Today history આજનો ઇતિહાસ 29 સપ્ટેમ્બર : વિશ્વ હૃદય દિવસ કેમ ઉજવાય, હાર્ટ એટેકના દર્દીઓના સંખ્યામાં ચિંતાજનક વધારો

Today history 29 September : આજે 29 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હૃદય દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 29, 2023 22:37 IST
Today history આજનો ઇતિહાસ 29 સપ્ટેમ્બર : વિશ્વ હૃદય દિવસ કેમ ઉજવાય, હાર્ટ એટેકના દર્દીઓના સંખ્યામાં ચિંતાજનક વધારો
વિશ્વ હૃદય દિવસ દર વર્ષે 29 સપ્ટેમ્બરે ઉજવાય છે. (Photo : iegujarati)

Today history 29 September : આજે 29 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદય સંબંધિત બીમારીઓ અને હાર્ટ એટેકના રોગ વિશે જાગૃતિ લાવવા હેતુ વર્લ્ડ હાર્ટ ડે ઉજવાય છે. હાલ દુનિયામાં હૃદય રોગના દર્દીઓની સંખ્યામાં ચિતાજનક દર વધારો થઇ રહ્યો છે, જેની પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

29 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1650 – ઈંગ્લેન્ડમાં પ્રથમ મેરેજ બ્યુરો શરૂ થયો.
  • 1789 – અમેરિકાના યુદ્ધ વિભાગે સ્થાયી સૈન્યની સ્થાપના કરી.
  • 1836 – મદ્રાસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના.
  • 1911 – ઇટાલીએ ઓટ્ટોમન સામ્રાજ્ય સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1915 – પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ સંદેશ ટેલિફોન દ્વારા મોકલવામાં આવ્યો હતો.
  • 1927 – અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટેલિફોન સેવા શરૂ થઈ.
  • 1959 – આરતી સાહાએ અંગ્રેજી ચેનલ પાર કરી.
  • 1962 – કોલકાતામાં બિરલા પ્લેનેટોરિયમ ખોલવામાં આવ્યું.
  • 1971 – બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે લગભગ 10 હજાર લોકોના મોત થયા.
  • 1977 – સોવિયેત સંઘે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્પેસ સ્ટેશન સેલ્યુટ 6 ની સ્થાપના કરી.
  • 1970 – ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દુલ નાસીરનું અવસાન થયું.
  • 2000 – ચીનની મુંચોનાક કોલસાની ખાણમાં 100 લોકોના મોત થયા.
  • 2001 – સંયુક્ત રાષ્ટ્રે આતંકવાદ વિરોધી અમેરિકન ઠરાવ પસાર કર્યો.
  • 2002 – બુસાનમાં 14મી એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન.
  • 2003 – ઈરાને તેનો યુરેનિયમ શુદ્ધિકરણ કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
  • 2006 – વિશ્વની પ્રથમ મહિલા અવકાશ પ્રવાસી, ઈરાનમાં જન્મેલી યુએસ નાગરિક અનુશેહ અંસારી પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત આવી.
  • 2009 – ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશનની નવીનતમ રેન્કિંગમાં, બિજેન્દરને 75 કિગ્રામાં 2700 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો | 28 સપ્ટેમ્બરનો ઇતિહાસ : શહીદ ભગતસિંહ અને લતા મંગેશકરની જન્મજયંતિ, વિશ્વ હડકવા દિવસ કેમ ઉજવાય છે?

વિશ્વ હૃદય દિવસ (World Heart Day)

વિશ્વ હૃદય દિવસ (World Heart Day) દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. હૃદય એ માનવ શરીરનું મુખ્ય અંગ છે અને જો તેની કામગીરીમાં વિક્ષેપ પડે કે કાર્ય કરવાનું બંધ કરે તો વ્યક્તિની મૃત્યુ પણ થઇ શકે છે. ખરાબ જીવનશૈલી અને અસંતુલિત આહાર-વિહારના કારણે સમગ્ર વિશ્વમાં હૃદયરોગના પીડિતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ ફાસ્ટ લાઈફમાં લોકોને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો મોકો મળતો નથી, જેની તેમને મોટી કિંમત ચૂકવવી પડે છે. કાર્ડિયોલોજિસ્ટના મતે હ્રદય રોગ કોઈને પણ કોઈપણ ઉંમરે થઈ શકે છે, તેના માટે કોઈ ચોક્કસ ઉંમર નથી. સ્ત્રીઓને હ્રદયરોગ થવાની સંભાવના વધુ હોય છે, તેમ છતાં તેઓ આ રોગના જોખમોને અવગણે છે. આજના વ્યસ્ત જીવનમાં, હૃદય સૌથી વધુ ભાર સહન કરે છે. તનાવ, થાક, પ્રદૂષણ વગેરે જેવા અનેક કારણોને લીધે લોહીની પરિભ્રમણ કરતા આ અત્યંત મહત્વપૂર્ણ અંગને તેની કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે. આથી લોકોમાં હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પ્રેરિત કરવા અને જાગૃત ફેલાવવા માટે વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો | 27 સપ્ટેમ્બરનો ઇતિહાસ : આજે ગૂગલનો જન્મદિન, વિશ્વ પ્રવાસન દિવસ કેમ ઉજવાય છે?

29 સપ્ટેમ્બરની જન્મજયંતિ

  • એસ. એચ. કાપડિયા (1947) – ભારતના 38મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • મીના કાકોડકર (1944) – કોંકણી ભાષાના જાણીતા લેખક.
  • મોહમ્મદ ખતામી (1943) – ઈરાનના પાંચમા રાષ્ટ્રપતિ
  • મેહમૂદ (1932) – પ્રખ્યાત હાસ્ય કલાકાર.
  • સત્યવ્રત શાસ્ત્રી (1930) – સંસ્કૃત ભાષાના વિદ્વાન અને મહત્વપૂર્ણ બૌદ્ધિક લેખક.
  • બ્રિજેશ મિશ્રા (1928) – ભારતના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર.
  • રોબર્ટ ક્લાઈવ (1725) – ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ભારતમાં નિયુક્ત કરાયેલા પ્રથમ ગવર્નર હતા.

આ પણ વાંચો | 26 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ મુકબધીર દિવસ અને પરમાણુ હથિયાર નાબૂદી દિવસ કેમ ઉજવાય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કોણ હતા?

29 સપ્ટેમ્બરની પૃણ્યતિથિ

  • કે. સી. શિવશંકર (2020) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર અને કાર્ટૂનિસ્ટ.
  • ટોમ ઓલ્ટર (2017) – ભારતીય ફિલ્મ અભિનેતા.
  • બાલામણિ અમ્મા (2004) – મલયાલમ ભાષાના પ્રખ્યાત કવિ.
  • ગોપાલ સેન (1944) – પશ્ચિમ બંગાળના પ્રખ્યાત ક્રાંતિકારી
  • માતંગિની હજારા (1942) – ભારતના મહિલા ક્રાંતિકારી.

આ પણ વાંચો | 25 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અને અંત્યોદય દિવસ કેમ ઉજવાય છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોણ હતા?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ