/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bse-sensex-share-market-5.jpg)
અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
Today history 4 july: આજે 4 જુલાઇ 2023 (4 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે. આજના દિવસે વર્ષ 1997માં અમેરિકાનું અવકાશ યાન 'સોજર્નર' મંગળ ગ્રહ પર પહોંચ્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
4 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1914 - બર્ડુનનું યુદ્ધ સમાપ્ત થયું.
- 1996 - રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિન ચાર વર્ષ માટે ફરીથી ચૂંટાયા.
- 1997 - અમેરિકન યાન 'સોજર્નર' મંગળ ગ્રહ પર પહોંચ્યું.
- 1998 - જાપાને મંગળ વિશે માહિતી મેળવવા માટે 'પ્લેનેટ-બી' નામનું તેનું પ્રથમ આંતરગ્રહીય મિશન મોકલ્યું, બ્રિટનની પાવરબોટ 'ધ ઓન્લી એન્ડ વાયરલેસ એડવેન્ચર' એ 74 દિવસ 20 કલાક અને 38 મિનિટમાં પ્રવાસ પૂર્ણ કરીને સૌથી ઝડપી વિશ્વ પ્રવાસનો રેકોર્ડ તોડ્યો.
- 2001 - ભારત દ્વારા પાકિસ્તાનના નાગરિકો (કેદીઓ)ની મુક્તિ માટેના નિર્દેશ અપાયા.
- 2003 - પાકિસ્તાનમાં શિયા મસ્જિદ પર હુમલામાં 44 લોકો માર્યા ગયા.
- 2005 - ઓસ્ટ્રેલિયામાં ડોલ્ફિનની નવી પ્રજાતિ સ્નબફિન શોધાઇ.
- 2006 - ગાંધી શાંતિ પુરસ્કાર વિજેતા અને ભારતમાં ભૂતપૂર્વ જર્મન રાજદૂત ગેરહાર્ડ ફિશરનું અવસાન થયું.
- 2008 - લગભગ આઠ વર્ષ પછી, મેઇનલેન્ડ ચાઇના અને તાઇવાન વચ્ચેની પ્રથમ નિયમિત સીધી એરલાઇન સેવા તાઇવાનના તાઓયુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી.
આ પણ વાંચોઃ 3 જુલાઇનો ઇતિહાસઃ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિગ બેગ મુક્ત દિવસ
અમેરિકા સ્વતંત્રતા દિવસ દિવસ
અમેરિકન સ્વતંત્રતાની ઘોષણા એ એક રાજકીય દસ્તાવેજ છે જેના આધારે ઈંગ્લેન્ડની 13 ઉત્તર અમેરિકન વસાહતોએ 4 જુલાઈ, 1776ના રોજ પોતાને ઈંગ્લેન્ડથી સ્વતંત્ર જાહેર કર્યા હતા. ત્યારથી, 4 જુલાઈ એ અમેરિકામાં રાષ્ટ્રીય રજા છે. આ દિવસને યુએસ ફેડરલ હોલીડે તરીકે ઓળખવામાં આવે છે.
બ્રિટિશ શાસનના દમન અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે અમેરિકાના રહેવાસીઓએ વર્ષ 1775માં જે સંઘર્ષ શરૂ કર્યો હતો, તેનું પરિણામ બીજા જ વર્ષે આઝાદીની લડાઈમાં પરિણમ્યું હતું. હાલ અમેરિકા દુનિયાનો સૌથી વિકસીત દેશ છે અને વિશ્વની મહાસત્તા ગણાય છે.
આ પણ વાંચોઃ 2 જુલાઇ: વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ, વર્લ્ડ યુએફઓ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ચિરાગ શેટ્ટી (1957) - ભારતીય બેડમિન્ટન ખેલાડી.
- લક્ષ્મીકાંત પારસેકર (1956) - ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ગોવાના 12મા મુખ્યમંત્રી.
- દેવેન્દ્ર કુમાર જોશી (1954) - આંદામાન-નિકોબાર ટાપુના ગવર્નર.
- સુશીલ કુમાર (અભિનેતા) (1945) - હિન્દી ફિલ્મોના અભિનેતા.
- વિમલેશ કાંતિ વર્મા (1943) - ભાષાશાસ્ત્ર, શબ્દકોશ નિર્માણ, ટેક્સ્ટ વિશ્લેષણ, અનુવાદ અને સાંસ્કૃતિક અભ્યાસના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર ભારતીય.
- કે.રોસૈયા (1933) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી.
- નસીમ બાનો (1916) - હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
- દક્ષિણાની વેલાયુધન (1912) - ભારતીય બંધારણના નિર્માણમાં યોગદાન આપનાર મહિલા.
- ગુલઝારીલાલ નંદા (1898) - ભારતના ભૂતપૂર્વ કાર્યવાહક વડા પ્રધાન
આ પણ વાંચોઃ 1 જુલાઇ: રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નો સ્થાપના દિન
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- અમ્મુ સ્વામીનાથન (1978) - ભારતીય બંધારણના નિર્માણમાં યોગદાન આપનાર મહિલા.
- ભરત વ્યાસ (1982) - બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર
- પિંગલી વેંકૈયા (1963) - ભારતના રાષ્ટ્રીય ધ્વજ 'ત્રિરંગા'ની ડિઝાઇન કરનાર.
- સ્વામી વિવેકાનંદ (1902) - સાહિત્ય, ફિલસૂફી અને ઇતિહાસના મહાન વિદ્વાન.
- ધન સિંહ ગુર્જર (1857) - ભારતના સ્વતંત્રતા સેનાની હતા.
આ પણ વાંચોઃ 30 જૂન : સંથાલ હૂલ ક્રાંતિ દિવસ, આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us