ષિણ અમેરિકાના સદીઓ જૂના સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે દર વર્ષે 29 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ઉજવવામાં આવે છે. તે અમેરિકાની સૌથી મોટી જંગલી બિલાડી છે. ભારતમાં વર્ષ 1950માં ચિત્તાને વિલુપ્ત ઘોષિત કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ વર્ષ 2022માં આફ્રિકન દેશ નામિબિયાથી ભારતમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવીને તેમની પુનર્વસનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દુનિયાના લગભગ 50 ટકા ચિત્તા એકલા બ્રાઝિલમાં જોવા મળે છે અને બાકીની વસ્તી 17 દેશોમાં રહે છે, જેમાંથી 8 એમેઝોન વરસાદી જંગલો ધરાવે છે, જેમાં પેરુ, બોલિવિયા, એક્વાડોર, કોલંબિયા, ગયાના, સુરીનામ, વેનેઝુએલા અને વિદેશી ફ્રેન્ચ ગુઆનાનો પ્રદેશ સમાવેશ થાય છે.

આ પણ વાંચો | 27 નવેમ્બરનો ઇતિહાસ : ગુરુનાનક જંયતિ; નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના કેમ કરવામાં આવી? મધુશાલાાના લેખક કોણ છે?

29 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગુરબચન સિંહ સાલારિયા (1935) – પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
  • અલી સરદાર જાફરી (1913) – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત કવિ.
  • ઠક્કર બાપ્પા (1869) – સમાજ સેવક.

આ પણ વાંચો | 26 નવેમ્બરનો ઇતિહાસ : 26/11 મુંબઇ આંતકવાદી હુમલાની 15મી વર્ષગાંઠ, ભારતીય બંધારણના જનક કોને કહેવાય છે?

29 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • ઈન્દિરા ગોસ્વામી (2010) – આસામી ભાષાના સાહિત્યકાર.
  • છબીલદાસ મહેતા (2008) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ગુજરાતના નવમા મુખ્યમંત્રી.
  • રોમેશ ચંદ્ર દત્ત (1909) – બંગાળી ઇતિહાસકાર.
  • જે. આર. ડી. ટાટા (1993) – આધુનિક ભારતનો પાયો નાખનાર ઔદ્યોગિક લિડર અને ટાટા ગ્રૂપના પૂર્વપ્રમુખ.
  • ઓટ્ટો ન્યુમેન (2015) – અમેરિકન સમાજશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી.
  • ઓમકારનાથ શ્રીવાસ્તવ (2002) – કવિ અને સમાચાર પ્રસારણકર્તા
  • આલમગીર દ્વિતીય (1759) – દિલ્હીના 16મા મુઘલ સમ્રાટ હતા, જેણે ઇ.સ. 1754 થી 1759 સુધી શાસન કર્યું હતું.

આ પણ વાંચો | 25 નવેમ્બરનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ મીટલેસ ડે કેમ ઉજવાય છે? સાધુ ટીએલ વાસવાણી કોણ હતા?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ