/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bse-sensex-share-market-12.jpg)
નેશનલ વર્કહોલિક્સ દિવસ દર વર્ષે 5મી જુલાઈના રોજ ઉજવાય છે.
Today history 5 july: આજે 5 જુલાઇ 2023 (5 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ વર્કહોલિક દિવસ છે. આ દિવસ આપણને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે સંતુલન સાંધવાનું મહત્વ સમજાવે છે. આજે ભારતના પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
5 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1977 - પાકિસ્તાનની લશ્કરી ક્રાંતિમાં વડાપ્રધાન ભુટ્ટોને ઉથલાવી દેવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, તો જનરલ ઝિયા-ઉલ-હકે સત્તા સંભાળી હતી.
- 1994 - ઇઝરાયેલ હસ્તકના જેરીકોમાં પેલેસ્ટિનિયન સ્વ-સરકારની ઔપચારિક શરૂઆત.
- 1998 - પીટ સામ્પ્રાસે પાંચમી વખત વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલ જીત્યું.
- 1999 - યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તાલિબાન પર પ્રતિબંધોની ઘોષણા.
- 2000 - દુશાનબે (કઝાકિસ્તાન) માં શાંઘાઈ-5 દેશોની પરિષદ શરૂ થઈ.
- 2001 - બલ્ગેરિયાના વડાપ્રધાન શ્વાન કોસ્તોવે ચૂંટણીમાં હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
- 2002 - કાઠમંડુમાં નેપાળી કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં બોમ્બ વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા હતા.
- 2004 - ગ્રીસે યુરો કપ 2004 ફૂટબોલ સ્પર્ધા જીતીને ઈતિહાસ રચ્યો.
- 2007 - મેક્સિકોના દક્ષિણી પ્રાંત તુબલામાં ભૂસ્ખલનને કારણે 60 લોકોના મોત થયા હતા. ઈરાને તેના વિવાદાસ્પદ પરમાણુ મુદ્દાના ઉકેલની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના અધિકારીઓને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.
- 2008 - નેપાળની વચગાળાની કેબિનેટે બંધારણીય સુધારા માટે બિલ લાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો.
આજનો ઇતિહાસ
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 4 જુલાઇ: અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
નેશનલ વર્કહોલિક દિવસ (National Workaholics Day)
નેશનલ વર્કહોલિક્સ દિવસ દર વર્ષે 5મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. નેશનલ વર્કહોલિક્સ દિવસ (National Workaholics Day) આપણને આપણા ઘર અને નોકરી-પ્રોફેશન જીવન વચ્ચે સારું સંતુલન શોધવાનું યાદ અપાવે છે. સામાન્ય રીતે, વર્કહોલિક્સ લગભગ દરેક વસ્તુ પહેલાં કામ કરવાનું વલણ ધરાવે છે અને તેમાં કુટુંબ, મિત્રો અને તેમના પોતાના સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ ફક્ત આપણા પર નકારાત્મક અસર કરશે.
આ પણ વાંચોઃ 3 જુલાઇનો ઇતિહાસઃ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિગ બેગ મુક્ત દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- પી.વી. સિંધુ (1995) - ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી.
- રાકેશ ઝુનઝુનવાલા (1960) - ભારતીય રોકાણકાર અને સ્ટોક ટ્રેડર હતા.
- લાલજી સિંહ (1947) - ભારતના જાણીતા જીવવિજ્ઞાની હતા.
- અસગર વજાહત (1946) - પ્રોફેસર અને સર્જક
- રામ વિલાસ પાસવાન (1946) - લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને ભારતીય દલિત રાજકારણના અગ્રણી નેતા.
- જ્યોતિ ખરે (1956) - સમકાલીન કવિ અને લેખક.
- શરદ પગારે (1931) - હિન્દી સાહિત્યના જાણીતા લેખક.
- સચિન નાગ (1920) - ભારતીય તરવૈયા હતા.
- કે. કરુણાકરણ (1918) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- બી. એન. સરકાર (1901) - પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા અને ન્યુ થિયેટર, કલકત્તાના સ્થાપક.
આ પણ વાંચોઃ 2 જુલાઇ: વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ, વર્લ્ડ યુએફઓ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- તોરુ દત્ત (1877) - અંગ્રેજી ભાષાની શ્રેષ્ઠ પ્રતિભાશાળી કવિયત્રી.
- અનુગ્રહ નારાયણ સિંહા (1957)- ભારતના સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, વકીલ, રાજકારણી અને આધુનિક બિહારના નિર્માતા.
- મેક્સ ક્લિંગર (1920) - પેઇન્ટિંગ, શિલ્પ અને ઉત્ખનન કલાના જર્મન કલાકાર હતા.
આ પણ વાંચોઃ 1 જુલાઇ: રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નો સ્થાપના દિન


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us