આજનો ઇતિહાસ 3 ફેબ્રુઆરી : ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલીની જન્મજયંતિ, પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું?

Today history 3 February : આજે 3 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસીની ગાંગુલીની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (3 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 03, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 3 ફેબ્રુઆરી : ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલીની જન્મજયંતિ, પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું?
Suhasini Ganguly : આજે ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસીની ગાંગુલીની જન્મજયંતિ છે.

Today history 3 February : આજે તારીખ 3 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસીની ગાંગુલીની જન્મજયંતિ છે. હાલ બાંગ્લાદેશમાં આવેલા ઢાકામાં 3 ફેબ્રુઆરી, 1909માં જન્મેલા સુહાસિની ગાંગુલીનો એક માત્ર સપનું હતું ભારતની આઝાદી.દિવસ દરમિયાન એક શિક્ષિકા બનીને રહેતા સુહાસિની ગાંગુલી ક્રાંતિકારીઓમાં સુહાસિની દીદી તરીકે જાણીતા હતા. વર્ષ 1942ના આંદોલનમાં અંગ્રેજોઓ તેમને જેલમાં કેદ કર્યા અને વર્ષ 1945માં મુક્ત થયા હતા. તેમનું અવસાન 23 માર્ચ, 1965માં થયુ હતુ.

ઉપરાંત વર્ષ 1988માં આજના દિવસે પ્રથમ પરમાણુ સબમરીન (INS ચક્ર) ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી. પ્રખ્યાત વ્યક્તિઓ અને સેલિબ્રિટીની વાત કરીયે તો રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, રાખી સાવંત, રીમા લાગુ, વહીદા રહેમાન, દીપ્તિ નવલનો આજે બર્થ ડે છે. તો પાકિસ્તાન નામ આપનાર ચૌધરી રહમત અલીનું વર્ષ 1951માં આજના દિવસે અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (3 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

3 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1760 – સદાશિવ રાવ ભાઉના નેતૃત્વમાં મરાઠા સેનાએ ઉદગીરના યુદ્ધમાં નિઝામને ખરાબ રીતે પરાજીત કર્યો હતો.
  • 1815 – વિશ્વની પ્રથમ ચીઝ ઉત્પાદન ફેક્ટરી સ્વિટ્ઝર્લૅન્ડમાં ખોલવામાં આવી હતી.
  • 1916 – બનારસ હિન્દુ યુનિવર્સિટીની શરૂઆત.
  • 1925 – ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક સંચાલિત ટ્રેન સેવા મુંબઈથી કુર્લા વચ્ચે શરૂ થઈ.
  • 1934 – પ્રથમ વખત એરોપ્લેનમાંથી પાર્સલ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ. તેને શરૂ કરનાર કંપની આજે લુફ્થાન્સા તરીકે ઓળખાય છે.
  • 1942 – જાવા પર પહેલીવાર જાપાને હવાઈ હુમલો કર્યો.
  • 1945 – રશિયા બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સામેના યુદ્ધમાં જોડાવા સંમત થયું.
  • 1954- અલ્હાબાદ કુંભ મેળામાં અકસ્માતમાં 500 થી વધુ લોકોના મોત થયા.
  • 1969 – તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સી.એન. અન્નાદુરાઈનું અવસાન થયું.
  • 1970 – તાલચેર ખાતે ભારતના પ્રથમ અને વિશ્વના સૌથી મોટા કોલસા આધારિત ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
  • 1972 – એશિયામાં સૌપ્રથમ વખત વિન્ટર ઓલિમ્પિક્સ જાપાનના સપારોમાં યોજાઈ.
  • 1988 – પ્રથમ પરમાણુ સબમરીન (INS ચક્ર) ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી.
  • 1999 – વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 29મી વાર્ષિક બેઠક દાવોસ (સ્વિત્ઝરલેન્ડ)માં પૂર્ણ થઈ.
  • 2003 – ભારતે ઉઝબેકિસ્તાન સાથે આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી.
  • 2005-ભારતીય મૂળના પ્રથમ સાંસદ દલીપ સિંહ સોંદને સમ્માનિત કરવા માટે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં લાવવામાં આવેલ બિલને સામાન્ય મંતવ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
  • 2006-ઇજિપ્તનું જહાજ અલ સલામ-98 લાલ સમુદ્રમાં ડૂબી ગયું.
  • 2007 – ચીને એક મલ્ટીપર્પઝ નેવિગેશન સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મૂક્યો છે. ઈરાકની રાજધાની બગદાદના એક માર્કેટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 135 લોકોના મોત થયા છે.
  • 2008 – કવિ ગુરુ રવીન્દ્ર નાથ ટાગોરનું ચોરાયેલું નોબેલ પુરસ્કાર બાંગ્લાદેશમાં હોવાના સંકેત મળ્યા.
  • ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારતીય કંપનીનો 11 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર મળી આવ્યો હતો.
  • 2009 – ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગરીબી નાબૂદી માટે એક નવી ફોર્મ્યુલા બનાવી. ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ IPLની ટીમ રાજસ્થાન રોયલ્સમાં હિસ્સો ખરીદ્યો છે. GAIL India Limited અને IFFCO એ કુદરતી ગેસના ક્ષેત્ર સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 2012 – સાત ભારતીય અમેરિકનોએ ‘ઇન્ટરનેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ’ના 40 ફાઇનલિસ્ટની યાદીમાં સ્થાન મેળવ્યું. યુનાઇટેડ સ્ટેટ્સમાં હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે તે સૌથી પ્રતિષ્ઠિત વિજ્ઞાન અને ગણિત સ્પર્ધા છે.
  • 2018-ભારત ચોથી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા બન્યું.

આ પણ વાંચો | 2 ફેબ્રુઆરીનો ઇતિહાસ : વિશ્વ વેટલેન્ડ દિવસ કેમ ઉજવાય છે, પ્રકૃતિ માટે વેટલેન્ડ કેમ જરૂરી છે?

3 ફેબ્રુઆરી – મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • દૂતી ચંદ (1996) – ભારતની ઇન્ટરનેશનલ સ્પ્રિન્ટ અને વર્તમાન રાષ્ટ્રીય 100 મીટર ઈવેન્ટની મહિલા ખેલાડી.
  • રઘુરામ રાજન (1964) – ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી.
  • રામ સિંહ (1816) – ‘નામધારી સંપ્રદાય’ના સ્થાપક
  • રાખી સાવંત (1980) – બોલીવુડ સેલિબ્રિટી
  • સિલંબરસન રાજેન્ (1983) – ભારતીય તમિલ અભિનેતા
  • રીમા લાગુ (1958) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી હતી.
  • દીપ્તિ નવલ (1952) – એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી છે.
  • વહીદા રહેમાન (1938) – ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
  • સુહાસિની ગાંગુલી (1909) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની હતા.

આ પણ વાંચો | 1 ફેબ્રુઆરી ઇતિહાસ : ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ શું છે?

3 ફેબ્રુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • હુકુમ સિંહ (2018) – ભારતીય રાજકારણી અને હરિયાણાના મુખ્યમંત્રી હતા.
  • દેવીદાસ ઠાકુર (2007) – ભારતીય રાજકારણી અને આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
  • સી.એન. અન્નાદુરાઈ (1969) – પ્રખ્યાત રાજકારણી અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • અલ્લા રખા ખાન (2000) – જાણીતા તબલા વાદક, ભારતના પ્રખ્યાત સંગીતકાર.
  • રાધાકૃષ્ણ (1979) – હિન્દીના સફળ વાર્તા લેખક.
  • બલરામ જાખડ (2016) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા.
  • ચૌધરી રહેમત અલી (1951) – પાકિસ્તાનની માંગ કરનારા પ્રથમ સમર્થકો પૈકીના એક હતા.
  • મોહમ્મદ અલીમુદ્દીન (1983) – મણિપુરના ભૂતપૂર્વ ત્રીજા મુખ્યમંત્રી હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ