Today history આજનો ઇતિહાસ 5 સપ્ટેમ્બર: ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની શિક્ષક દિવસ તરીકે ઉજવણી

Today history 5 September : આજે 5 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે, જેને શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે

Today history 5 September : આજે 5 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે, જેને શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે

author-image
Ajay Saroya
New Update
Today history | 5 september history | Teachers Day | Dr sarvepalli radhakrishnan

Dr sarvepalli radhakri : ડો. સર્વપલ્લી રાધાકૃષ્નન ભારતીયના બીજા રાષ્ટ્રપતિ હતા. (Express Photo)

Today history 5 September : આજે 5 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં શિક્ષક દિવસ ઉજવાય છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમાજ અને દેશના ઘડતરમાં શિક્ષકનું અમૂલ્ય યોગદાન છે અને તેને સમ્માનિત કરવા માટે આ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

5 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1666 - લંડનમાં એક ભયંકર આગમાં 13,200 મકાનોને નુકસાન થયું હતું અને આઠ લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 1798 - ફ્રાન્સમાં ફરજિયાત લશ્કરી સેવા કાયદો અમલમાં આવ્યો.
  • 1836 - સેમ હ્યુસ્ટન રિપબ્લિક ઓફ ટેક્સાસના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1839 - ચીનમાં પ્રથમ અફીણ યુદ્ધ શરૂ થયું.
  • 1914 - બ્રિટન, ફ્રાન્સ, બેલ્જિયમ અને રશિયા વચ્ચે લંડન કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1944 - બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ તેમની સ્કોટલેન્ડની મુલાકાત શરૂ કરી.
  • 1972 - મ્યુનિક ઓલિમ્પિક્સ દરમિયાન પેલેસ્ટિનિયન જૂથ બ્લેક સપ્ટેમ્બરે ઇઝરાયલના 11 ખેલાડીઓને બંધક બનાવ્યા અને ત્યારબાદ હત્યા કરી.
  • 1975 - પોર્ટુગલના વડાપ્રધાન ગોન્સાલ્વેસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
  • 1987 - યુએસ ટેનિસ ખેલાડી જોન મેકનરોયને તેમના નિવેદન બદલ 17,500 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
  • 1991 - નેલ્સન મંડેલા આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1997 - આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ એથેન્સમાં 2004 સમર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનું નક્કી કર્યું.
  • 1999 - ઇઝરાયેલના વડાપ્રધાન એહુદ બરાક અને યાસિર અરાફાત વચ્ચે શર્મ અલ શેખ (ઇજિપ્ત)માં વાઇ નદી કરારનો અમલ કરવા અને અટવાયેલી પશ્ચિમ એશિયા શાંતિ વાટાઘાટોને આગળ વધારવા માટે શાંતિ કરાર પર હસ્તાક્ષર.
  • 2000 - નીલ્જિમાલામ્બા, રશિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા સંગઠનના પ્રમુખ તરીકે નિયુક્ત, તેઓ આ પદને નિમણુંક થનાર પ્રથમ એશિયન મહિલા હતા.
  • 2001 - ફિજીમાં મહેન્દ્ર ચૌધરી, જ્યોર્જ સ્પેટ અને લેસેનિયા કારસે સંસદમાં ચૂંટાયા.
  • 2002 - અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ પર ઘાતક હુમલો, જોકે સબનસીબે બચી ગયા.
  • 2005 - મંડલા એરલાઇન્સની ફ્લાઇટ 091 સુમાત્રા, ઇન્ડોનેશિયામાં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ, જેમાં વિમાનમાં સવાર 104 લોકો ઉપરાંત રહેણાંક વિસ્તારમાં 39 લોકો માર્યા ગયા.
  • 2014 - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ, ગિની, લાઈબેરિયા, નાઈજીરિયા, સેનેગલ અને સિએરા લિયોનમાં ઈબોલા વાયરસથી સંક્રમિત 3500 લોકોમાંથી 1900 લોકો મૃત્યુ પામ્યા.

આ પણ વાંચો |  4 સપ્ટેમ્બર: બ્રિટિશ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય દાદા ભાઇ નવરોજીની જન્મજંયતિ

શિક્ષક દિવસ (Teachers Day) અને સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ (sarvepalli radhakrishnan birthday)

Advertisment

ભારતમા દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ (Teachers' Day) ઉજવાય છે. ભણતરમાં ગુરુનું મહત્વ દર્શાવતો દિવસ છે. ભારતીય સમાજમાં વર્ષોથી ગુરુ અને શિક્ષક અત્યંત આદરણીય સ્થાન ધરાવે છે. 5 સપ્ટેમ્બર એ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ પણ છે અને તેમની યાદીમાં શિક્ષક દિવસ ઉજવાય છે, જે શિક્ષક સમુદાયના સન્માનમાં વધારો કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, ગુરુ પૂર્ણિમાના દિવસને 'ગુરુ દિવસ' તરીકે સ્વીકારવામાં આવ્યો છે. વિશ્વના વિવિધ દેશો જુદી જુદી તારીખે 'શિક્ષક દિવસ' ઉજવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વિદ્વાન, મહાન શિક્ષણવિદ્, મહાન ફિલોસોફર, મહાન વક્તા તેમજ વૈજ્ઞાનિક હિંદુ વિચારક હતા. ડો.રાધાકૃષ્ણને તેમના જીવનના 40 વર્ષ શિક્ષક તરીકે કાર્ય કર્યુ હતુ. તેઓ એક આદર્શ શિક્ષક હતા અને તેમના સમ્માનમાં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયુ છે.

આ પણ વાંચો | 3 સપ્ટેમ્બરનો ઇતિહાસ: રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ, બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયુ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અજીત સિંહ યાદવ (1993) - ભારતના ભાલા ફેંકના પેરા એથ્લેટ.
  • પ્રજ્ઞાન ઓઝા (1986) - ભારતીય ક્રિકેટર.
  • કે.કે. અગ્રવાલ (1958) - ભારતીય ચિકિત્સક અને કાર્ડિયોલોજિસ્ટ હતા.
  • અમૃત તિવારી (1938) - ભારતીય દંત ચિકિત્સક હતા.
  • લક્ષ્મીનારાયણ રામદાસ (1933) - આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવા બદલ 'રેમન મેગ્સેસે એવોર્ડ' મેળવનાર ભારતીય.
  • ફિરોઝ પલિયા (1910) - ભારતીય ક્રિકેટર હતા.
  • વાચસ્પતિ પાઠક (1905) - પ્રખ્યાત નવલકથાકાર.
  • સર્વપલ્લી રાધાકૃષ્ણન (1888) - ભારતના બીજા રાષ્ટ્રપતિ.
  • ચિદમ્બરમ પિલ્લઈ (1872) - તમિલ ભાષાના વિદ્વાન અને પ્રખ્યાત સમાજ સુધારક.

આ પણ વાંચો | 2 સપ્ટેમ્બરનો ઇતિહાસ: વિશ્વ નારિયેળ દિવસ, જાપાને હાર સ્વીકારતા બીજુ વિશ્વ સમાપ્ત થયુ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મધર ટેરેસા (1997) - વિશ્વ વિખ્યાત સામાજિક કાર્યકર.
  • સલિલ ચૌધરી (1995) - હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.
  • આર. ડી. ભંડારે (1988) - એક ભારતીય રાજકારણી, ન્યાયશાસ્ત્રી અને આંબેડકરવાદી કાર્યકર હતા.
  • નીરજા ભનોટ (1986) - અશોક ચક્ર પુરસ્કાર વિજેતા એર સ્ટુઅર્ડસ હતા.
  • અંબિકા પ્રસાદ દિવ્યા (1986) - ભારતના જાણીતા શિક્ષણવિદ અને હિન્દી લેખક.
  • શરદ જોશી (1991) - ભારતીય વ્યંગકાર લેખક.
  • રતનજી ટાટા (1918) - 'ટાટા ગ્રુપ'ની સ્થાપના કરનાર ચાર વ્યક્તિઓ પૈકીના એક હતા.

આ પણ વાંચો | 1 સપ્ટેમ્બરનો ઇતિહાસ: એલઆઇસીનો સ્થાપના દિન; રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કેમ ઉજવાય છે?

આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર