Today history 30 june : આજે 30 જૂન 2023 (30 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સંથાલી હૂલ ક્રાંતિ દિવસ છે, જે વર્ષ 1955માં હાલના ઝારખંડ રાજ્યના સંથાલ પરગણામાં અગ્રેજો વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરવામાં આવેવો વિદ્રોહ છે, જેન ‘સંથાલી હુલ ક્રાંતિ’ કે ‘સંથાલી વિદ્રોહ’ તરીકે ઓળખવામાં આવે છે. આજે આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
30 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1999 – ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રીય પક્ષના નેતા ટિમ ફિશરનું રાજીનામું.
- 2002 – બ્રાઝિલે જર્મનીને 2-0થી હરાવી ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો.
- 2003- ચાર ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી કેથરીન હેપબર્નનું નિધન.
- 2005 – બ્રાઝિલે કન્ફેડરેશન કપ જીત્યો.
- 2006 – ફૂટબોલ વર્લ્ડ કપમાં જર્મનીએ આર્જેન્ટિનાને હરાવ્યું.
- 2007 – યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વસંમતિ સાથે શાંતિ સંરક્ષણ વિભાગને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો.
- 2008 – રવિકાંત, ઉમાશંકર ચૌધરી અને વિમલ ચંદ્ર પાંડેને સંયુક્ત રીતે ભારતીય જ્ઞાનપીઠનો નવલેખન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય પત્રકાર અનીસુદ્દીન અઝીઝને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બુક કીપર્સ (IAB) ન્યૂ બિઝનેસ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે આદિવાસી ખૈબર પાસ ક્ષેત્રમાં આતંક ફેલાવતા ત્રણ આતંકવાદી જૂથો પર પ્રતિબંધ મૂક્યો હતો. રોબર્ટ મુગાબેએ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
આ પણ વાંચોઃ 29 જૂનનો ઇતિહાસ : નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે, પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પી.સી. મહાલનોબિસનો જન્મદિવસ
સંથાલ હૂલ ક્રાંતિ
સંથાલ હૂલ ક્રાંતિ દિવસ (santali hul kranti diwas) દર વર્ષે 30 જૂને ઉજવવામાં આવે છે. જો કે ભારતીય ઈતિહાસમાં આઝાદીની લડાઈની પ્રથમ લડાઈ 1857 વિદ્રોહને માનવામાં આવે છે, પરંતુ તેની પહેલા વર્તમાન ઝારખંડ રાજ્યના સંથાલ પરગણામાં ‘સંથાલી હુલ’ અને ‘સંથાલી વિદ્રોહ’ દ્વારા અંગ્રેજોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. બે ભાઈઓ સિદ્ધુ અને કાન્હુની આગેવાની હેઠળ, 30 જૂન, 1855માં હાલના સાહેબગંજ જિલ્લાના ભગનાડીહ ગામમાંથી શરૂ થયેલા આ વિદ્રોહના પ્રસંગે, સિદ્ધુએ જાહેરાત કરી હતી – ‘કરો યા મરો, અંગ્રેજો અમારી ધરતી છોડી દો’.
આ પણ વાંચોઃ 28 જૂનનો ઇતિહાસ : નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ – આજના અનિશ્ચિતતા ભર્યા સમયમાં વીમો જરૂરી
આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ
આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ (International Asteroid Day) દર વર્ષે 30 જૂને ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે એસ્ટરોઇડના ખતરા અંગે જાગૃતિ લાવવા માટે 30 જૂન, 2017થી ‘આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ ડે’ ઉજવવાની જાહેરાત કરી હતી. હકીકતમાં, 30 જૂન, 1908ના રોજ, રશિયામાં તુંગુસ્કા નદીની નજીક એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જે એસ્ટરોઇડને કારણે પૃથ્વીને થયેલ અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન કહેવાય છે. આ કારણોસર, એસ્ટરોઇડ્સના જોખમ વિશે જાગૃતિ લાવવા માટે, એસ્ટરોઇડ દિવસની ઉજવણીની શરૂઆત થઈ.
આ પણ વાંચોઃ 27 જૂનનો ઇતિહાસ : નેશનલ એચઆઇવી ટેસ્ટિંગ દિવસ, એમએસએમઇ દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ભુપેન્દ્ર યાદવ (1969) – ભારતીય રાજકારણી અને રાજ્યસભા સાંસદ.
- નાગાર્જુન (1911) – ભારતીય લેખક.
- રઘુવંશ (1921)- હિન્દીના પ્રખ્યાત લેખક અને વિવેચક હતા.
- કલ્યાણજી (1928) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર.
- સી.એન. આર. રાવ (1934) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક.
- હરિવંશ નારાયણ સિંહ (1956) – ભારતીય પત્રકાર અને રાજકારણી છે.
- મુકુટ બિહારી લાલ ભાર્ગવ (1903) – ભારતીય રાજકારણી અને લોકસભાના સભ્ય હતા.
આ પણ વાંચોઃ 26 જૂનનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સાહિબ સિંહ વર્મા (2007) – ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને તેરમી લોકસભાના સાંસદ હતા.
- કે. એચ. આરા (1985) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર હતા.
- આશા દેવી આર્યનાયકમ (1970) – એક સમર્પિત મહિલા હતી જેણે અજ્ઞાનને દૂર કરવાનો અને જ્ઞાન, પ્રેમ અને વિશ્વાસથી ભરપૂર વિશ્વ બનાવવાનો પ્રયાસ કર્યો.
- દાદા ભાઈ નૌરોજી (1917) – ભારતના પીઢ રાજકારણી, ઉદ્યોગપતિ, શિક્ષણશાસ્ત્રી અને વિચારક.
આ પણ વાંચોઃ 25 જૂનનો ઇતિહાસ : ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી, આઝાદ ભારતનો ‘કાળો દિવસ’





