Today history 30 july: આજે 30 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ અને આંતરરાષ્ટ્રીય મિત્ર દિવસ છે. આજે બોલીવુડ ફિલ્મનોના પ્રખ્યાત પ્લેબેક સિંગર સોનું નિગમનો બર્થ ડ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
30 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
1602 – ઇન્ડોનેશિયામાં નેધરલેન્ડનો રાજકીય અને સામ્રાજ્યવાદી પ્રભાવ શરૂ થયો.1825 – માલદાન ટાપુની શોધ થઈ.1942 – 30 જુલાઈના રોજ જર્મન સેનાએ મિન્સ્ક, બેલારુસમાં 25,000 યહૂદીઓની હત્યા કરી.1980 – વનુઆતુ દેશને આઝાદી મળી.2000 – સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયેલ દ્વારા ખાલી કરાયેલા વિસ્તારોમાં શાંતિ રક્ષા દળોને તૈનાત કરવાનું શરૂ કર્યું.2002 – કેનેડાએ અલ કાયદા સહિત સાત સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કર્યા.2004 – ભારત અને પાકિસ્તાન વચ્ચે તુલબુલ પ્રોજેક્ટ પર વાતચીત કોઈપણ સમજૂતી વિના સમાપ્ત થઈ. પાકિસ્તાનના વડાપ્રધાન શૌકત અજિત આત્મઘાતી હુમલામાં બચી ગયા હતા.2006 – હોલીવુડ અભિનેત્રી પામેલા એન્ડરસને ગાયક કિડ રોક સાથે લગ્ન કર્યા.2007 – ચીની વૈજ્ઞાનિકોએ ઝેંગઝોઉમાં લગભગ 50 લાખ વર્ષ જૂના ખડકો શોધી કાઢ્યા.2008 – નેપાળના કાર્યકારી વડાપ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાને કોલંબોમાં યોજાયેલી સાર્ક સમિટમાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કરવાની પરવાનગી મળી.
આ પણ વાંચો | 29 જુલાઇનો ઇતિહાસ : વિશ્વ વાઘ દિવસ – દુનિયામાં સૌથી વધુ વાઘ ભારતમાં
વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ (World day against trafficking)
વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ દર વર્ષે 30 જુલાઇના રોજ ઉજવાય છે. માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની દુર્દશા અંગે જાગૃતિ ફેલાવવા તેમજ તેમના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રક્ષણ આપવા હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ માનવ તસ્કરી વિરોદી દિવસ ઉજવાય છે. માનવ તસ્કરી એક ગંભીર સમસ્યા છે. દુનિયાભરમાં ખાસ કરીને મહિલાઓ – નાના બાળકોની તસ્કરી થાય છે અને તેમનું શોષણ કરાય છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેના ઠરાવ A/RES/68/192 માં વ્યક્તિઓની હેરફેર સામેના વિશ્વ દિવસની ઘોષણા કરવામાં આવી હતી .
આ પણ વાંચો | 28 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ હિપેટાઇટિસ દિવસ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- સોનુ નિગમ (1973) – ભરાતના પ્રખ્યાત પ્લેબેક સિંગર.
- નવીન ચાવલા (1945) – ભારતના 16મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
- માધવસિંહ સોલંકી (1927) – ગુજરાતના મુખ્યમંત્રી.
- ગોવિંદ ચંદ્ર પાંડે (1923) – 20મી સદીના જાણીતા વિચારક, ઈતિહાસકાર, સંસ્કૃતશાસ્ત્રી અને એસ્થેટીશિયન હતા.
- મુટ્ટુ લક્ષ્મી રેડ્ડી (1886) – પદ્મ ભૂષણથી સમ્માનિત ભારતીય મહિલા ડૉક્ટર, સામાજિક કાર્યકર.
- સત્યેન્દ્રનાથ બોઝ (ક્રાંતિકારી) (1882) – એક પ્રખ્યાત ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા.
આ પણ વાંચો | 27 જુલાઇનો ઇતિહાસ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્થાપના દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ
- સુબીર ગોકર્ણ (2019) – ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા.
- બિષ્ણુપદ મુખર્જી (1979) – ભારતીય ફાર્માકોલોજિસ્ટ અને ઓર્થોપેડિક સર્જન હતા.
- થોમસ ગ્રે (1771) – 18મી સદીના પ્રખ્યાત અંગ્રેજી કવિ.
આ પણ વાંચો | 26 જુલાઇનો ઇતિહાસ: કારગિલ વિજય દિવસ, ભારતીય સૈનિકોએ પાકિસ્તાને યુદ્ધમાં ધૂળ ચટાડી