આજનો ઇતિહાસ 5 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ

Today history 5 August: આજે 5 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો 2019માં આજની તારીખે વર્ષ જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદ કલમ 370 નાબૂદ કરાઇ હતી.

Written by Ajay Saroya
August 05, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 5 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ
વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત કલમ 370 નાબૂદ કરાઇ હતી.

Today history 5 August: આજે 5 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ છે. વર્ષ 2019માં આજની તારીખે જ જમ્મુ-કાશ્મરીને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી વિવાદીત આર્ટિકલ 370 નાબૂદ કરાયો હતો. આજે ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ તેમજ બોલીવુડ ફિલ્મ કલાકાર કાલોજ, વત્સલ શેઠ અને અરવિંદ જોશીનો બર્થડે છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

5 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1543 – ફ્રેન્ચ અને તુર્કીની સેનાએ નાઇસ પર કબજો કર્યો.
  • 1781 – ડોગર બેંકમાં ડચ અને અંગ્રેજી દળો વચ્ચે યુદ્ધ થયું.
  • 1882 – જાપાનમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો.
  • 1947 – હોલેન્ડે ઈન્ડોનેશિયામાં રાજકીય કાર્યવાહી બંધ કરી.
  • 1996 – એટલાન્ટા સેન્ટેનરી ઓલિમ્પિક્સનું સિડનીમાં મળવાના વચન સાથે સમાપન થયું.
  • 1999 – ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ.
  • 2002 – ગોન્ઝાલો લોઝાડા બાલોવિયાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 2008 – ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓના ઉત્તરપૂર્વમાં 176 માઇલ દૂર હિંદ મહાસાગરમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
  • 2010 – કેન્યાના 70 ટકા લોકોએ લોકશાહી સુધારાના ભાગરૂપે નવા બંધારણની રચનાને સમર્થન આપવા માટે જનસમર્થમાં મત આપ્યો. લેહ, કાશ્મીર (ભારત)માં વાદળ ફાટવાથી અને ત્યારબાદ આવેલા પૂરને કારણે 115 લોકોના મોત થયા હતા. કરાચી (પાકિસ્તાન), MQM ધારાસભ્ય રઝા હૈદરની હત્યા બાદ ચાર દિવસ સુધી ચાલી રહેલી વંશીય હિંસામાં 70 લોકો માર્યા ગયા હતા.
  • 2011 – નાસાના વૈજ્ઞાનિકોએ સાયન્સ મેગેઝિનમાં મંગળ પર પાણી વહેતું હોવાનો દાવો કર્યો હતો.
  • 2011- નાસા દ્વારા ગુરુનો અભ્યાસ કરવા માટે સ્પેસ રિસર્ચ વ્હીકલ જૂનોનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
  • 2018- ઉત્તર પ્રદેશના મુગલ સરાઈ જંકશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું.
  • 2019 – ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણમાં ઉલ્લેખિત કલમ 370 દૂર કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું. તે હવે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ઓળખાય છે.
  • 2020-સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું.
  • 2013 – ભારતની જુનિયર મહિલા હોકી ટીમે જર્મનીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને 3-2 (1-1) થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો |  4 ઓગસ્ટનો ઇતિહાસ : સિંગલ વર્કિંગ વુમન્સ દિવસ, બરાક ઓબામાનો જન્મદિન

જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ નાબૂદ (jammu kashmir article 370 removed)

જમ્મુ-કાશ્મીરમાં વિવાદીત કલમ-370 5 ઓગસ્ટ 2019ના રોજ નાબૂદ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મરીને આઝાદ ભારતના તમામ રાજ્યો કરતા વિશેષાધિકાર આપતી આ વિવાદીત આર્ટિકલ 370ને હટાવવાની ઘણા સમયથી માંગણી થઇ હતી. જમ્મુ-કાશ્મીરને કલમ 370 અને 35A દ્વારા આપવામાં આવેલા વિશેષ દરજ્જાને હટાવવા માટે સંસદે 5 ઓગસ્ટ, 2019ના રોજ મંજૂરી આપી હતી. તે સમયે ભારતના ગૃહમંત્રી અમિત શાહે તેન ‘ઐતિહાસિક ભૂલને સુધારનાર ઐતિહાસિક પગલું’ ગણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ 3 ઓગસ્ટનો ઇતિહાસ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને ભારતમાં રાષ્ટ્રીય તરબૂચ દિવસની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • આચાર્ય પ્યારે મોહન (1852) – ઓરિસ્સાના અગ્રણી રાષ્ટ્રવાદી.
  • દ્વારકા પ્રસાદ મિશ્રા (1901) – રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, લેખક અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • બી. જી. રેડ્ડી (1907) – મદ્રાસ વિધાનસભાના સભ્ય.
  • વેંકટેશ પ્રસાદ (1969) – ભારતીય ક્રિકેટર.
  • કાજોલ મુખર્જી (1975) – ભારતીય અભિનેત્રી.
  • વત્સલ સેઠ (1980) – ભારતીય અભિનેતા.
  • જેનેલિયા ડિસોઝા (1987) – ભારતીય અભિનેત્રી.
  • સુરેશ મહેતા (1936) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • અરવિંદ જોશી (1929) – જાણીતા ભારતીય અભિનેતા હતા.
  • જી. જી. સ્વેલ (1924) – ભારતના લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા.
  • શિવમંગલ સિંહ સુમન (1915) – પ્રખ્યાત પ્રગતિશીલ કવિ
  • દત્તો વામન પોતદાર (1890) – મરાઠી લેખક અને પ્રખ્યાત સામાજિક કાર્યકર
  • નીલ આર્મસ્ટ્રોંગ (1890) – ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી.
  • વિરેન ડાંગવાલ (1947) – હિન્દીના પ્રખ્યાત કવિ.
  • અંશુ મલિક (2001) – ભારતની મહિલા કુસ્તીબાજ.

આ પણ વાંચો | 2 ઓગસ્ટનો ઇતિહાસ : દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ગોપીનાથ બોરદોલોઈ (1950) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા.
  • લાલા અમરનાથ (2000)- ભારતીય ક્રિકેટર.
  • પ્રાણ કુમાર શર્મા (2014) – પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ, જેમણે ‘ચાચા ચૌધરી’ કાર્ટૂન પાત્ર બનાવ્યું.
  • કેશબ ચંદ્ર ગોગોઈ (1998) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, જેઓ આસામના મુખ્યમંત્રી હતા.
  • ટોડર ઝિકોવ (1998) – બલ્ગેરિયાના 36મા વડાપ્રધાન હતા.

આ પણ વાંચો | 1 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ સ્તનપાન સપ્તાહ, મીના કુમારીનો જન્મદિન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ