આજનો ઇતિહાસ 30 નવેમ્બર : સેન્ટ એન્ડ્રુ ડે કોની યાદમાં ઉજવાય છે? ભારતમાં ઢીંગલીનું સંગ્રહાલય ક્યા ખુલ્યુ હતું?

Today History 30 Navember : આજે 30 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સેન્ટ એન્ડ્રુ ડે અને યમનનો સ્વતંત્રતા દિવસ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today History 30 Navember : આજે 30 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સેન્ટ એન્ડ્રુ ડે અને યમનનો સ્વતંત્રતા દિવસ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
New Update
29 navember | today history | Saint Andrews Day

સેન્ટ એન્ડ્રુ ડે દર વર્ષે 30 નવેમ્બરે ઉજવાય છે. (Photo - wikipedia.org)

Today History 30 Navember : આજે 30 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે યમનનો સ્વતંત્રતા દિવસ અને સેન્ટ એન્ડ્રુ ડે છે. વર્ષ 1965માં ડોલ્સ મ્યુઝિયમ દિલ્હીની સ્થાપના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ કે. શંકર પિલ્લઈ દ્વારા કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

30 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1731 - બેઇજિંગમાં ભૂકંપમાં લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા.
  • 1759 - દિલ્હીના સમ્રાટ આલમગીર દ્વિતીયની તેના મંત્રી દ્વારા હત્યા કરવામાં આવી.
  • 1939 - તત્કાલીન સોવિયેત રશિયાએ સરહદ વિવાદને લઈને ફિનલેન્ડ પર હુમલો કર્યો.
  • 1961 - તત્કાલીન સોવિયેત સંઘે સંયુક્ત રાષ્ટ્રના સભ્યપદ માટે કુવૈતની અરજીનો વિરોધ કર્યો.
  • 1965 - ડોલ્સ મ્યુઝિયમ દિલ્હીની સ્થાપના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ કે. શંકર પિલ્લઈ એ કરી હતી.
  • 1997 - ભારત-બાંગ્લાદેશ વિવાદિત સરહદી વિસ્તારમાં યથાસ્થિતિ જાળવી રાખવા સંમત થયા.
  • 1999 - સંયુક્ત રાષ્ટે ઉત્તર પશ્ચિમ સિએટલમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ત્રીજું શરૂ થયું. પુણે નજીકના નારાયણ ગામમાં વિશ્વના સૌથી મોટા મીટર વેવ રેડિયો ટેલિસ્કોપનું ઉદ્ઘાટન.
  • 2000 - અલ ગોરે યુએસ પ્રમુખપદની ચૂંટણીના કેસમાં પુન:ગણતરી માટે અપીલ કરી. પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની.
  • 2001 - વિશ્વ વિખ્યાત પોપ ગાયક જ્યોર્જ હેરિસનનું અવસાન.
  • 2002 - આઈસીસી એ ઝિમ્બાબ્વેમાં ન રમનારા દેશો સામે પગલાં લેવાની ચેતવણી આપી.
  • 2004 - બાંગ્લાદેશની સંસદમાં મહિલાઓને 45 ટકા બેઠકો આપતું બિલ પસાર થયું.
  • 2008 - મુંબઈમાં આતંકવાદી હુમલા પછી સરકારે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની રચના કરવાની જાહેરાત કરી. સરકારે SAT રિઝવી પે કમિટીની મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો | 29 નવેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, દુનિયાના કેટલા દેશોમાં ચિત્તા જોવા મળે છે?

સેન્ટ એન્ડ્રુ ડે (Saint Andrews Day)

સેન્ટ એન્ડ્રુ ડે દર વર્ષે 30 નવેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસને એન્ડર્સના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. તે સ્કોટલેન્ડમાં સત્તાવાર રાષ્ટ્રીય દિવસ છે અને 2015 થી રોમાનિયામાં તહેવારની ઉજવણીમાં રાષ્ટ્રીય રજા રાખવામાં આવે છે. સેન્ટ એન્ડ્રુ ડે સેન્ટ એન્ડ્રુ ક્રિસમસ નોવેનાની પરંપરાગત આગમન ભક્તિની શરૂઆત દર્શાવે છે. આ દિવસની ઉજવણી 1058 થી 1093 દરમિયાન માલ્કમ તૃત્તીયના શાસન દરમિયાન શરૂ થઈ હોવાનું કહેવાય છે.

Advertisment

આ પણ વાંચો | 28 નવેમ્બરનો ઇતિહાસ : બ્રહ્માંડના ક્યા ગ્રહનો રંગ લાલ છે? રેડ પ્લાનેટ ડે કેમ ઉજવાય છે?

30 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • ભક્તિ શર્મા (1989) - ભારતીય તરવૈયા.
  • વાણી જયરામ (1945) - ભારતીય પ્લેબેક સિંગર હતા. તેણીને "આધુનિક ભારતની મીરા" પણ કહેવામાં આવે છે.
  • મૈત્રેયી પુષ્પા (1944) - હિન્દી સાહિત્યકાર.
  • સુધા મલ્હોત્રા (1936) - હિન્દી ફિલ્મોની પ્લેબેક સિંગર.
  • રોમિલા થાપર (1931) - ભારતીય ઇતિહાસકાર, લેખક.
  • ગેન્દાલાલ દીક્ષિત (1888) - ભારતીય ક્રાંતિકારી.
  • જગદીશ ચંદ્ર બોઝ (1858) - ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક.

આ પણ વાંચો | 27 નવેમ્બરનો ઇતિહાસ : ગુરુનાનક જંયતિ; નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના કેમ કરવામાં આવી? મધુશાલાાના લેખક કોણ છે?

30 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • વી.કે. નાયર (2015) - ભૂતપૂર્વ ભારતીય લશ્કરી અધિકારી હતા.
  • જારબોમ ગારલિન (2014) - ભારતીય રાજકારણી અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી.
  • રાજીવ દીક્ષિત (2010) - ભારતીય વૈજ્ઞાનિક અને સ્વદેશી ચળવળના નેતા.
  • ઈન્દર કુમાર ગુજરાલ (2012) - ભારતના બારમા વડાપ્રધાન
  • ગુરુજાદા અપ્પારાવ (1915) - તેલુગુ સાહિત્યકાર
  • રમેશ ચંદ્ર દત્ત (1909) - અંગ્રેજી અને બંગાળી ભાષાના લેખક.

આ પણ વાંચો | 26 નવેમ્બરનો ઇતિહાસ : 26/11 મુંબઇ આંતકવાદી હુમલાની 15મી વર્ષગાંઠ, ભારતીય બંધારણના જનક કોને કહેવાય છે?

આજના દિવસનો ઇતિહાસ knowledge કરિયર