આજનો ઇતિહાસ 6 ઓગસ્ટ: હિરોશીમા દિવસ – અમેરિકાએ જાપાનના હિરોશીમા પર લીટલ બોમ્બ ફેંક્યો

Today history 6 August: આજે 6 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિરોશીમા દિવસની 78મી વર્ષગાંઠ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
August 06, 2023 07:11 IST
આજનો ઇતિહાસ 6 ઓગસ્ટ: હિરોશીમા દિવસ – અમેરિકાએ જાપાનના હિરોશીમા પર લીટલ બોમ્બ ફેંક્યો
હિરોશીમા દિવસ - અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર લીટલ બોય ફેંક્યો

Today history 6 August: આજે 6 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિરોશીમા દિવસ છે. 78 વર્ષ પહેલા આજની તારીખે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર લીટલ બોમ્બ નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો, અને ક્ષણિકમાં એક સુંદર શહેર સ્મશાનમાં ફેરવાઇ ગયુ હતુ. વર્ષ 1986માં ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

6 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1821 – બ્રસેલ્સમાં ‘કુરિયર ઓફ પેજ બાસ’ અખબારની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
  • 1862 – મદ્રાસ હાઈકોર્ટની સ્થાપના થઈ.
  • 1914 – ઓસ્ટ્રિયા દ્વારા રશિયા સામે યુદ્ધની ઘોષણા
  • 1945 – અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પહેલો પરમાણુ બોમ્બ ફેંક્યો.
  • 1960 – ક્યૂબાએ દેશની તમામ સંપત્તિઓનું રાષ્ટ્રિયકરણ કર્યું
  • 1986 – ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનો જન્મ થયો
  • 2001 – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક કરાર.
  • 2002- ભારત અને પાકિસ્તાનમાં તણાવને કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનમાંથી તેના નાગરિકોને પાછા બોલાવ્યા.
  • 2004 – વર્ષ 2000માં ફિજીના વડાપ્રધાન મહેન્દ્ર ચૌધરી વિરુદ્ધ બળવાના કેસમાં ઉપરાષ્ટ્રપતિ જોપ સેનીલોલીને 4 વર્ષની જેલ થઇ.
  • 2007 – હંગેરિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે લગભગ 8 મિલિયન વર્ષ જૂનું પાઈન વૃક્ષનું અશ્મિ મળી આવ્યું છે.
  • 2008 – સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ને આંધ્રપ્રદેશના કૃષ્ણા પટનમમાં 880 મેગાવોટનું સુપર ક્રિટિકલ બોઈલર સ્થાપિત કરવાનો ઓર્ડર મળ્યો, જે આ શ્રેણીનો પ્રથમ ઓર્ડર છે. બંગાળ સરકારે ટાટા જૂથને સિંગાપોરમાંથી પ્લાન્ટ ન ખસેડવા માટે સમજાવ્યું. સુપ્રીમ કોર્ટે સિમી પરના પ્રતિબંધને હટાવવા સામેના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
  • 2019 – જમ્મુ – કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લદ્દાખ કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કરાયું

આ પણ વાંચો | 5 ઓગસ્ટનો ઇતિહાસ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ

હિરોશિમા દિવસ (Hiroshima Day) – અમેરિકા જાપાનના હિરોશિમા શહેર પર ન્યુક્લિયર બોમ્બ ફેંક્યો

વર્ષ 1945નો 6 ઓગસ્ટનો દિવસ જાપાન સહિત સમગ્ર માનવજાત માટે એક ભયાનક દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. કારણ કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પહેલો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. આ ન્યુક્લિયર બોમ્બ એટેકથી હિરોશિમા શહેર ક્ષણવારમાં સ્મશાનમાં ફેરવાઇ ગયુ હતુ. આથી 6 ઓગસ્ટને હિરોશિમા દિવસ (Hiroshima Day) તરીકે યાદ કરવામાં આવે છે.

વર્ષ 1945માં 6 ઓગસ્ટના રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર ‘લીટલ બોય’ નામનો અણુ બોમ્બ ફેંક્યો હતો. આ બોમ્બની અસરને કારણે 13 ચોરસ કિમી વિસ્તારમાં ભયંકર તબાહી મચી ગઇ હતી. હિરોશિમા શહેરની 3.5 લાખ વસ્તીમાંથી એક લાખ ચાલીસ હજાર લોકો એક જ ઝાટકે માર્યા ગયા હતા. આ પરમાણુ બોમ્બની અસર ઘણા વર્ષો સુધી વરતાઇ અને ન્યુક્લિયર રેડિયેશનની અસરથી મોટી સંખયામાં મૃત્યુ પામતા રહ્યા હતા. અમેરિકા આટલેથી ન અટકતા ત્રણ દિવસ બાદ જાપાનના નાગાસાકી શહેર પર બીજો પરમામુ બોમ્બ ફેંક્યો હતો, આ ન્યુક્લિયર એટેકમાં પણ લાખો નિર્દોષ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો |  4 ઓગસ્ટનો ઇતિહાસ : સિંગલ વર્કિંગ વુમન્સ દિવસ, બરાક ઓબામાનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રાજેન્દ્ર સિંહ (1959) – ભારતના પ્રખ્યાત પર્યાવરણ કાર્યકર્તા.
  • અવિનાશ દીક્ષિત (1944) – ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી.
  • કે. એમ. ચાંડી (1921) – સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાત અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • ગુરદયાલ સિંહ ધિલ્લોન (1915) – ભારતના પાંચમા લોકસભા અધ્યક્ષ.
  • એ. જી. કિરપાલ સિંહ (1933) – ભારતીય ક્રિકેટર.
  • એમ. નાઇટ શ્યામલન (1970) – ભારતીય/અમેરિકન ફિલ્મ નિર્દેશક.

આ પણ વાંચોઃ 3 ઓગસ્ટનો ઇતિહાસ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને ભારતમાં રાષ્ટ્રીય તરબૂચ દિવસની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સુષ્મા સ્વરાજ (2019) – ભાજપના ટોચના મહિલા નેતા, કેન્દ્રીય મંત્રી અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.
  • આર.કે. ધવન (2018) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હતા.
  • સૂરજ ભાન (2006) – રાજકારણી અને દલિત નેતા.
  • રોબિન બેનર્જી (2003) – પ્રખ્યાત વન્યજીવન નિષ્ણાત, પર્યાવરણવાદી, ચિત્રકાર, ફોટોગ્રાફર અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા હતા.
  • બિરેન્દ્ર કુમાર ભટ્ટાચાર્ય (1997) – આસામી ભાષાના લેખક.
  • એસ. કે. પોટ્ટેક્કટ્ટ (1982) – પ્રખ્યાત મલયાલમ સાહિત્યકાર
  • ગોડે મુરહરી (1982) – છઠ્ઠી લોકસભાના ઉપાધ્યક્ષ હતા.
  • ભૂપેશ ગુપ્તા (1981) – રાજકારણી નેતા.
  • સર સુરેન્દ્રનાથ બેનરજી (1925) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા.

આ પણ વાંચો | 2 ઓગસ્ટનો ઇતિહાસ : દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ