આજનો ઇતિહાસ 31 ઓક્ટોબર : ભારતના લોખંડી પુરુષ કોને કહેવાય છે? રાષ્ટ્રીય એકતા દિવસ કેમ ઉજવાય છે, ઇન્દિરા ગાંધીની હત્યા કોણે કરી હતી? જાણો

Today History 31 October : આજે 31 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે, જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. આજે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : October 31, 2023 10:59 IST
આજનો ઇતિહાસ 31 ઓક્ટોબર : ભારતના લોખંડી પુરુષ કોને કહેવાય છે? રાષ્ટ્રીય એકતા દિવસ કેમ ઉજવાય છે, ઇન્દિરા ગાંધીની હત્યા કોણે કરી હતી? જાણો
ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. (Express Photo)

Today history 31 October : આજે 31 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. ઉપરાંત આજે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરા ગાંધીની પૃણ્યતિથિ છે. ઇન્દિરા ગાંધીની વર્ષ 1984માં દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમનાજ અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

31 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1759 – પેલેસ્ટાઈનના સફેદમાં ભૂકંપમાં 100 લોકો મૃત્યુ પામ્યા.
  • 1864 – નેવાડા અમેરિકાનું 36મું રાજ્ય બન્યું.
  • 1905 – સેન્ટ પીટર્સબર્ગ, અમેરિકામાં ક્રાંતિકારી પ્રદર્શન.
  • 1908 – લંડનમાં ચોથી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું.
  • 1914 – બ્રિટન અને ફ્રાન્સે તુર્કી સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1920 – મધ્ય યુરોપિયન દેશ રોમાનિયાએ પૂર્વ યુરોપમાં બેસરાબિયા પર કબજો કર્યો.
  • 1953 – બેલ્જિયમમાં ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું.
  • 1956 – બ્રિટન અને ફ્રાન્સે સુએઝ કેનાલને ફરીથી ખોલવા માટે ઇજિપ્ત પર બોમ્બમારો શરૂ કર્યો.
  • 1959 – સોવિયેત યુનિયન અને ઇજિપ્તે નાઇલ નદી પર અસવાન ડેમ બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1960 – બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનને કારણે લગભગ 10 હજાર લોકો મૃત્યુ પામ્યા.
  • 1966 – ભારતના પ્રખ્યાત તરવૈયા મિહિર સેને પનામા કેનાલ પાર કરી.
  • 1978 – ઈરાનમાં તેલ કામદારોની હડતાળ શરૂ થઈ. યમને તેનું બંધારણ અપનાવ્યું.
  • 1982 – પોપ જોન પોલ દ્વિતીય સ્પેનની મુલાકાત લેનાર પ્રથમ બિશપ બન્યા.
  • 1984 – ભારતીય પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી રાજીવ ગાંધી ભારતના 9મા વડાપ્રધાન બન્યા.
  • 1989 – તુર્ગત ઓઝલ તુર્કિયેના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1996 – રાસાયણિક શસ્ત્રો પ્રતિબંધ સંધિને લાગુ કરવા માટે જરૂરી 65 દેશોની મંજૂરી મેળવવામાં આવી.
  • 2003 – હૈદરાબાદમાં યોજાયેલી આફ્રો-એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવીને ગોલ્ડ જીત્યો. મલેશિયાના વડા પ્રધાન મોહતિર મોહમ્મદે નાયબ વડા પ્રધાન અબ્દુલ્લા અહેમદને શાસનની લગામ સોંપી હતી. મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદના 22 વર્ષ લાંબા શાસનનો અંત આવ્યો.
  • 2004 – અમેરિકાએ ફાલુજામાં હવાઈ હુમલા કર્યા.
  • 2005 – પેલેસ્ટાઈન-ઈઝરાયેલ હિંસા ન કરવા સંમત થયા.
  • 2006 – શ્રીલંકાની સરકારે તમિલ બળવાખોરો પર જાફના દ્વીપકલ્પમાં સૈનિકો પર ગોળીબાર કરવાનો આરોપ મૂક્યો.
  • 2008 – કેન્દ્રીય કેબિનેટે દેશમાં 6 થી 14 વર્ષની વયના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાના બિલને મંજૂરી આપી.
  • 2015 – રશિયન એરલાઇન કોગાલિમાવિયાની ફ્લાઇટ 9268 ઉત્તર સિનાઇમાં ક્રેશ થઈ, જેમાં સવાર તમામ 224 લોકો માર્યા ગયા.

આ પણ વાંચો | 30 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ બચત દિવસ કેમ ઉજવાય છે? ભારત સરકારની પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલનું નામ શું છે? કોને ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા કહેવાય છે?

સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ / રાષ્ટ્રીય એકતા દિવસ (Sardar Vallabhbhai Patel Jayanti / National Unity Day)

સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રી છે. તેમનો જન્મ 1 ઓક્ટોબર, 1875માં ગુજરાતના કરમસદ ગામમાં થયો હતો. બ્રિટિશ ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવી 500થી વધારે રજવાડાના વિલિનીકરણ સાથે અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન છે. આથી તેમના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 2014માં ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો | 29 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ સ્ટ્રોક દિવસ, ભારત અને દુનિયામાં સ્ટ્રોકથી દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે?

31 ઓક્ટોબરની જન્મજયંતિ

  • સરદાર વલ્લભભાઈ પટેલ (1875) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની જેમની લોખંડી પુરુષ કહેવામાં આવે છે. અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી.
  • નરેન્દ્ર દેવ (1889) – ભારતના પ્રખ્યાત વિદ્વાન, સમાજવાદી, વિચારક, શિક્ષણશાસ્ત્રી અને દેશભક્ત.
  • નોરોડોમ શિનૌક (1922) – કંબોડિયાના રાજા હતા.
  • નરિન્દર સિંહ કપાની (1926) – ભારતીય મૂળના અમેરિકન ભૌતિકશાસ્ત્રી.
  • ઓમાન ચાંડી (1943) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • જી. માધવન નાયર (1943) – ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ
  • સર્બાનંદ સોનોવાલ (1962) – આસામના 14મા મુખ્યમંત્રી અને ભારતની સોળમી લોકસભાના સાંસદ.
  • દેબદીપ મુખોપાધ્યાય (1977) – ભારતના પ્રખ્યાત કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે.

આ પણ વાંચો | 27 ઓક્ટોબરનો ઇતિહાસ : ઈન્ફન્ટ્રી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેના માટે Infantry Dayનું શું મહત્વ છે?

31 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • સચિન દેવ બર્મન (1975) – બંગાળી અને હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક.
  • ઈન્દિરા ગાંધી (1984) – ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને જવાહરલાલ નહેરુના પુત્રી.
  • અમૃતા પ્રીતમ (2005) – પ્રખ્યાત પંજાબી અને હિંદી ભાષાના કવિયત્રી અને સાહિત્યકાર.
  • બ્રજ કુમાર નેહરુ (2001) – બ્રિજલાલ અને રામેશ્વરી નેહરુના પુત્ર હતા, જે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પિતરાઈ ભાઈ હતા.
  • કે. પી. સક્સેના (2013) – ભારતના વ્યંગકાર અને લેખક હતા.

આ પણ વાંચો | 26 ઓક્ટોબરનો ઇતિહાસ : રાષ્ટ્રીય કોળું દિવસ અને મહત્વ; આજીવન કેદની સજામાં કેટલા વર્ષની જેલ થાય છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ