આજનો ઇતિહાસ 3 જૂન : વિશ્વ સાયકલ દિવસ – પર્યાવરણની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

Today history 3 june : આજે 3 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સાયકલ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
June 03, 2023 06:44 IST
આજનો ઇતિહાસ 3 જૂન : વિશ્વ સાયકલ દિવસ – પર્યાવરણની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક
વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે 3 જૂનના રોજ ઉજવાય છે.

Today history 3 june : આજે 3 જૂન 2023 (3 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ બાયસિકલ ડે છે. આજના દિવસે સાયકલથી આરોગ્યની સાથે સાથે પર્યાવરણને થતા ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (3 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

3 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1918 – ગાંધીજીની અધ્યક્ષતામાં ઈન્દોરમાં ‘હિન્દી સાહિત્ય સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં પસાર થયેલા ઠરાવ દ્વારા હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી.
  • 1994 – ભારત સહાયતા ક્લબનું નામ બદલીને ‘ભારત સહાયતા મંચ’ રાખવામાં આવ્યું.
  • 1999 – હૉવરક્રાફ્ટ પ્લેનના શોધક ક્રિસ્ટોફર કાકરાઇલનું મૃત્યુ, યુગોસ્લાવિયા દ્વારા કોસોવો શાંતિ યોજનાને મંજૂરી, ઇજિપ્તના રાષ્ટ્રપતિ હુસ્ની મોબારક સતત ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • 2004 – કેન ફોર્ડ નાસાની સ્પેસ એક્સપ્લોરેશન પેનલના નેતા બન્યા.
  • 2005 – ફ્રાંસે સુરક્ષા પરિષદમાં ભારતના દાવાને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો.
  • 2008 – તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવે પેટાચૂંટણીમાં કારમી હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેન્દ્ર સરકારે સિમેન્ટ નિકાસ પર રિફંડ માટે આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું ડિસ્કવરી વ્હીકલ જાપાનીઝ લેબોરેટરી સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું. વૈજ્ઞાનિકોને સૌરમંડળની બહાર અત્યાર સુધીનો સૌથી નાનો ગ્રહ મળ્યો છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 2 જૂન : તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસ

વિશ્વ સાયકલ દિવસ

વિશ્વ સાયકલ દિવસ દર વર્ષ 3 જૂનના રોજ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2018માં 3 જૂનને વર્લ્ડ બાયસિકલ ડે તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. આજના આધુનિક સમયમાં પણ સાયકલ લોકપ્રિય વાહન છે. દુનિયાભરમાં પર્યવારણ- પ્રદૂષણની સમસ્યા અને લોકોના આરોગ્ય સામે જોખમ વધી રહ્યા છે તેવા સમયે ફરી ‘સાયકલ’ના ફાયદાઓ યાદ કરાવવામાં આવી રહ્યા છે. સાયકલ પર્યાવરણ અને આરોગ્ય બંને માટે ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ 1 જૂનનો ઇતિહાસ : વર્લ્ડ મિલ્ક ડે, વિશ્વ બાળ સુરક્ષા દિવસ – બાળકોના અધિકારોનું રક્ષણ કરવું જરૂરી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • તૃપ્તિ મુર્ગંડે (1982) – ભારતના બેડમિન્ટન ખેલાડી જે સિંગલ્સ અને ડબલ્સ ગેમ્સ રમે છે.
  • તલારી રંગૈયા (1970) – આંધ્ર પ્રદેશના રાજકારણી છે.
  • રૂમા પાલ (1941) – ભારતના પ્રખ્યાત મહિલા ન્યાયાધીશ.
  • જ્યોર્જ ફર્નાન્ડિસ (1930) – ભૂતપૂર્વ ટ્રેડ યુનિયન નેતા હતા, ભારતના પૂર્વ રક્ષામંત્રી હતા.
  • ચીમનભાઈ પટેલ (1929) – ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • એમ. કરુણાનિધિ (1924) – તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • પણીકર કે. એમ. (1895) – મૈસુર (કર્ણાટક)ના જાણીતા નેતા, રાજદ્વારી અને વિદ્વાન.
  • હરવિલાસ શારદા (1867) – ભારતના પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, રાજકારણી, સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી અને લેખક હતા.
  • બાલકૃષ્ણ ભટ્ટ (1844) – આધુનિક હિન્દી સાહિત્યના મોખરાના લેખક હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 31 મે : વર્લ્ડ નો ટેબેકો ડે; અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ભજન લાલ (2011) – હરિયાણાના ત્રણ વખતના મુખ્યમંત્રી હતા.
  • ત્રિભુવનદાસ કૃષિભાઈ પટેલ (1994) – સામુદાયિક નેતા.
  • વિગો કેમ્પમેન (1976) – ડેનમાર્કના સોશિયલ ડેમોક્રેટ્સના નેતા હતા.
  • મુનિ જિનવિજય (1976) – પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધક, સંપાદક અને વાચક હતા.
  • કૃષ્ણ વલ્લભ સહાય (1974) – બિહારના મુખ્યમંત્રી અને સ્વતંત્રતા સેનાની.
  • વી.વી. સુબ્રમણ્ય ઐયર (1925) – સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી દેશભક્ત હતા.

આ પણ વાંચોઃ 30 મેનો ઇતિહાસ : ગોવા રાજ્ય સ્થાપના દિવસ, હિન્દી પત્રકારત્વ દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ