Today history 3 july: આજે 3 જુલાઇ 2023 (3 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિગ બેગ મુક્ત દિવસ છે, આ દિવસ 2009થી ઉજવાય છે. પ્લાસ્ટિગથી જળ-જમીન પર પ્રદુષણ ફેલાય છે અને તે એક ગંભીર સમસ્યા બની ગઇ છે. આજે હિન્દી ફિલ્મ નિર્માતા રાજ કપૂર અને કોરિયોગ્રાફર સરોજ ખાનની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
3 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1972 – ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી શિમલા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- 1989 – સોવિયેત સંઘના ભૂતપૂર્વ પ્રમુખ આન્દ્રે ગ્રોમીકોનું અવસાન થયું.
- 1992 – રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં પૃથ્વી પરિષદની શરૂઆત.
- 1999 – કુવૈતમાં 50 સભ્યોની સંસદીય ચૂંટણીઓ પૂર્ણ થઈ.
- 2000 – લાયસેનિયા કારસે ફિજીના વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત.
- 2004 – રશિયાની મારિયા શારાપોવા મહિલા વિમ્બલ્ડન ચેમ્પિયન બની.
- 2005 – મહેશ ભૂપતિ અને મેરી પિયર્સે વિમ્બલ્ડન ટેનિસનું મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું.
- 2006 – ભારતીય ક્રિકેટ ટીમ કેરેબિયન ટાપુ પર 35 વર્ષ પછી પ્રથમ વખત જીતી. સ્પેને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આશા વ્યક્ત કરી હતી.
- 2007 – વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીએ તેમની પત્ની પદ્મા લક્ષ્મીથી છૂટાછેડાની ઘોષણા કરી.
- 2008 – ન્યૂયોર્કમાં દલિતોનું સંમેલન શરૂ થયું.
- 2017 – અચલ કુમાર જ્યોતિને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
આ પણ વાંચોઃ 2 જુલાઇ: વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ, વર્લ્ડ યુએફઓ ડે
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષ 3 જુલાઇના રોજ ઉજવાય છે. હાલ સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે. પ્લાસ્ટિકથી જળ અને જમીન પ્રદુષણ ફેલાય છે કારણ કે તેનો નાશ થવામાં 100-200 વર્ષ જેટલો સમય લાગે છે. દુનિયાભરમાં પ્લાસ્ટિકની બેગનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને તેનાથી પ્રદુષણની ગંભીર સમસ્યા ઉભી થઇ છે.
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિગ બેગ મુક્ત દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2009થી થઇ છે. તે એક વૈશ્વિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંદ કરવાનો છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે, જેમાં પ્લાસ્ટિકની 19 જેટલી પ્રોડક્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ 1 જુલાઇ: રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નો સ્થાપના દિન
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- દિગેન્દ્ર સિંહ (1969) – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતના બહાદુર સૈનિક.
- આરતી સિંહ રાવ (1979) – ભારતના નિશાનેબાજ ખેલાડી.
- શાહ શુજા (મુગલ) (1616) – મુગલ સમ્રાટ શાહજહાંનો પુત્ર
- રોહિન્ટન મિસ્ત્રી (1952) – એક પ્રખ્યાત ભારતીય કેનેડિયન નવલકથાકાર
- અદૂર ગોપાલકૃષ્ણન (1941) – મલયાલમ સિનેમા અને ભારતના ટોચના ફિલ્મ નિર્માતા.
- હંસા મહેતા (1897) – ભારતના પ્રખ્યાત સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણશાસ્ત્રી.
- હબીબ ઉર રહેમાન લુધિયાનવી (1892) – ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.
- રામચંદ્ર દત્તાત્રેય રાનડે (1886) – ફિલસૂફીના પ્રખ્યાત વિદ્વાન અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં ફિલસૂફી વિભાગના અધ્યક્ષ હતા
આ પણ વાંચોઃ 30 જૂન : સંથાલ હૂલ ક્રાંતિ દિવસ, આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સરોજ ખાન (2020) – ભારતના પ્રખ્યાત કોરિયોગ્રાફ2.
- સુદર્શન અગ્રવાલ (2019) – ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને સિક્કિમના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
- યોગેશ કુમાર સભરવાલ (2015)- ભારતની સર્વોચ્ચ અદાલતના 36મા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ.
- કેદાર પાંડે (1982) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી.
- મનોજ કુમાર પાંડે (1999) – ભારતીય સૈનિક પરમવીર ચક્રથી સન્માનિત
- રાજ કુમાર (1996) – હિન્દી ફિલ્મ અભિનેતા.
- મોહમ્મદ ઉસ્માન (1948) – ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રથમ યુદ્ધ (1947-48)માં શહીદ થયા હતા.
આ પણ વાંચોઃ 29 જૂનનો ઇતિહાસ : નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે, પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પી.સી. મહાલનોબિસનો જન્મદિવસ





