Today history 4 August: આજે 4 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સિંગલ વર્કિંગ વુમન્સ ડે અને યુએસ કોસ્ટ ગાર્ડ દિવસ છે. ઉપરાંત આજે અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામા, મહારાણા પ્રતાપના પિતા રાણા ઉદય સિંહ તેમજ પ્રખ્યાત ફિલ્મ કલાકાર અને ગાયક કિશોર કુમારનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
4 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1265 – બ્રિટનના પ્રિન્સ એડવર્ડે એવેશમના યુદ્ધમાં સિમોન ડી મોન્ટફોર્ટને હરાવ્યો.
- 1636 – જોહાન મોરેશિયસને ડચ બ્રાઝિલના ગવર્નર બનાવવામાં આવ્યા.
- 1870 – બ્રિટિશ રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ.
- 1914 – ઇંગ્લેન્ડ દ્વારા જર્મની સામે યુદ્ધની ઘોષણા.
- 1967 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1997 – મોહમ્મદ. ખતામીએ ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
- 1999 – ચીને યુએસ મિલિટરી એરક્રાફ્ટની નિયમિત ફ્લાઇટ્સ હોંગકોંગમાં ઉતરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો.
- 2001 – રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વ્યૂહાત્મક કરાર.
- 2004 – નાસા એ Altics Super Computer KC ને કલ્પના ચાવના નામ આપ્યું.
- 2007 – મંગળ ગ્રહની શોધ માટે ફીનિક્સ માર્સ લેન્ડર નામનું એક અમેરિકન અવકાશયાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
- 2008 – સરકારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI)ને નવરત્નનો દરજ્જો આપ્યો.
આ પણ વાંચોઃ 3 ઓગસ્ટનો ઇતિહાસ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને ભારતમાં રાષ્ટ્રીય તરબૂચ દિવસની ઉજવણી
સિંગલ વર્કિંગ વુમન્સ ડે (Single Working Womens Day)
સિંગલ વર્કિંગ વુમન્સ ડે મહિલાઓની કામગીરીને સમ્માનિત કરવા માટે દર વર્ષે 4 ઓગસ્ટના રોજ ઉજવાય છે. હાલ દરેક ઉદ્યોગ, ક્ષેત્રમાં મહિલાઓ કામગીરી કરી રહી છે અને મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહી છે. આપણા આર્થિક અને સામાજિક વિકાસમાં મહિલાઓનું મહત્વ ઓછું આંકી શકીયે નહીં. દર વર્ષે લાખો સિંગલ મહિલાઓ સમગ્ર દુનિયાભરના વેપાર-ધંધા, ઉદ્યોગોમાં કામ કરે છે, પોતાના માટે કામ કરે છે અને પોતાના માટે જીવે છે. સિંગલ વર્કિંગ વુમન્સ ડે અમને યાદ કરવાનો દિવસ છે કે, તેઓ કેટલા મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો | 2 ઓગસ્ટનો ઇતિહાસ : દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મહેન્દ્ર ભટ્ટ (1971) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- બરાક ઓબામા (1961) – અમેરિકાના પ્રથમ અશ્વેત અને 44માં પ્રમુખ.
- એન. રંગાસ્વામી (1950) – ત્રણ વખત પુડુચેરીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
- નરેન તમહાને (1931) – ભારતીય ક્રિકેટર
- કિશોર કુમાર (1929) – ભારતીય ગાયક અને અભિનેતા
- ઇન્દુ પ્રકાશ પાંડે (1924) – લેખક.
- યશવંત સિંહ પરમાર (1906) – ભારતીય રાજકારણી અને સ્વતંત્રતા સેનાની હતા.
- ફિરોઝશાહ મહેતા (1845) – ભારતીય રાજકારણી અને બોમ્બે મ્યુનિસિપાલિટીના બંધારણ (ચાર્ટર)ના નિર્માતા.
- સદાશિવરાવ ભાઈ (1730) – ભારતીય ઈતિહાસના પ્રખ્યાત મરાઠા વીર હતા.
- રાણા ઉદય સિંહ (1522) – મેવાડના શાસક અને મહારાણા પ્રતાપના પિતા.
આ પણ વાંચો | 1 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ સ્તનપાન સપ્તાહ, મીના કુમારીનો જન્મદિન
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- ઇબ્રાહિમ અલ્કાઝી (2020) – ભારતીય રંગભૂમિના પ્રખ્યાત દિગ્દર્શક અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા.
- નંદિની સતપથી (2006) – ઓડિશાના મહિલા મુખ્યમંત્રી અને લેખિકા.
- પરશુરામ મિશ્રા (1981) – ભારતના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી હતા.
- કાશી પ્રસાદ જયસ્વાલ (1937) – ભારતના પ્રખ્યાત ઈતિહાસકાર અને પુરાતત્વના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન.
આ પણ વાંચો | 31 જુલાઇનો ઇતિહાસ : ઉધમસિંહ શહીદ દિવસ, વિશ્વ રેન્જર્સ દિવસ