Today history આજનો ઇતિહાસ 30 ઓગસ્ટ: લઘુ ઉદ્યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસનું મહત્વ જાણો

Today history 30 August: આજે 30 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
August 30, 2023 04:30 IST
Today history આજનો ઇતિહાસ 30 ઓગસ્ટ: લઘુ ઉદ્યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસનું મહત્વ જાણો
રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ દર વર્ષે 30 ઓગસ્ટે ઉજવાય છે.

Today history 30 August: આજે 30 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ છે. ભારતના આર્થિક વિકાસમાં નાના ઉદ્યોગો મોટી ભૂમિકા ભજવે છે. હિન્દુ પંચાંગ અનુસાર ભારતમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. આજે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ છે. વર્ષમાં 1928 ભારતમાં ઈન્ડિપેન્ડન્સ ઓફ ઈન્ડિયા લીગની સ્થાપના થઈ હતી. વર્ષ 1947માં ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડૉ. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

30 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1659 – દારા શિકોહને ઔરંગઝેબે ફાંસી આપી હતી.
  • 1682 – વિલિયમ પેન ઇંગ્લેન્ડથી રવાના થયા અને ત્યારબાદ અમેરિકામાં પેન્સિલવેનિયા કોલોનીની સ્થાપના કરે છે.
  • 1780 – જનરલ બેનેડિક્ટ આર્નોલ્ડ વેસ્ટ પોઈન્ટ ફોર્ટ ખાતે બ્રિટિશ દળોને શરણાગતિ આપવાનું વચન આપે છે.
  • 1806 – ન્યૂયોર્ક સિટીનું બીજું દૈનિક અખબાર ‘ડેઈલી એડવર્ટાઈઝર’ છેલ્લી વખત પ્રકાશિત થયું.
  • 1928 – ભારતમાં ઈન્ડિપેન્ડન્સ ઓફ ઈન્ડિયા લીગની સ્થાપના થઈ.
  • 1947 – ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડૉ. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી.
  • 1951 – ફિલિપાઇન્સ અને અમેરિકા એ સંરક્ષણ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1984 – અવકાશયાન ‘ડિસ્કવરી’ એ પ્રથમ વખત ઉડાન ભરી.
  • 1991 – અઝરબૈજાને સોવિયેત યુનિયનથી તેની સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • 1999 – પૂર્વ તિમોરની સ્વતંત્રતા માટે લોકમત પૂર્ણ થયો.
  • 1999 – પૂર્વ તિમોરના રહેવાસીઓએ ઇન્ડોનેશિયાથી સ્વતંત્રતા માટે જંગી મતદાન કર્યું. સંયુક્ત રાષ્ટ્રએ 4 સપ્ટેમ્બરના રોજ પરિણામ જાહેર કર્યું.
  • 2002 – કોનોકો ઇન્ક. અને ફિલિપ્સ પેટ્રોલિયમ મર્જ કરીને કોનોકોફિલિપ્સની રચના કરી. તે યુ.એસ.માં ત્રીજી સૌથી મોટી સંકલિત ઊર્જા કંપની અને બીજી સૌથી મોટી રિફાઇનિંગ કંપની હતી.
  • 2003 – રશિયન સબમરીન બેરેન્ટ્સ સમુદ્રમાં ડૂબી, નવના મોત, ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ સેલિંગમાં ગોલ્ડ જીત્યો. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ ત્રીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.
  • 2014 – દક્ષિણ આફ્રિકાના દેશ લેસોથોના વડાપ્રધાન, ટોમ થાબેને લશ્કર દ્વારા કથિત બળવાના પ્રયાસો પછી દક્ષિણ આફ્રિકા ભાગી ગયા.

આ પણ વાંચો |  29 ઓગસ્ટનો ઇતિહાસ: ભારતના હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી

રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day)

રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ઉજવાય છે. ભારત જેવા વિકાસશીલ દેશના આર્થિક વિકાસમાં નાના ઉદ્યોગો મોટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતના સાર્વત્રિક આર્થિક વિકાસમાં તેના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સરકાર તરફથી નીતિગત સહાય લઘુ ઉદ્યોગની વૃ્દ્ધિ અને વિકાસમાં મદદરૂપ અને સાનુકૂળ રહે છે. ભારતમાં 1,05,21,190 સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે.

આ પણ વાંચો | 28 ઓગસ્ટનો ઇતિહાસ: રેડિયો કોમર્શિયલ ડે, શહીદ કેપ્ટન અર્જુન નય્યરની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • જેસ્મિન લેમ્બોરિયા (2001) – ભારતના મહિલા બોક્સર.
  • રવિશંકર પ્રસાદ (1954) – એક વકીલ અને રાજકારણી છે.
  • શૈલેન્દ્ર (1923) – હિન્દી ફિલ્મોના ગીતકાર.
  • વિનાયક આચાર્ય (1918) – ઓડિશાના 9મા મુખ્યમંત્રી હતા.
  • નેન્સી વેક (1912) – બીજા વિશ્વ યુદ્ધના પ્રખ્યાત મહિલા યોદ્ધા હતા.
  • ભગવતીચરણ વર્મા (1903) – હિન્દી સાહિત્યના પ્રખ્યા લેખક.
  • બીર ભાન ભાટિયા (1900) – એક ભારતીય ડૉક્ટર હતા.
  • સરદાર હુકમ સિંહ (1895) – ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ
  • કનૈયાલાલ દત્ત (1888) – ભારતની આઝાદી માટે ફાંસી પર લટકનાર અમર શહીદ.
  • જહાંગીર (સલિમ) (1559) – અકબરનો પુત્ર અને મુઘલ વંશનો શાસક.

આ પણ વાંચો | 27 ઓગસ્ટનો ઇતિહાસ: રાષ્ટ્રીય પેટ્રોલિયમ દિવસ, સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબ સ્થાપિત કરાયા

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બિપિન ચંદ્ર (2014) – પ્રખ્યાત ઇતિહાસકાર
  • કૃષ્ણ કુમાર બિરલા (2008) – જાણીતા ઉદ્યોગપતિ
  • દારા શિકોહ (1659) – મુગલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝ મહેલનો સૌથી મોટો પુત્ર હતો.
  • ઓસ્બોર્ન સ્મિથ (1952) – ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર.
  • જી.પી. શ્રીવાસ્તવ (19760 – હિન્દી લેખક હતા.

આ પણ વાંચો |  26 ઓગસ્ટનો ઇતિહાસ: મહિલા સમાનતા દિવસ, મધર ટેરેસાની જન્મજયંતિ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ