Today History 5 Navember : આજે 5 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ છે. સુનામી ભયંકર દરિયાઇ કુદરતી આપદા છે. ડિસેમ્બર 2004માં ભારત સહિત દક્ષિય એશિયાના ઘણા દેશોએ સુનામીના ભયંકર પરિણામ ભોગવ્યા હતા. સુનામીના જોખમ સામે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. ઐતિહાસિક ઘટનાઓની વાત કરીયે તો વર્ષ 1556માં મુઘલ શાસક અકબરે પાણીપતના બીજા યુદ્ધમાં હેમુને પરાજીત કર્યો હતો. વર્ષ 1951માં અમેરિકાએ નાવેદા ન્યુક્લિયર ટેસ્ટ સેન્ટર ખાતે પરમાણુ પરીક્ષણ કર્યું હતુ. વર્ષ 2013માં ભારતે પોતાના પ્રથમ મંગળ ગ્રહ પરિક્રમા અભિયાન (એમઓએમ)ની માટે ધ્રુવીય રોકેટને 5 નવેમ્બર, 2013ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
5 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1556 – મુઘલ શાસક અકબરે પાણીપતના બીજા યુદ્ધમાં હેમુને હરાવ્યો.
- 1630 – સ્પેન અને ઈંગ્લેન્ડ વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયા.
- 1639 – મેસેચ્યુસેટ્સમાં પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના.
- 1678 – જર્મનીની વિશેષ સેના બ્રાન્ડેનબર્ગર્સે સ્વીડનમાં ગ્રીફ્સવાલ્ડ શહેર કબજે કર્યું.
- 1725 – સ્પેન અને ઑસ્ટ્રિયાએ ગુપ્ત કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1811 – સ્પેન વિરુદ્ધ મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ.
- 1854 – ક્રિમીયન યુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સની સંયુક્ત સેનાએ ઇકરમેન ખાતે રશિયન સૈન્યને હરાવ્યું.
- 1914 – ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ દ્વારા તુર્કી સામે યુદ્ધની ઘોષણા.
- 1920 – ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ની સ્થાપના.
- 1930 – અમેરિકાના મહાન સાહિત્યકાર સિંકલેર લેવિસને તેમની કૃતિ ‘બેબિટ’ માટે સાહિત્યનું નોબેલ પુરસ્કાર મળ્યો.
- 1951 – અમેરિકાએ નાવેદા ન્યુક્લિયર ટેસ્ટ સેન્ટર ખાતે પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1961 – ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ન્યૂયોર્કની મુલાકાત લીધી.
- 1976 – સોવિયત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1985 – 24 વર્ષ શાસન કર્યા પછી તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જુલિયસ ન્યરેરે દ્વારા રાજીનામું.
- 1995 – ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રોબિનને નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- 1999- વેસ્ટ ઈન્ડિઝના મહાન ફાસ્ટ બોલર માલ્કમ માર્શલનું નિધન.
- 2001 – ભારત અને રશિયાએ અફઘાન સરકારમાં તાલિબાનની ભાગીદારીને નકારી કાઢી.
- 2004 – ઇઝરાયેલની સંસદે વડા પ્રધાન એરિયલ શેરોનની ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે ચાર વસાહતો ખાલી કરવાની યોજનાને મંજૂરી આપી.
- 2006 – ઈરાકની હાઈકોર્ટે દેશના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને માનવતા વિરુદ્ધના ગુના માટે દોષિત ઠેરવ્યા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી.
- 2007 – ચીનનું પ્રથમ અવકાશયાન ચાંગે-1 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
- 2012 – સીરિયામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 50 સૈનિકોના મોત.
- 2013- ભારતે પોતાના પ્રથમ મંગળ ગ્રહ પરિક્રમા અભિયાન (એમઓએમ)ની માટે ધ્રુવીય રોકેટને 5 નવેમ્બર, 2013ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો.
આ પણ વાંચો | 4 નવેમ્બરનો ઇતિહાસ : કઇ ભારતીય મહિલાને માનવ કોમ્યુટર કહેવાય છે? ભારતીય વાયુ સેનાના પ્રથમ મહિલા એર માર્શલ કોણ હતા?
વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day)
વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) દર વર્ષે 5 નવેમ્બરે મનાવવામાં આવે છે. યુએન જનરલ એસેમ્બલી (UNGA) ડિસેમ્બર 2015માં 5 નવેમ્બરને વિશ્વ સુનામી જાગૃતિ દિવસ તરીકે જાહેર કર્યો અને ત્યારથી દર વર્ષે આ તારીખે આ દિવસની મનાવવામાં આવે છે. સુનામીએ એક દરિયાઇ કુદરતી આપદા છે. સુનામી એ જાપાની શબ્દ છે, જેનો અર્થ થાય છે “હાર્બર વેવ્ઝ” કારણ કે જ્યારે પણ સુનામી આવે છે ત્યારે બંદરો નષ્ટ થઇ જાય છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય દરિયા કિનારે રહેતા લોકોમાં સુનામી જેવી ભયંકર કુદરતી આપદા વિશે જાગૃત લાવવાનો છે. ડિસેમ્બર 2004માં ભારત સહિત દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં ભયંકર સુનામી આવી હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. 26 ડિસેમ્બર, 2004ના રોજ, 9.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો અને તેની સાથે મોતની સુનામી આવી. આ ભયાનક કુદરતી આફતમાં લગભગ 2 લાખ 30 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.
5 નવેમ્બરની જન્મજયંતિ
- ચિત્તરંજન દાસ (1870) – મહાન સ્વાતંત્ર્ય સેનાની.
- બનારસી દાસ ગુપ્તા (1917) – હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સ્વતંત્રતા સેનાની.
- ઉદયરાજ સિંહ (1921) – પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર.
- અર્જુન સિંહ (1930) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી.
- સુહાસ પાંડુરંગ સુખાત્મે (1938) – ભારતીય વૈજ્ઞાનિક, શિક્ષક, લેખક અને ભારત સરકારના એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ.
આ પણ વાંચો | 2 નવેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે? બોલીવુડના કિંગ ખાનની ઉંમર કેટલી છે?
5 નવેમ્બરની પૃણ્યતિથિ
- શ્યામ સરન નેગી (2022) – હિમાચલ પ્રદેશના એક શિક્ષક હતા જે દેશના પ્રથમ મતદાર તરીકે જાણીતા હતા.
- પરમાનંદ શ્રીવાસ્તવ (2013) – હિન્દી સાહિત્યકાર અને અગ્રણી વિવેચક.
- ફિરોઝશાહ મહેતા (1915) – ભારતીય રાજકારણી અને બોમ્બે મ્યુનિસિપાલિટીના બંધારણ (ચાર્ટર)ના નિર્માતા.
- ફૈયાઝ ખાન (1950) – ધ્રુપદ અને ખયાલ ગાયકી શૈલીના શ્રેષ્ઠ ગાયક.
- નાગાર્જુન (1998) – રાગતવી વિચારધારાના લેખક અને કવિ
- બી. આર. ચોપરા (2008) – હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક
- ભૂપેન હજારિકા (2011) – ભારતના ગીતકાર, ગાયક અને સંગીતકાર.
- વિજયદેવ નારાયણ સાહી (1982) – પ્રખ્યાત કવિ અને વિવેચક.
આ પણ વાંચો | 1 નવેમ્બર : આજે વર્લ્ડ વીગન ડે છે અને વીગેનિઝમનું મહત્વ શું છે? મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સ્થાપના દિવસ





