scorecardresearch

Today history 30 January: આજનો ઇતિહાસ : 30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ કુષ્ઠ દિવસ

Today history 30 January : આજે 30 જાન્યુઆરી, 2023 (30 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (mahatma gandhi death anniversary) પુણ્યતિથિ છે જેને ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે. ઉપરાંત આજે વિશ્વ કુષ્ઠ દિવસ (World Leprosy Day) છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 30 January: આજનો ઇતિહાસ : 30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ કુષ્ઠ દિવસ

Today history 30 January : આજે તારીખ 30 જાન્યુઆરી, 2023 (30 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્ષ 1948માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (mahatma gandhi)ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની યાદીમાં ભારતમાં આજનો દિવસ બલિદાન દિવસ તરીકે યાદ કરાય છે. સાથે સાથે આજે વિશ્વ કુષ્ઠ દિવસ (World Leprosy Day) પણ છે. ઉપરાંત આજે ભારતમાં “હરિયાળી ક્રાંતિના પિતા” સી. સુબ્રહ્મણ્યમ (c subramaniam) અને ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર અમૃતા શેરગીલનો (amrita shergil) જન્મદિવસ પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history ) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

30 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1522 – લ્યુબેક અને ડેનમાર્ક વચ્ચે યુદ્ધ.
  • 1641 – પોર્ટુગલે મલક્કાની ખાડી અને મલાયા ડચને સોંપી દીધા.
  • 1648 – સ્પેન અને હોલેન્ડ વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1649 – ઈંગ્લેન્ડના સમ્રાટ ‘ચાર્લ્સ પ્રથમ’ને ફાંસી આપવામાં આવી.
  • 1788 – બ્રિટનના પ્રિન્સ ‘ચાર્લ્સ એડવર્ડ સ્ટુઅર્ટ’નું રોમમાં અવસાન થયું.
  • 1790 – લાઇફ બોટ તરીકે બનાવવામાં આવેલી પ્રથમ બોટનું ટાઈન નદીમાં પરીક્ષણ કરવામાં આવ્યું.
  • 1902 – ચીન અને કોરિયાની સ્વતંત્રતા અંગે બ્રિટન અને જાપાન વચ્ચે લંડનમાં પ્રથમ ‘એંગ્લો-જાપાનીઝ સંધિ’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • 1903 – લોર્ડ કર્ઝને મેટકાફ હોલમાં ‘ઈમ્પિરિયલ લાઈબ્રેરી’નું ઉદ્ઘાટન કર્યું.
  • 1911 – ‘કેનેડિયન નેવલ સર્વિસ’નું નામ બદલીને ‘રોયલ કેનેડિયન નેવી’ રાખવામાં આવ્યું.
  • 1913 – ‘હાઉસ ઓફ લોર્ડ્સ’ એ આઇરિશ હોમ રૂલ બિલને નકારી કાઢ્યું.
  • 1933 – એડોલ્ફ હિટલરે સત્તાવાર રીતે જર્મનીના ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 29 જાન્યુઆરી – ભારતનું પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’ પ્રકાશિત થયું

  • 1943 – સ્ટાલિન ગ્રાફ પાસે સોવિયેત સૈન્ય દળો દ્વારા જર્મન સેનાનો પરાજય.
  • 1948 – ભારતમાં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી.
  • 1949 – રાત્રી એર મેલ સેવા શરૂ થઈ.
  • 1954 – વિશ્વ કુષ્ઠ દિવસ. વર્ષ 1948માં 30 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીનું નિધન થયુ હતું. આ દિવસને ફાંસના રાઉસ ફોલેરોએ ગાંધીજીને શ્રદ્ધાંજલી આવા માટે આ દિવસને વિશ્વ કુષ્ઠ દિવસ તરીકે પસંદ કર્યો. વિશ્વ કુષ્ઠ દિવસની ઉજવણી વર્ષ 1954થી શરૂ કરવામાં આવી છે.
  • 1957 – સંયુક્ત રાષ્ટ્રસંઘે દક્ષિણ આફ્રિકાને તેની રંગભેદ નીતિ પર ફેર વિચારણા કરવા જણાવ્યું.
  • 1964 – દક્ષિણ વિયેતનામમાં સેનાએ સત્તા કબજે કરી.
  • 1972 – પાકિસ્તાને ‘કોમનવેલ્થ’માંથી પોતાનું નામ પાછું ખેંચ્યું.
  • 1979 – રોડેશિયામાં એક નવું બંધારણ રચવામાં આવ્યું, જેમાં અશ્વેતોને સત્તામાં ભાગ લેવાનો અધિકાર મળ્યો.
  • 1988 – કંબોડિયામાં ‘નરોત્તમ સિંહાનુકે’ એ રાજીનામું આપ્યું.
  • 1989 – અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કાબુલ ખાતે તેનું દૂતાવાસ બંધ કર્યું.
  • 1991 – ઇરાકી સેનાએ સાઉદી અરેબિયાની સરહદ નજીક એક શહેર કબજે કર્યું. આ હુમલામાં 12 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.
  • 1997 – મહાત્મા ગાંધીની અસ્થિ 47 વર્ષ પછી સંગમમાં વિસર્જન કરવામાં આવી.
  • 2001 – ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001માં આવેલા ભૂકંપ બાદ મહામારી ફેલાવાની શક્યતાને રોકવા માટે વધુ પુનર્વસનના પગલાં. ભૂકંપમાં મૃત્યુઆંક 30 હજાર સુધી પહોંચી ગયો છે.
  • 2003 – એરિયલ શેરોને અરાફાતની શાંતિ વાટાઘાટોની ઓફરને નકારી કાઢી.
  • 2006 – પેલેસ્ટાઇનમાં હમાસની જીતને કારણે ઇઝરાયેલે નાણાકીય સહાયની યોજના અટકાવી.
  • 2007 – ટાટાએ એંગ્લો-ડચ સ્ટીલ ઉત્પાદક કોરસ ગ્રૂપને 12 બિલિયન ડોલરથી વધુમાં ખરીદ્યું.
  • 2008 -ચેન્નાઈની એક વિશેષ અદાલતે હાઈ-પ્રોફાઈલ સ્ટેમ્પ કૌભાંડ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગીને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. ફિજીમાં આવેલા ઉચ્ચ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી.
  • 2009 – સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિની જોડી ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ્ડ ડબલ્સ મેચમાં ફાઇનલમાં પહોંચી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 28 જાન્યુઆરી – સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપત રાય અને શાસ્ત્રી ગાયક પંડિત જસરાજની જન્મજયંતિ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • જયશંકર પ્રસાદ (1890) – હિન્દી ભાષાના લેખક, મુખ્ય પુસ્તક – કામાયની, ચંદ્રગુપ્ત
  • સી. સુબ્રહ્મણ્યમ (1910) – ભારતમાં “હરિયાળી ક્રાંતિના પિતા”.
  • અમૃતા શેરગીલ (1913) – ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર
  • કૈલાસ સાંખલા (1925) – એક પ્રખ્યાત ભારતીય પ્રકૃતિવાદી અને સંરક્ષણવાદી હતા.
  • રમેશ દેવ (1929) – ભારતીય હિન્દી ફિલ્મોના કલાકાર હતા.
  • પ્રકાશ જાવડેકર (1951) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 27 જાન્યુઆરી ભારતની મહિલા વેઇટલિફ્ટર બિંદિયારાની દેવીનો જન્મદિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કે. વી. કૃષ્ણા રાવ (2016) – ભૂતપૂર્વ ભારતીય આર્મી ચીફ હતા.
  • રાણા સંગ્રામ સિંહ (1530) – ઉદયપુરના મેવાડ રાજવંશના રાજા .
  • મહાત્મા ગાંધી (1948) – ભારતના રાષ્ટ્રપિતાનું નિધન. આ દિવસને બિલદાન દિવસ કહેવાય છે.
  • માખન લાલ ચતુર્વેદી (1968) – હિન્દી ભાષાના લેખક.
  • નાથુરામ પ્રેમી (1960) – પ્રખ્યાત લેખક, કવિ, ભાષાશાસ્ત્રી અને સંપાદક.
  • જે.સી કુમારપ્પા (1960) – ભારતના અર્થશાસ્ત્રી હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 26 જાન્યુઆરી – ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભયંકર ભૂકંપને 22 વર્ષ થયા

Web Title: Today history 30 january mahatma gandhi death as a balidan diwas world leprosy day know important events

Best of Express