આજનો ઇતિહાસ 4 ડિસેમ્બર : આજે ભારતીય નેવી દિવસ છે, ભારતમાં સતી પ્રથા કોણે અને ક્યારે નાબૂદ કરી હતી?

Today History 4 December: આજે 4 ડિસેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય નૌકાળ દિવસ છે. વર્ષ 1829માં ભારતમાં સતી પ્રથા નાબૂદ થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
December 04, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 4 ડિસેમ્બર : આજે ભારતીય નેવી દિવસ છે, ભારતમાં સતી પ્રથા કોણે અને ક્યારે નાબૂદ કરી હતી?
ભારતીય નૌસેના દિવસ વર્ષ 1971ના પાકિસ્તાન નેવી પર ભારતીય નૌકાદળની જીતની યાદમાં ઉજવાય છે. (Photo - Freepik)

Today History 4 December: આજે 4 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય નેવી દિવસ છે. વર્ષ 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાની નૌકાદળ પર ભારતીય નૌકાદળની જીતની યાદમાં આ દિવસ ઉજવાય છે. વર્ષ 1829માં બ્રિટિશ અધિકારી વાઈસરોય લોર્ડ વિલિયમ બેન્ટિકે કાયદો પ્રસાર કરીને ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 1967માં ભારતે પ્રથમ રોકેટ ‘રોહિણી RH 75’ થુમ્બાથી લોન્ચ કર્યુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

4 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2012 – સીરિયામાં મોર્ટાર હુમલામાં 29 લોકોના મોત.
  • 2008 – પ્રખ્યાત ઈતિહાસકાર રોમિલા થાપરની ક્લૂજ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી.
  • 2006 – ફિલિપાઈન્સના એક ગામમાં ચક્રવાત બાદ ભૂસ્ખલનને કારણે લગભગ એક હજાર લોકો મૃત્યુ પામ્યા.
  • 2004 – પેરુની મારિયા જુલિયા મેન્ટિલા ગાર્સિયા મિસ વર્લ્ડ 2004 પસંદ કરવામાં આવી.
  • 1999 – અમેરિકાના હઠીલા વલણને કારણે સિએટલ મંત્રણા નિષ્ફળ, જીનીવામાં આગામી મંત્રણા યોજવાની જાહેરાત, રશિયન દળોએ ગ્રોઝનીના અંગુન શહેર પર કબજો કર્યો.
  • 1996 – અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ માટે બીજું અવકાશયાન ‘માર્સ પાથફાઉન્ડર’ લોન્ચ કર્યું.
  • 1995 – અમેરિકા ડેવિસ કપ ચેમ્પિયન બન્યું.
  • 1984 – હિઝબુલ્લાહના આતંકવાદીઓએ કુવૈત એરલાઇન્સનું વિમાન હાઇજેક કર્યું અને ચાર મુસાફરોની હત્યા કરી.
  • 1977- ઇજિપ્ત વિરુદ્ધ આરબ ફ્રન્ટની રચના.
  • 1971 – ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કટોકટી સત્ર બોલાવ્યું. ભારતીય નેવીએ પાકિસ્તાન નેવી અને કરાચી પર હુમલો કર્યો.
  • 1967 – દેશનું પ્રથમ રોકેટ ‘રોહિણી RH 75’ થુમ્બાથી લોન્ચ કરવામાં આવ્યું.
  • 1959 – ભારત અને નેપાળ વચ્ચે ગંડક સિંચાઈ અને પાવર પ્રોજેક્ટ પર હસ્તાક્ષર.
  • 1952 – ઈંગ્લેન્ડમાં ગાઢ ધુમ્મસના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા.
  • 1860 – ગોવાના મારગાવના એગોસ્ટીનો લોરેન્ઝોએ યુનિવર્સિટી ઓફ પેરિસમાંથી રસાયણશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. તેઓ વિદેશી યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય બન્યા.
  • 1829 – વાઈસરોય લોર્ડ વિલિયમ બેન્ટિંકે કાયદો પ્રસાર કરીને ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો.
  • 1796 – બાજીરાવ દ્વિતીય પેશવાની નિમણૂક કરાઇ.

આ પણ વાંચો |  3 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે; ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

ભારતીય નૌસેના દિવસ (India Navy Day)

ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવાય આવે છે. આ દિવસ વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાની નૌકાદળ પર ભારતીય નૌકાદળની જીતની યાદમાં ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં 3 ડિસેમ્બરે ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)માં પાકિસ્તાની સેના સામે યુદ્ધ શરૂ કર્યું હતું. તે સમયે ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ હેઠળ 4 ડિસેમ્બર, 1971ના રોજ ભારતીય નૌકાદળે પણ કરાચી નેવલ બેઝ પર હુમલો કર્યો. આ યુદ્ધમાં પ્રથમ વખત કોઈ જહાજ પર એન્ટી શિપ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નેવીએ પાકિસ્તાનના ત્રણ જહાજોને તોડી પાડ્યા હતા. જેમાં ભારતીય નૌકાદળના આઈએનએસ ઠુકરી પણ પાણીમાં ડૂબી ગઈ હતી, જેમાં 18 અધિકારીઓ સહિત લગભગ 176 ખલાસીઓ હતા.

આ પણ વાંચો | 2 ડિસેમ્બરનો ઇતિહાસ : ભોપાલ ગેસ દુર્ઘટનામાં કેટલા મોત થયા હતા? દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણ આપત્તિ કઇ છે?

4 ડિસેમ્બરની જન્મજયંતિ

  • રાની રામપાલ (1994) – ભારતીય હોકી ખેલાડી.
  • સુનિતા રાની (1979) – ભારતીય મહિલા ખેલાડી.
  • ઓમ બિરલા (1962) – રાજસ્થાનના ભાજપના નેતા અને લોકસભાના અધ્યક્ષ.
  • શ્રીપતિ મિશ્રા (1923) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા.
  • ઈન્દર કુમાર ગુજરાલ (1919) – ભારતના બારમા વડાપ્રધાન
  • રામાસ્વામી વેંકટરામન (1910) – ભારતના આઠમા રાષ્ટ્રપતિ
  • મોતીલાલ (1910) – હિન્દી સિનેમા અભિનેતા
  • કાર્યમાણિવકમ શ્રીનિવાસ કૃષ્ણન (1898) – ભારતના ભૌતિકશાસ્ત્રી.
  • વિદ્યાભૂષણ વિભુ (1892) – ભારતીય સાહિત્યકાર.
  • રમેશચંદ્ર મજમુદાર (1888) – ઇતિહાસકાર.

આ પણ વાંચો | 1 ડિસેમ્બરનો ઇતિહાસ: વિશ્વ એઇડ્સ દિવસ – ભારતમાં HIVના દર્દી કેટલા છે? BSFની રચના ક્યારે થઇ હતી?

4 ડિસેમ્બરની પૃણ્યતિથિ

  • નરિન્દર સિંહ કપાની (2020) – ભારતીય મૂળના અમેરિકન ભૌતિકશાસ્ત્રી.
  • વિનોદ દુઆ (2021) – પ્રખ્યાત ભારતીય સમાચાર વક્તા, હિન્દી ટેલિવિઝન પત્રકાર અને પ્રોગ્રામ ડિરેક્ટર હતા.
  • શશિ કપૂર (2017) – હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા.
  • અન્નપૂર્ણાનંદ (1962) – હિન્દીમાં નમ્ર રમૂજના લેખક, કલાકાર.

આ પણ વાંચો | 30 નવેમ્બરનો ઇતિહાસ : સેન્ટ એન્ડ્રુ ડે કોની યાદમાં ઉજવાય છે? ભારતમાં ઢીંગલીનું સંગ્રહાલય ક્યા ખુલ્યુ હતું?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ