Today history 4 october : આજે 4 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ પશુ કલ્યાણ દિવસ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મનુષ્ય દ્વારા મુંગા-ભોળા પશુઓ પર અત્યાચાર અને હત્યાને રોકવાનો છે. દુનિયામાં દર વર્ષે લગભગ 56 અબજ પશુઓની હત્યા કરવામાં આવે છે, પછી તે ધાર્મિક હેતુઓ માટે હોય કે અન્ય કારણોસર. આમ સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે આશરે 3000 પ્રાણીઓ મૃત્યુ પામે છે. અન્ય ઐતિહાસિક ઘટનાઓની વાત કરીયે તો વર્ષ 1824માં મેક્સિકો પ્રજાસત્તાક બન્યું હતુ. વર્ષ 1977માં તત્કાલિન ભારતના વિદેશ મંત્રી અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને હિન્દીમાં સંબોધિત કરી હતી, જે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં આપેલું પહેલું સંબોધન છે. આજે ભારતના બીજા આઈએએસ મહિલા અધિકારી અને મધ્યપ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ સરલા ગ્રેવાલ તેમજ ભારતના સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
4 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1227 – ખલીફા અલ-આદિલની હત્યા.
- 1824 – મેક્સિકો પ્રજાસત્તાક બન્યું.
- 1963 – ક્યુબા અને હૈતીમાં ચક્રવાત ‘ફ્લોરા’ના કારણે છ હજાર લોકોના મોત થયા.
- 1996 – પાકિસ્તાનના 16 વર્ષીય બેટ્સમેન શાહિદ આફ્રિદીએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં 37 બોલમાં સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
- 1977 – ભારતના વિદેશ મંત્રી અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને હિન્દીમાં સંબોધિત કરી. હિન્દીમાં આપેલું આ પહેલું સંબોધન હતું.
- 2000 – ચાંગ ચુન શિયુંગ તાઈવાનના નવા વડાપ્રધાન બન્યા.
- 2002 – પાકિસ્તાનમાં શાહીન મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું.
- 2005 – બાલી બોમ્બ કેસમાં બે શકમંદોની ધરપકડ.
- 2006 – જુલિયન અસાંજે વિકિલીક્સની સ્થાપના કરી.
- 2008 – યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલીઝા રાઈસ એક દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા.
- 2011 – અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટ (IS)ના વડા અબુ બકર અલ બગદાદીની વૈશ્વિક આતંકવાદી તરીકે ઓળખ કરી અને તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ પણ રાખ્યું.
- 2012 – ફોર્મ્યુલા વન કિંગ માઈકલ શુમાકરે નિવૃત્ત લીધી.
આ પણ વાંચો | 3 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનું નામ શું છે? ઇન્દિરા ગાંધીની ધરપકડ કેમ કરાઇ હતી? જાણો
વિશ્વ પશુ કલ્યાણ દિવસ (World Animal Welfare Day)
વિશ્વ પશુ કલ્યાણ દિવસ (World Animal Welfare Day) દર વર્ષે 4 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હાલમાં પશુઓની સુરક્ષા સૌથી મોટો વિષય બની ગયો છે. છેલ્લા 40-50 વર્ષોમાં પશુઓની હાલત એટલી બગડી છે કે તેની કલ્પના કરવાથી પણ આત્મા કાંપી ઉઠે છે. વિશ્વ પશુ કલ્યાણના દિવસે એસિસીના સેન્ટ ફ્રાન્સિસનો પણ જન્મદિવસ છે જે પશુઓના મહાન રક્ષક હતા. વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસની ઉજવણી વર્ષ 1931માં ઇટાલીના શહેર ઘણી બધી ઝુંબેશ શરૂ કરી છે. વર્ષ 1970 અને 2010 દરમિયાન પશુઓની સંખ્યામાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. આજની દુનિયામાં મનુષ્ય પોતે જ પશુ બની રહ્યો છે. એનાટોલે ફ્રાન્સે કહ્યું હતું કે- “જ્યાં સુધી માણસ કોઈ પશુ-પ્રાણીને પ્રેમ ન કરે ત્યાં સુધી તેના આત્માનો એક ભાગ સુષુપ્ત રહે છે.” એક સર્વે રિપોર્ટ અનુસાર, દર વર્ષે દુનિયાભરમાં લગભગ 56 અબજ પશુઓની હત્યા કરવામાં આવે છે, પછી તે ધાર્મિક હેતુઓ માટે હોય કે અન્ય કારણોસર. દુનિયાભરમાં દર સેકન્ડે આશરે 3000 પશુઓ મૃત્યુ પામે છે. આ સૃષ્ટિના સર્જકે દુનિયામાં દરેક જીવને જીવવાની સમાન તક આપી છે, પરંતુ માણસ પોતાના સ્વાર્થ માટે પશુઓનું બલિદાન આપે છે, જેની સીધી અસર સમાજ અને પર્યાવરણ પર પડે છે.
આ પણ વાંચો | 2 ઓક્ટોબનો ઇતિહાસ : ગાંધી જ્યંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે કેમ ઉજવાય છે?
3 ઓક્ટોબરની જન્મજયંતિ
- સરલા ગ્રેવાલ (1927) – ભારતીય વહીવટી સેવામાં ભારતના બીજી મહિલા અધિકારી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- રામચંદ્ર શુક્લ (1884) – વીસમી સદીના પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર.
- શ્યામજી કૃષ્ણ વર્મા (1857) – ભારતના સ્વતંત્રતા સેનાની અને લેખક
- સંધ્યા મુખર્જી (1931) – હિન્દી અને બંગાળી પ્લેબેક સિંગર.
- શ્રીપદ યેસો નાયક (1992) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- જીન ક્લાઉડ ડુવાલિયર (2014) – 41મા રાષ્ટ્રપતિ અને હૈતીના નેતા.
3 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- શક્તિ સિંહા (2021) – ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ હતા.
- ઇદિદા નાગેશ્વર રાવ (2015) – ભારતીય ફિલ્મ નિર્દેશક અને નિર્માતા.
- નીલમણિ રાઉત્રે (2004) – ભારતીય રાજકારણી અને ઓરિસ્સા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- ભાગવત ઝા આઝાદ (2011) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- કસ્તુરીબાઈ (1979) – પ્રખ્યાત કવયિત્રી, જે માખનલાલ ચતુર્વેદીની બહેન હતા.
આ પણ વાંચો | 30 સપ્ટેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ કેમ ઉજવાય છે? સેન્ટ જેરોમ કોણ હતા?