આજનો ઇતિહાસ 6 જુલાઇ: વિશ્વ ઝૂનોસીસ દિવસ, લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી

Today history 6 july: આજે 6 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ઝૂનોસીસ દિવસ. 1885માં આજના દિવસે લૂઇ પાશ્વરે હડકવાની રસી શોધી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : July 06, 2023 05:52 IST
આજનો ઇતિહાસ 6 જુલાઇ: વિશ્વ ઝૂનોસીસ દિવસ, લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી
World Zoonosis Day: ઝૂનોસિસ એક ચેપી રોગ છે જે પ્રાણીઓ માંથી મનુષ્યોમાં ફેલાય છે.

Today history 6 july: આજે 6 જુલાઇ 2023 (6 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ઝૂનોસીસ દિવસ. વર્ષ 1885માં આજના દિવસે ફ્રાન્સા વૈજ્ઞાનિક લૂઇ પાશ્વરે હડકવાની રસીની શોધ કરી હતી તેની યાદીમાં આ દિવસ છે. આજે ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઇ અંબાણી અને ભાજપના મહિલા નેતા અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

6 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1885 – લુઈ પાશ્ચરે હડકવાની રસીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
  • 1944 – નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પ્રથમ વખત મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા.
  • 1906 – મુખ્ય સ્વાતંત્ર્ય સેનાની ચિત્તરંજન દાસ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ મળીને ‘વંદે માતરમ’ અખબારનું પ્રકાશન શરૂ કર્યું.
  • 1914 – ઑસ્ટ્રિયાએ રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1937 – અમેરિકામાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી.
  • 1955 – ફ્રાન્સના દક્ષિણ અને એન્ટાર્કટિક પ્રદેશને વિદેશી પ્રદેશ તરીકે બનાવવામાં આવ્યો.
  • 1960 – ક્યુબાએ દેશની તમામ મિલકતોનું રાષ્ટ્રીયકરણ કર્યું.
  • 1961 – રશિયાએ તેનું બીજો યાત્રી અવકાશમાં મોકલ્યો.
  • 1962 – યુનાઇટેડ કિંગડમનું સામ્રાજ્ય જમૈકામાં સમાપ્ત થયું અને તેને સ્વતંત્રતા મળી.
  • 1964- અમેરિકાના નેવાદા વિસ્તારમાં સંશોધન માટે વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ પ્રોમિથિયસ (પાઈન ટ્રી) કાપવામાં આવ્યું.
  • 1965 – ભારતીય સૈન્ય પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયું.
  • 1976 – ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કરાચીના પોર્ટ કાસિમનો શિલાન્યાસ કર્યો.
  • 1986 – ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ.
  • 1996 – નાસાએ મંગળ પર જીવનની સંભાવના વ્યક્તિ કરી.
  • 2001 – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક કરાર.
  • 2002- ભારત અને પાકિસ્તાનમાં તણાવને કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનમાંથી તેના નાગરિકોને પરત બોલાવ્યા.
  • 2002 – અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ કાદિરની હત્યા.
  • 2005 – મેક્સિકોમાં ચાલીસ હજાર વર્ષ જૂના માનવ પગના નિશાન મળ્યા.
  • 2006 – વર્લ્ડ કપ ફૂટબોલમાં ફ્રાન્સે પોર્ટુગલને હરાવ્યું.
  • 2008 – દક્ષિણ ઇજિપ્તમાં 5,000 વર્ષ જૂનું શાહી કબ્રસ્તાન મળી આવ્યું.
  • 2012 – યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા બહાર પાડવામાં આવેલ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ-2012 અનુસાર, 2012 થી 2014ના સમયગાળામાં ચીન મલ્ટિનેશનલ કંપનીઓ માટે રોકાણનું સૌથી આકર્ષક સ્થળ હતું. ત્યાર બાદ અમેરિકા અને ભારતનો ક્રમે છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 5 જુલાઇ: નેશનલ વર્કહોલિક દિવસ – પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને સંતુલિત કરવી જરૂરી

વિશ્વ ઝૂનોસીસ દિવસ

વિશ્વ ઝૂનોસીસ દિવસ (World Zoonosis Day) દર વર્ષે 6 જુલાઇના રોજ ઉજવાય છે. ઈન્ફલ્યુએન્ઝા, ઈબોલા અને વેસ્ટ નાઈલ વાયરસ જેવા ઝૂનોટિક રોગ સામે પ્રથમ રસીકરણની યાદગારીમાં દર વર્ષે 6 જુલાઈના રોજ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1885માં 6 જુલાઇના રોજ ફ્રેન્ચ જીવવિજ્ઞાની લૂઇસ પાશ્વરે હડકવાની રસીની શોધી કરી હતી. તેની યાદી દર વર્ષે વિશ્વ ઝૂનોસિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ ઘણા પ્રકારની બીમારઓ પ્રાણીઓથી મનુષ્યમાં સંક્રમિત થાય છ, જેનું તાજું ઉદાહરણ છે કોવિડ-19 વાયરલ એટલે કોરોના વાયરસ. ઝૂનોટિક રોગો વાયરસ, પરોપજીવી, બેક્ટેરિયા અને ફૂગના કારણે થાય છે. આ જંતુઓ મનુષ્યો અને પ્રાણીઓમાં અનેક પ્રકારના બીમારીઓનું કારણ બને છે. આ વાયરસના કારણે કેટલાક લોકો મોતનો ભોગ પમ બની શકે છે. આ જીવલેણ બીમારીઓ મનુષ્યોની સાથે તે પ્રાણીઓને પોતાનો શિકાર બનાવે છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 4 જુલાઇ: અમેરિકાનો સ્વતંત્રતા દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રામચંદ્ર પ્રસાદ સિંહ (1958) – યુપી કેડરના IAS અધિકારી જે મોદી કેબિનેટમાં ‘સ્ટીલ મંત્રી’ હતા.
  • માલતી કૃષ્ણમૂર્તિ હોલા (1958) – ભારતના પેરાએથ્લેટ છે.
  • અનવર જલાલપુરી (1947) – ‘યશ ભારતી’થી સન્માનિત પ્રખ્યાત ઉર્દૂ કવિ હતા.
  • દલાઈ લામા (1935) – બૌદ્ધ ધર્મના ધાર્મિક નેતા.
  • દેવગોડા જવરેગોડા (1915) – કન્નડ લેખક, લોક ગીતકાર, સંશોધક અને વિદ્વાન હતા.
  • દૌલત સિંહ કોઠારી (1906) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા.
  • લક્ષ્મીબાઈ કેલકર (1905) – ભારતના પ્રખ્યાત સમાજ સુધારક હતા.
  • શ્યામાપ્રસાદ મુખર્જી (1901) – ભારતીય રાજકારણી
  • રામકૃષ્ણ ગોપાલ ભંડારકર (1837) – સમાજ સુધારક
  • નુરસુલતાન નઝરબાયેવ (1940) – કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા.
  • અનિલ માધવ દવે (1956) – ભારત સરકારમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી હતા.

આ પણ વાંચોઃ 3 જુલાઇનો ઇતિહાસઃ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિગ બેગ મુક્ત દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સુષમા સ્વરાજ (2019) – ભાજપના નેતા અને ભારતના પૂર્વ મહિલા વિદેશ મંત્રી હતા.
  • અમૃતલાલ વેગડ (2018) – પ્રખ્યાત લેખક, ચિત્રકાર અને નર્મદા પ્રેમી હતા.
  • ઠાકુર રામ લાલ (2002) – હિમાચલ પ્રદેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • પ્રતાપ નારાયણ મિશ્રા (1894) – હિન્દી ખડી બોલી અને ‘ભારતેન્દુ યુગ’ના ઉન્નાયક.
  • જગજીવન રામ (1986) – આધુનિક ભારતીય રાજકારણના અગ્રણી વ્યક્તિ, જેમને આદરપૂર્વક ‘બાબુજી’ કહેવામાં આવતા હતા.
  • ચેતન આનંદ (1997) – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
  • મણિ કૌલ (2011) – ફિલ્મ નિર્દેશક
  • ગ્રાનવિલે ઓસ્ટિન (2014) – પદ્મશ્રીથી સન્માનિત અમેરિકન વિદ્વાન અને ઇતિહાસકાર.
  • ધીરુભાઈ અંબાણી (2002) – ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક હતા.
  • નૌતમ ભટ્ટ (2005) – ભારતીય વૈજ્ઞાનિક હતા.
  • કોર્નેલિયા સોરાબજી (1954) – ભારતના પ્રથમ મહિલા બેરિસ્ટર હતી.
  • માન સિંહ (1614) – સમ્રાટ અકબરના મુખ્ય રાજપૂત સરદાર હતા.

આ પણ વાંચોઃ 2 જુલાઇ: વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ, વર્લ્ડ યુએફઓ ડે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ