Today history 30 October : આજે 30 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ બચત દિવસ છે. નાણાંની બચત અને કરકસર વિશે જનજાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે. આજના અનિશ્ચિતતભર્યા સમયમાં વ્યક્તિએ નાણાંકીય આયોજન કરવું બહુ જરૂરી છે. વર્ષ 1956માં આજની તારીખે ભારત સરકારની માલિકીની પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ ધ અશોક હોટલ ખુલી હતી. ધ અશોક હોટેલ દિલ્હીમાં આવેલી છે. આજે ભારતના મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાની જન્મજંયતી છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
30 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1611 – ગુસ્તાફ દ્વિતી એડોલ્ફ 17 વર્ષની ઉંમરે સ્વીડનનો રાજા બન્યો.
- 1922 – બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં સરકારની રચના કરી.
- 1930 – તુર્કી અને ગ્રીસે મિત્રતા સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1945 – ભારત સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
- 1956 – ભારત સરકારની માલિકીની પ્રથમ ફાઇવ સ્ટાર હોટેલ ‘અશોક હોટલ’ ખુલી.
- 1960 – બ્રિટનમાં પ્રથમ વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
- 1963 – આફ્રિકન દેશો મોરોક્કો અને અલ્જેરિયાએ યુદ્ધવિરામ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1975 – રાજા જુઆન કાર્લોસે સ્પેનમાં સત્તા સંભાળી.
- 1980 – મધ્ય અમેરિકન દેશો હોન્ડુરાસ અને અલ સાલ્વાડોરે સરહદ વિવાદ ઉકેલ્યો.
- 1994 – બાલ્કન દેશ મેસેડોનિયાની સંસદીય ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન જીત્યું.
- 2001 – લાદેનના સંપર્કમાં હોવાના આરોપમાં 3 પરમાણુ વૈજ્ઞાનિકોને પાકિસ્તાને અમેરિકાને સોંપ્યા.
- 2003 – બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો ભારત પ્રવાસ શરૂ થયો. અમેરિકી વિદેશ મંત્રી કોલિન પોવેલે પાકિસ્તાનને ભારત સાથે શાંતિ મંત્રણા કરવા જણાવ્યું હતું. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે લોકશાહીની પુનઃસ્થાપના માટે તેમની પ્રતિબદ્ધતા જાહેર કરી.
- 2004 – યુક્રેને ફ્રાંસને 3-1થી હરાવ્યું અને 39.5 પોઈન્ટ સાથે ઓલિમ્પિયાડ ગોલ્ડ જીત્યો.
- 2008 – આસામ (ભારત)ની રાજધાની ગુવાહાટી અને અન્ય 13 સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. જેમાં 66થી વધુ લોકોના મોત થયા હતા. ગુવાહાટી સહિત આસામના કેટલાક ભાગોમાં ઓછામાં ઓછા 18 વિસ્ફોટો થયા હતા, જેમાં 81 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 400 થી વધુ ઘાયલ થયા હતા.
- 2013 – તેલંગાણાના મહબૂબનગરમાં બસમાં આગ લાગવાથી 44 લોકોના મોત.
આ પણ વાંચો | 29 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ સ્ટ્રોક દિવસ, ભારત અને દુનિયામાં સ્ટ્રોકથી દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે?
વિશ્વ બચત દિવસ (World Thrift Day)
વિશ્વ બચત દિવસ (World Thrift Day) દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવાય છે. આ દિવસ આપણને નાણાંની બચત, રોકાણ અને નાણાંનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનું મહત્વ સમજાવે છે. આજના અનિશ્ચિતતાભર્યા સમયમાં નાણાં બહુ આવશ્યક છે. દરેક વ્યક્તિએ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવું જોઇએ. દુનિયામાં વર્ષ 1924માં ઈટાલીના મિલાન શહેરમાં પહેલીવાર બચત પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બચતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આજના આધુનિક સમમયાં લોકો માટે બચત અને નાણાંનું રોકાણ કરવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
આ પણ વાંચો | 28 ઓક્ટોબરનો ઇતિહાસ : અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કોણે ભેટમાં આપી હતી? વાલ્મિકી ઋષિ કોણ હતા?
30 ઓક્ટોબરની જન્મજયંતિ
- રાહી સરનોબત (1990) – ભારતીય મહિલા પિસ્તોલ શૂટર.
- અભિજીત ભટ્ટાચાર્ય (1958) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક.
- દીપક ધર (1951) – ભારતીય ભૌતિકશાસ્ત્રી.
- પ્રમોદ મહાજન (1949) – પ્રખ્યાત રાજકારણી
- બરુન ડે (1932) – પ્રખ્યાત ઇતિહાસકાર
- ભાઈ મહાવીર (1922) – ભાજપના પ્રખ્યાત નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- હોમી જહાંગીર ભાભા (1909) – પ્રખ્યાત વૈજ્ઞાનિક.
- સુકુમાર રાય (1887) – બંગાળના લોકપ્રિય નવલકથાકાર
- પ્રમથનાથ મિત્ર (1853) – ‘અનુશીલન સમિતિ’ના પ્રારંભિક સ્થાપક સભ્યોમાંના એક હતા.
આ પણ વાંચો | 27 ઓક્ટોબરનો ઇતિહાસ : ઈન્ફન્ટ્રી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેના માટે Infantry Dayનું શું મહત્વ છે?
30 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- યુસુફ હુસૈન (2021) – ભારતીય ફિલ્મ અભિનેતા હતા.
- રોબિન શો (2014) – પ્રખ્યાત સાહિત્યકાર.
- વિનોદ મહેરા (1990) – પ્રખ્યાત અભિનેતા
- વી શાંતારામ (1990) – પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા-નિર્દેશક
- ખ્વાજા ખુર્શીદ અનવર (1984) – પ્રખ્યાત સંગીતકાર હતા.
- સ્વામી દયાનંદ સરસ્વતી (1883) – મહાન વિચારક અને સમાજ સુધારક.
- બેગમ અખ્તર (1974) – પ્રખ્યાત ગઝલ અને ઠુમરી ગાયિકા.
આ પણ વાંચો | 26 ઓક્ટોબરનો ઇતિહાસ : રાષ્ટ્રીય કોળું દિવસ અને મહત્વ; આજીવન કેદની સજામાં કેટલા વર્ષની જેલ થાય છે?