આજનો ઇતિહાસ 31 જુલાઇ: ઉધમસિંહ શહીદ દિવસ, વિશ્વ રેન્જર્સ દિવસ

Today history 31 july: આજે 31 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તો આજે વિશ્વ રેન્જર્સ દિવસ અને સ્વતંત્રતા સેનાની ઉધમસિંહનો શહીદ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : July 31, 2023 08:16 IST
આજનો ઇતિહાસ 31 જુલાઇ: ઉધમસિંહ શહીદ દિવસ, વિશ્વ રેન્જર્સ દિવસ
Today history : ભારતના સ્વતંત્રતા સેનાની ઉધમસિંહનો શહીદ દિવસ

Today history 31 july: આજે 31 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ રેન્જર્સ દિવસ તેમજ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની ઉધમસિંહનો શહીદ દિવસ છે. આજે હિન્દી ભાષાના પ્રખ્યાત લેખક અને સાહિત્યકાર મુનશી પ્રેમચંદનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

31 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

1998- શ્રીલંકાની રાજધાની કોલંબોમાં સાર્કની દસમી સમિટ યોજાઈ હતી.2003- ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સુરક્ષા મંત્રીઓની બેઠક જેરુસલેમમાં સમાપ્ત થઈ.2004- આર્થિક સહયોગ મંચ BIMSTECનું નામ બદલીને ‘બંગતક્ષેસ’ કરવામાં આવ્યું.2005 – ઉઝબેકિસ્તાને અમેરિકાને તેની લશ્કરી છાવણીઓ પરત ખેંચવાનો આદેશ આપ્યો.2006- શ્રીલંકામાં યુદ્ધવિરામ કરાર સમાપ્ત, LTTE સાથે સંઘર્ષમાં 50 લોકો માર્યા ગયા.2007- ભારતીય મૂળના અમેરિકન ડૉક્ટર સુધીર પરીખને પોલ હેરિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.2008- થાઇલેન્ડની અદાલતે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની પત્નીને કરચોરીમાં દોષી ઠેરવવા બદલ ત્રણ વર્ષની સજા સંભળાવી.2012- પ્રો. અશોક સેનને પ્રથમ યુરી મિલ્નર ફંડામેન્ટલ ફિઝિક્સ પ્રાઈઝના નવ વિજેતા પૈકી એક વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા.

આ પણ વાંચો | 30 જુલાઇનો ઇતિહાસ : વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ

વિશ્વ રેન્જર્સ દિવસ (World Ranger Day)

વિશ્વ રેન્જર્સ દિવસ દર વર્ષે 31 જુલાઇના રોજ ઉજવાય છે. વિશ્વ રેન્જર્સ દિવસના દિવસ કુદરતના રક્ષણ અને સંવર્ધન કરનાર વ્યક્તિઓને સમ્માનિત કરવા ઉજવાય છે. રેન્જર્સ પોતાનો જીવ જોખમમાં મુકીને જંગલોનું રક્ષણ કરે છે. 31 જુલાઈ 1992ના રોજ યુકેના પીક નેશનલ પાર્કમાં ઈન્ટરનેશનલ રેન્જર્સ ફાઉન્ડેશન (આઈઆરએફ) ની સ્થાપના કરવામાં આવી હતી. કન્ટ્રીસાઇડ મેનેજમેન્ટ એસોસિએશન (CMA), સ્કોટિશ કન્ટ્રીસાઇડ રેન્જર્સ એસોસિએશન (SCRA) અને યુએસ એસોસિએશન ઑફ નેશનલ પાર્ક રેન્જર્સ (ANPR) વચ્ચેના કરારને પગલે ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2007માં ઇન્ટરનેશનલ રેન્જર્સ ફાઉન્ડેશનની સ્થાપનાની 15મી વર્ષગાંઠ નિમિત્તે પ્રથમવાર વિશ્વ રેન્જર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો | 29 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ વાઘ દિવસ – દુનિયામાં સૌથી વધુ વાઘ ભારતમાં

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • શ્રીજા અકુલા (1998) – ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી.
  • મુમતાઝ (1947) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી
  • અમરસિંહ ચૌધરી (1941) – ગુજરાતના આઠમા મુખ્યમંત્રી હતા.
  • મોહન લાલ સુખાડિયા (1916) – રાજસ્થાનના મુખ્યમંત્રી.
  • દામોદર ધર્માનંદ કોસંબી (1907) – ભારતના પ્રખ્યાત વિદ્વાન, ભાષાશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી.
  • કે. શંકર પિલ્લઈ (1902) – શંકર તરીકે જાણીતા, પ્રખ્યાત ભારતીય કાર્ટૂનિસ્ટ હતા.
  • મુનશી પ્રેમચંદ (1880) – પ્રખ્યાત હિન્દી લેખક અને નવલકથાકાર.

આ પણ વાંચો | 28 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ હિપેટાઇટિસ દિવસ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • મન કૌર (2021) – ભારતીય ટ્રેક-એન્ડ-ફીલ્ડ એથ્લેટ.
  • આર. ડી. પ્રધાન (2020) – ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ.
  • મોહમ્મદ રફી (1980) – ભારતીય પ્લેબેક સિંગર.
  • શ્રીપાદ દામોદર સાતવલેકર (1968) – વીસમી સદીના ભારતીય સાંસ્કૃતિક ઉન્નતિમાં વિશેષ યોગદાન આપનાર વિદ્વાન.
  • આશુતોષ દાસ (1941) – સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર.
  • ઉધમ સિંહ (1940) – ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.

આ પણ વાંચો | 27 જુલાઇનો ઇતિહાસ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્થાપના દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ