Today history 3 october : આજે 3 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતની પ્રથમ અને વિશ્વની બીજી ટેસ્ટ ટ્યૂબ બેબીનો જન્મ થયો હતો, જેનું નામ કનુપ્રિયા અગ્રવાલ છે. વર્ષ 1977માં ભારતના પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1923માં ભારતની ભારતની પ્રથમ મહિલા સ્નાતક અને પ્રથમ મહિલા ચિકિત્સક કાદમ્બિની ગાંગુલીનું અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
3 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1831 – મૈસુર (હાલ મૈસુર) બ્રિટન દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.
- 1880 – પ્રથમ મરાઠી મ્યુઝિકલ નાટક ‘સંગીત શાકુંતલ’ પુણેમાં રજૂ કરાયું.
- 1932 – ઇરાક યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
- 1977 – ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી.
- 1978 – કલકત્તા (હાલ કોલકાતા)માં પ્રથમ અને વિશ્વની બીજી ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હતો, જેનું નામ કનુપ્રિયા અગ્રવાલ છે.
- 1984 – ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન હિમસાગર એક્સપ્રેસ કન્યાકુમારીથી જમ્મુ તાવી સુધી શરૂ કરવામાં આવી.
- 1992 – ગીત સેઠીએ વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતી.
- 1994 – ભારતે ઔપચારિક રીતે સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે પોતાનો દાવો રજૂ કર્યો.
- 1995 – ચીન અને ઈંગ્લેન્ડ વચ્ચે હોંગકોંગના સરળ ટ્રાન્સફર અંગેનો કરાર.
- 1999 – પરમાણુ સામગ્રીની હિલચાલ અને પરમાણુ અકસ્માતોને રોકવા માટે અમેરિકા અને રશિયાએ સંયુક્ત કટોકટી કેન્દ્રની સ્થાપના કરી.
- 2002 – વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, યુએસ પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરની સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી હતી.
- 2003 – પાકિસ્તાને હાફ તૃત્તિય મિસાઇલનું પરીક્ષણ કર્યું.
- 2004 – લશ્કર-એ-તૈયબાનના રાજકીય સંગઠનના બે ભાગલા પડ્યા.
- 2008- ટાટા મોટર્સના ચેરમેન રતન ટાટાએ નેનો કાર પ્રોજેક્ટને સિંગુરથી અન્ય સ્થળે ખસેડવાની જાહેરાત કરી હતી.
- 2013 – ઇટાલિયન ટાપુ લેટપેડુસા પાસે બોટ ડૂબી જતાં લગભગ 134 લોકોનાં મોત થયાં.
આ પણ વાંચો : આજનો ઇતિહાસ 30 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ કેમ ઉજવાય છે? સેન્ટ જેરોમ કોણ હતા?
3 ઓક્ટોબરની જન્મજયંતિ
- નિષાદ કુમાર (1999) – ભારતના હાઈ જમ્પ પેરા એથલીટ.
- ગજેન્દ્ર સિંહ શેખાવત (1967) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- સુબીર ગોકર્ણ (1959) – ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા.
- દીપક મિશ્રા (1953) – ભારતના 45મા મુખ્ય ન્યાયાધીશ.
- જે. પી. દત્તા (1949) – ભારતીય ફિલ્મ નિર્દેશક
- અમૃતલાલ વેગડ (1928) – પ્રખ્યાત સાહિત્યકાર, ચિત્રકાર અને નર્મદા પ્રેમી હતા.
- પી. પરમેશ્વરન (1927) – જનસંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ, પીઢ લેખક, કવિ અને પ્રખ્યાત સંઘ વિચારક હતા.
- લક્ષ્મી નારાયણ સાહુ (1890) – ઓરિસ્સાના સામાજિક કાર્યકર અને જાહેર કાર્યકર.
આ પણ વાંચો | 29 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ હૃદય દિવસ કેમ ઉજવાય, હાર્ટ એટેકના દર્દીઓના સંખ્યામાં ચિંતાજનક વધારો
3 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- ઘનશ્યામ નાયક (2021) – એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા હતા.
- કાદમ્બિની ગાંગુલી (1923) – ભારતની પ્રથમ મહિલા સ્નાતક અને પ્રથમ મહિલા ચિકિત્સક.
- અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર (1953) – પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, વકીલ અને શિક્ષણશાસ્ત્રી હતા.
- એમ.એન. વિજયન (2007) – ભારતીય લેખક
આ પણ વાંચો | 28 સપ્ટેમ્બરનો ઇતિહાસ : શહીદ ભગતસિંહ અને લતા મંગેશકરની જન્મજયંતિ, વિશ્વ હડકવા દિવસ કેમ ઉજવાય છે?