Today history આજનો ઇતિહાસ 4 સપ્ટેમ્બર: બ્રિટિશ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય દાદા ભાઇ નવરોજીની જન્મજંયતિ

Today history 4 September : આજે 4 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિંદના દાદા તરીકે પ્રખ્યાત દાદા ભાઇ નવરોજીની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today history 4 September : આજે 4 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિંદના દાદા તરીકે પ્રખ્યાત દાદા ભાઇ નવરોજીની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Today history | 4 september history | dada bhai naoroji | dada bhai naoroji birth anniversary

dada bhai naoroji : દાદા ભાઇ નવરોજી. (Photo: en.wikipedia.org)

Today history 4 September : આજે 4 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે દાદા ભાઇ નવરોજીની જન્મજયંતિ છે. તેઓ હિંદના દાદા તરીકે પ્રખ્યાત અને બ્રિટિશ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય હતા. તેઓ મહાન દેશ ભક્તિ, નેતા અને સમાજ સુધારક હતા. વર્ષ 1888માં આજના દિવસે ગાંધીજીએ ભારતથી ઈંગ્લેન્ડની દરિયાઈ સફર શરૂ કરી હતી. આજે ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

4 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1665 - મુઘલો અને છત્રપતિ શિવાજી મહારાજ વચ્ચે રાજા જયસિંહ સંધિ પર હસ્તાક્ષર થયા.
  • 1781 - સ્પેનના નિવાસીઓ દ્વારા લોસ એન્જલસની સ્થાપના કરવામાં આવી હતી.
  • 1888 - ગાંધીજીએ ઈંગ્લેન્ડની દરિયાઈ સફર શરૂ કરી.
  • 1944 - બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સૈનિકો બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં પ્રવેશ્યા.
  • 1946 - ભારતમાં વચગાળાની સરકારની રચના થઈ.
  • 1967 - મહારાષ્ટ્રનો કોયના ડેમ 6.5ની તીવ્રતાના ભૂકંપની ઝપેટમાં આવ્યો, 200થી વધુ લોકોના મોત થયા.
  • 1969 - ઉત્તર વિયેતનામના પ્રમુખ અને રાષ્ટ્રપિતા હો ચી મિન્હનું અવસાન.
  • 1985 - 73 વર્ષ પછી સમુદ્રમાં ડૂબેલા જહાજ ટાઇટેનિકની તસવીરો સામે આવી. ટાઇટેનિક દુર્ઘટનામાં આ જહાજ પર સવાર 1,500 લોકો માર્યા ગયા હતા.
  • 1998 - યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટને આયર્લેન્ડમાં સ્વીકાર્યું કે મોનિકા લેવિન્સ્કી સાથે સંબંધ રાખવો તે એક મોટી ભૂલ હતી. ડરબનમાં 12મી બિન-જોડાણયુક્ત શિખર સંમેલનનું સમાપન થયું.
  • 1998 - લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડી કરતી વખતે વિકસાવવામાં આવી હતી.
  • 1999 - પૂર્વ તિમોરમાં યોજાયેલા જનમત સંગ્રહમાં 78.5 ટકા લોકોએ ઈન્ડોનેશિયાથી આઝાદીની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
  • 2000 - શ્રીલંકાની ઉત્તરી જાફનાની બહારની સરહદો પર શ્રીલંકા આર્મી અને લિબરેશન ટાઈગર્સ વચ્ચેના સંઘર્ષમાં 316 લોકો માર્યા ગયા.
  • 2001 - શ્રીલંકાએ મુશર્રફ પાસેથી લશ્કરી મદદ લેવાનું નક્કી કર્યું.
  • 2005 - નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાની લોકશાહી પ્રદર્શન કરતી વખતે ધરપકડ કરવામાં આવી.
  • 2006 - ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ટીવી પર્સનાલિટી અને પર્યાવરણવાદી સ્ટીવ ઇરવિનનું દરિયાઈ માછલી 'સ્ટિંગ્રે'ના કરડવાથી મૃત્યુ થયું.
  • 2007 - ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અકબર હાશેમી રફસંજાની ઈરાનની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થાના વડા તરીકે ચૂંટાયા.
  • 2008 - માયાવતી સરકારે ઉત્તર પ્રદેશ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ લો (UPCOCA) બિલ-2007ને તાત્કાલિક અસરથી પાછું ખેંચવાનો નિર્ણય કર્યો.
  • 2009 - ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં અસવંત સિંહના મુહમ્મદ અલી ઝીણા પર લખેલા પુસ્તક પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો.
  • 2012 - ગિરીશ હોસંગારા નાગરાજેગૌડાએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો.

આ પણ વાંચો | 3 સપ્ટેમ્બરનો ઇતિહાસ: રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ, બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયુ

Advertisment

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ (Dada Bhai Naoroji)

  • ગૌરવ ગોગોઈ (1982) - ભારતના આસામ રાજ્યના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
  • સુશીલ કુમાર શિંદે (1941) - ભારતીય રાજકારણી.
  • ઋષિ કપૂર (1952)- એક ભારતીય ફિલ્મ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હતા.
  • કિરણ મોરે (1962) - ભારતીય ક્રિકેટર.
  • લાન્સ ક્લુસનર (1971) - દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર.
  • કે. વી. રઘુનાથ રેડ્ડી (1924) - એક ભારતીય રાજકારણી હતા.
  • બ્રજ કુમાર નહેરુ (1909) - પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પિતરાઈ ભાઈ બ્રિજલાલ અને રામેશ્વરી નહેરુના પુત્ર હતા.
  • નંદદુલારે વાજપેયી (1906) - પ્રખ્યાત હિન્દી પત્રકાર, વિવેચક, સાહિત્યકાર, વિવેચક અને સંપાદક હતા.
  • પ્રેમેન્દ્ર મિત્ર (1904) - બંગાળી કવિ, લેખક અને ફિલ્મ નિર્દેશક હતા.
  • સિયારામશરણ ગુપ્તા (1895) - એક પ્રખ્યાત હિન્દી લેખક હતા.
  • દાદા ભાઈ નરોજી (1825) - ભારતના પ્રખ્યાત રાજકારણી હતા.
  • ભુપેન્દ્રનાથ દત્ત (1880) - ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખ્યાત ક્રાંતિકારી, લેખક અને સમાજશાસ્ત્રી હતા.

આ પણ વાંચો | 2 સપ્ટેમ્બરનો ઇતિહાસ: વિશ્વ નારિયેળ દિવસ, જાપાને હાર સ્વીકારતા બીજુ વિશ્વ સમાપ્ત થયુ

દાદા ભાઇ નવરોજી (Dada Bhai Naoroji)

હિંદના દાદા તરીકે ખ્યાતિ મેળવનારા દાદા ભાઈ નવરોજીની આજે જન્મજંયતિ છે. ભારતના એક અગ્રણી નેતા, સમાજ સુધારક તથા ઉચ્ચ કોટીના દેશભક્ત હતા. તેમનો જન્મ 4 સપ્ટેમ્બર 1825માં નવસારીમાં પારસી કુટુંબમાં થયો હતો. દાદા ભાઇ નવરોજ નાન હતા ત્યારે જ તેમના પિતા પાલનજીનું અવસાન થતા બહુ કઠણાઇ વચ્ચે તેમની માતા માણેકબાઇ એ ઉછેર કર્યો. તેઓ એક ઉદ્યોગસાહસિક, સમાજ સુધારક, નેતા હતા. વેપાર માટે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં વેપાર-ધંધાની સાથે સાથે ભારતની સેવા પણ કરી. વર્ષ 1892માં બ્રિટિશ સંસદમાં ચૂંટાનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ભારત પરત આવી ભારતની આઝાદી અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રણ વખત પ્રમુખ પણ બન્યા હતા. ભારતના આ મહાન દેશભક્ત અને સમાજસુધારકનું 30 જૂન, 1917ના રોજ 91 વર્ષની વયે મુંબઇમાં અવસાન થયુ હતુ.

આ પણ વાંચો | 1 સપ્ટેમ્બરનો ઇતિહાસ: એલઆઇસીનો સ્થાપના દિન; રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કેમ ઉજવાય છે?

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • વિલ્ફ્રેડ ડિસોઝા (2015) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • સત્યેન્દ્ર નારાયણ સિંહ (2006) - ભારતીય રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • ધરમવીર ભારતી (1997) - ભારતના પ્રખ્યાત લેખક હતા.
  • ભોલા પાસવાન શાસ્ત્રી (1984) - ભારતીય રાજકારણી અને બિહારના આઠમા મુખ્યમંત્રી. તેઓ ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી રહ્યા.
  • બલદેવ પ્રસાદ મિશ્રા (1975) - પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, ન્યાયશાસ્ત્રી અને જાહેર સેવક હતા.
  • મોહનલાલ વિષ્ણુ પંડ્યા (1912) - ભારતેન્દુ સમયગાળાના અગ્રણી સાહિત્યકાર હતા.

આ પણ વાંચો |  31 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ સંસ્કૃત દિવસ કેમ ઉજવાય છે? સંસ્કૃત ભાષા કેટલી જૂની છે? જાણો

આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર