Today history આજનો ઇતિહાસ 30 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ કેમ ઉજવાય છે? સેન્ટ જેરોમ કોણ હતા?

Today history 30 September : આજે 30 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
September 30, 2023 04:30 IST
Today history આજનો ઇતિહાસ 30 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ કેમ ઉજવાય છે? સેન્ટ જેરોમ કોણ હતા?
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ દર વર્ષે 30 સપ્ટેમ્બરે ઉજવાય છે. (Photo : Canva)

Today history 30 September : આજે 30 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ અને આંતરરાષ્ટ્રીય થન્ડરબર્ડ દિવસ છે. વર્ષ 1687માં આજની તારીખે ઔરંગઝેબે હૈદરાબાદના ગોલકોંડા કિલ્લા પર કબજો કર્યો હતો. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવ રાવ સિંધિયાની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

30 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1687 – ઔરંગઝેબે હૈદરાબાદના ગોલકોંડા કિલ્લા પર કબજો કર્યો.
  • 1947 – પાકિસ્તાન અને યમન સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
  • 1984 – ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની સરહદો 1945 પછી પ્રથમ વખત ખોલવામાં આવી.
  • 1993 – ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદમાં આવેલા ભૂકંપને કારણે 10,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને લાખો લોકો બેઘર બન્યા.
  • 2001 – ઇઝરાયેલની આંતરિક પરિષદે પેલેસ્ટાઇન સાથેના કરારને મંજૂરી આપી.
  • 2001 – કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવ રાવ સિંધિયાનું અવસાન.
  • 2002 – પાકિસ્તાનમાં કટ્ટરપંથી મુસ્લિમોએ મંદિર તોડ્યું, ચીને ભારત સાથે સ્વૈચ્છિક વાટાઘાટોને વધુ અર્થપૂર્ણ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
  • 2003 – વિશ્વનાથન આનંદે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી.
  • 2004 – ચીની ફિલસૂફ કન્ફ્યુશિયસની 2555મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
  • 2005 – ન્યૂઝ એજન્સી રોઇટર્સે ઇરાકમાં યુએસ સેના પર પત્રકારો પર દમનનો આરોપ લગાવ્યો.
  • 2007 – 236 વિપક્ષી સાંસદો અને ધારાસભ્યોએ પરવેઝ મુશર્રફને ગણવેશમાં ફરીથી રાષ્ટ્રપતિ બનતા અટકાવવા રાજીનામું આપ્યું. યુએનના વિશેષ દૂત ઈબ્રાહિમ ગમ્બરીએ વિપક્ષી નેતા આંગ સાન સૂ કી અને મ્યાનમારની સૈન્ય સરકાર સાથે મુલાકાત કરી હતી.
  • 2009 – જાણીતા પ્લેબેક સિંગર મન્ના ડેની વર્ષ 2007 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચો |  29 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ હૃદય દિવસ કેમ ઉજવાય, હાર્ટ એટેકના દર્દીઓના સંખ્યામાં ચિંતાજનક વધારો

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ (International Translation Day)

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ દર વર્ષે 30 સપ્ટેમ્બરે (International Translation Day) ઉજવાય છે. સેન્ટ જેરોમના પર્વ દિવસે ઉજવવામાં આવે છે. સેન્ટ જેરોમે બાઇબલનો અનુવાદ કર્યો હતો અને આથી તેમને ‘અનુવાદકોના આશ્રયદાતા સંત’ માનવામાં આવે છે. એફઆઈટી (ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેટર્સ) દ્વારા વર્ષ 1953થી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની શરૂઆત કરી હતી. વર્ષ 1991માં એફઆઈટી એ વિશ્વભરના અનુવાદ સમુદાયની એકતાને પ્રોત્સાહન આપવા માટે, સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો વિચાર શરૂ કર્યો. આ દિવસ વિવિધ દેશોમાં અનુવાદ કાર્યના મહત્વને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. પ્રગતિશીલ વૈશ્વિકીકરણના યુગમાં અનુવાદનું કાર્ય ઝડપથી વધી રહ્યું છે.

28 સપ્ટેમ્બરનો ઇતિહાસ : શહીદ ભગતસિંહ અને લતા મંગેશકરની જન્મજયંતિ, વિશ્વ હડકવા દિવસ કેમ ઉજવાય છે?

30 સપ્ટેમ્બરની જન્મજયંતિ

  • પંડિત શ્રદ્ધારામ શર્મા (1837) પ્રખ્યાત હિન્દી અને પંજાબી સાહિત્યકાર અને સ્વતંત્રતા સેનાની.
  • હૃષીકેશ મુખર્જી (1922) – ભારતીય ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક.
  • રાજ કુમાર ડોરેન્દ્ર સિંહ (1934) – મણિપુરના ભૂતપૂર્વ પાંચમા મુખ્યમંત્રી હતા.
  • દીપા મલિક (1970) – ભારતીય શોટ પુટ અને ભાલા ફેંકની ખેલાડી.
  • એમ.સી. ચાગલા (1900) – પ્રખ્યાત ભારતીય ન્યાયાધીશ, રાજદ્વારી અને કેબિનેટ મંત્રી હતા.
  • ગુરુજાદા અપ્પારાવ (1861) – પ્રખ્યાત તેલુગુ સાહિત્યકાર.
  • શાન (1962) – ભારતીય ગાયક.
  • આર. આર. દિવાકર (1894) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા.
  • વી.પી. મેનન (1893) – ભારતીય રજવાડાઓના એકીકરણમાં સરદાર પટેલના સહયોગી હતા.

આ પણ વાંચો | 27 સપ્ટેમ્બરનો ઇતિહાસ : આજે ગૂગલનો જન્મદિન, વિશ્વ પ્રવાસન દિવસ કેમ ઉજવાય છે?

30 સપ્ટેમ્બરની પૃણ્યતિથિ

  • યુસુફ શેખ (2017) – કોંકણી ભાષાના સાહિત્યકાર હતા.
  • રાવ વીરેન્દ્ર સિંહ (2009) – હરિયાણાના બીજા મુખ્યમંત્રી હતા.
  • જેમ્સ ડીન (1955) – પ્રખ્યાત હોલીવુડ અભિનેતા.
  • માધવરાવ સિંધિયા (2001) – કોંગ્રેસ નેતા.
  • રામાનંદ ચેટર્જી (1943) – પત્રકારત્વની દુનિયામાં અગ્રણી વ્યક્તિત્વ હતા.
  • સુમિત્રા કુમારી સિંહા (1994) – ભારતીય કવિ અને લેખક
  • અલ્તાફ હુસૈન હાલી (1914) – ઉર્દૂ સાહિત્યકાર અને કવિ હતા.

આ પણ વાંચો | 26 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ મુકબધીર દિવસ અને પરમાણુ હથિયાર નાબૂદી દિવસ કેમ ઉજવાય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કોણ હતા?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ