આજનો ઇતિહાસ 6 જૂન : નેશનલ હાયર એજ્યુકેશન ડે – કોલેજની ફી તમામ વિદ્યાર્થીઓને પોસાય તેવી હોવી જોઇએ

Today history 6 june : આજે 6 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ હાયર એજ્યુકેશન ડે છે. વર્ષ 1674માં આજના દિવસે શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : June 06, 2023 08:35 IST
આજનો ઇતિહાસ 6 જૂન : નેશનલ હાયર એજ્યુકેશન ડે – કોલેજની ફી તમામ વિદ્યાર્થીઓને પોસાય તેવી હોવી જોઇએ
નેશનલ હાયર એજ્યુકેશન ડે એટલે કે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ દિવસ 6 જૂને ઉજવાય છે.

Today history 6 june : આજે 6 જૂન 2023 (6 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ હાયર એજ્યુકેશન ડે છે. વર્ષ 1674માં આજના દિવસે રાયગઢ કિલ્લામાં શિવાજીનો રાજ્યાભિષેક થયો અને તેમને છત્રપતિની ઉપાધિ આપવામાં આવી હતી. વર્ષ 2010માં મુંબઈના 26/11 હુમલાના દોષિત અજમલ અમીર કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (6 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

6 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1520 – ફ્રાન્સ અને ઈંગ્લેન્ડે સ્કોટિશ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1674 – રાયગઢ કિલ્લામાં શિવાજીનો રાજ્યાભિષેક થયો અને તેમણે છત્રપતિની ઉપાધિ ધારણ કરી.
  • 1727 – પ્રથમ બોક્સિંગ ટાઇટલ લંડનમાં યોજાયું જ્યાં જેમ્સ ફિગ નેડ સટનને હરાવ્યા.
  • 1752 – મોસ્કોમાં ભીષણ આગને કારણે લગભગ 18,000 લોકો બળીને રાખ થઈ ગયા.
  • 1808 – નેપોલિયનના ભાઈ જોસેફને સ્પેનના રાજા બનાવવામાં આવ્યા.
  • 1831 – અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બીજું રાષ્ટ્રીય અશ્વેત સંમેલન યોજાયું.
  • 1882 – ન્યૂયોર્કના હેનરી ડબલ્યુ સીલે ઇલેક્ટ્રિક આયર્ન માટે પેટન્ટ કરાવી.
  • 1916 – અમેરિકાના પૂર્વ ક્લેવલેન્ડમાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો.
  • 1919 – ફિનલેન્ડે બોલ્શેવિક્સ સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1919 – પ્રિકમાર્ગ પ્રજાસત્તાક પર હંગેરિયન રેડ આર્મીનું આક્રમણ.
  • 1926 – ઇજિપ્તમાં અદલી પાશાના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી.
  • 1936 – એવિએશન ગેસોલિનનું વાણિજ્યિક ઉત્પાદન પ્રથમ વખત શરૂ થયું.
  • 1944 – નાઝી સૈન્યની ફાયરિંગ ટુકડીએ 96 કેદીઓને ફાંસી આપી.
  • 1944 – અલાસ્કા એરલાઇન્સે કામગીરી શરૂ કરી.
  • 1966 – અમેરિકાની મિસિસિપી યુનિવર્સિટીમાં રંગભેદ સામે અવાજ ઉઠાવનાર પ્રથમ અશ્વેત માનવાધિકાર કાર્યકર્તા જેમ્સ મેરેડિથ પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો.
  • 1967 – ઇઝરાયેલી સેનાએ ગાઝા પર કબજો કર્યો.
  • 1972 – અમેરિકાએ ઉત્તર વિયેતનામના હૈફાંગમાં બોમ્બમારો કર્યો, જેમાં હજારો લોકો માર્યા ગયા.
  • 1975 – દક્ષિણ વિયેતનામમાં કામચલાઉ ક્રાંતિકારી સરકારની રચના કરવામાં આવી.
  • 1981 – બિહારમાં એક ટ્રેન બાગમતી નદીમાં પડી, જેમાં સવાર 1000 લોકોમાંથી લગભગ 800 લોકો માર્યા ગયા.
  • 1984 – ખાલિસ્તાન ચળવળના નેતા જરનૈલ સિંહ ભિંડરાનવાલે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન ઠાર મરાયો.
  • 1985 – બીજા વિશ્વયુદ્ધમાં બેઈલી બ્રિજના શોધક સર ડોનાલ્ડ બેઈલીનું ઈંગ્લેન્ડમાં અવસાન થયું.
  • 1997 – ફ્રાન્સની ક્રિસ્ટિન જેનિન ધ્રુવ પર ચાલનારી વિશ્વની પ્રથમ મહિલા બની.
  • 2004 – ચીને સિક્કિમને ભારતનું અંગ માન્યું.
  • 2005 – સંયુક્ત રાષ્ટ્રએ લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું.
  • 2006 – અમેરિકન નાગરિક લિલિયન એસ્પ્લાન્ટ, ટાઇટેનિકના ડૂબવાના છેલ્લા સાક્ષીનું અવસાન થયું. વિશ્વની સૌથી મોટી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર પોર્ટર ગ્રોસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
  • 2007 – નિકોલસ સરકોઝી ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા.
  • 2008 – બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં પ્રથમ વખત ચાર્જશીટ દાખલ કરી.
  • 2010 – સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણનની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે સાંસદોને સ્થાનિક વિસ્તાર વિકાસ ફંડની બંધારણીય માન્યતાને સમર્થન આપતાં કહ્યું હતું કે સંસદને તેના હેઠળ ભંડોળની ફાળવણી કરવાની કાયદેસરની સત્તા છે. આ યોજના હેઠળ સાંસદોને તેમના મતવિસ્તારના વિકાસ માટે વાર્ષિક બે કરોડ રૂપિયા મળે છે.
  • 2010 – મુંબઈમાં 26/11 હુમલાના દોષિત અજમલ અમીર કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચોઃ 5 જૂનનો ઇતિહા : વિશ્વ પર્યાવરણ દિવસ; ઓપરેશન બ્લુ સ્ટારની 39મી વરસી, જે ઇન્દિરા ગાંધી માટે ઘાતક સાબિત થયુ

નેશનલ હાયર એજ્યુકેશન ડે

નેશનલ હાયર એજ્યુકેશન ડે એટલે કે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ દિવસ દર વર્ષે 6 જૂને ઉજવાય છે. આપણા જીવનને સુધારવામાં શિક્ષણના મહત્વને ઓળખવા માટે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમવાર નેશનલ હાયર એજ્યુકેશન ડેની શરૂઆત વર્ષ 2015માં ઇઝામર ઓલાગ્યુઝ અને માર્સી હ્રોનિસ દ્વારા કરવામાં આવી હતી. તમારી મનપસંદ નોકરી હાંસલ કરવા માટે જે-તે વિષય અને ક્ષેત્રનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે, જે ઉચ્ચ શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. કરોડો યુવા વ્યક્તિઓ આ દિવસે ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજનાઓ બનાવવા માટે સમય કાઢે છે અને શિષ્યવૃત્તિ, સંભવિત કારકિર્દીની પસંદગીઓ અને અમુક નોકરીની સાથે સાથે શોધખોળ કરીને તેમની પાસે રહેલા વિકલ્પો વિશે વિચારે છે.

આ દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને કોલેજની ફી બધા માટે પોસાય તેવી બનાવવા માટે પ્રેરિત કરવાનો છે. દર વર્ષે અમેરિકા સહિત દુનિયાભરમાં રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ દિવસ વિશે જાગૃતિ ફેલાવવા માટે સેંકડો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ એક થાય છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 4 જૂન : થિયાનમેન દિવસ, ચીનમાં 1989માં વિરોધ પ્રદર્શનમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગગન નારંગ (1983) – ભારતીય રાઈફલ શૂટર.
  • આબિદ ખાન (1972) – ભારતીય સેનાના બહાદુર સૈનિક હતા, જેમણે માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
  • ખજાન સિંહ (1964) – ભારતના પ્રખ્યાત તરવૈયા હતા.
  • લાલ થનહવલા (1964) – પ્રખ્યાત રાજકારણી અને મિઝોરમના ત્રીજા મુખ્યમંત્રી.
  • સેમ પીરોજ ભરૂચા (1937)- ભારતના ભૂતપૂર્વ 30મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • રહેમાન રાહી (1925) – કાશ્મીરી કવિ, અનુવાદક અને વિવેચક.
  • મોતીલાલ નેહરુ (1861) – સ્વતંત્રતા સેનાની અને રાજકારણી.

આ પણ વાંચોઃ 3 જૂનનો ઇતિહાસ : વિશ્વ સાયકલ દિવસ – પર્યાવરણની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • અજીત સિંહ (2021)- ભારતના રાજકીય નેતા હતા.
  • ગોવિંદ મુનિસ (2010) – ભોજપુરી ફિલ્મ નિર્દેશક (નદિયા કે પાર) હતા.
  • શ્યામ લાલ યાદવ (2005) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • કોકા સુબ્બા રાવ (1976)- ભારતના આઠમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • શિવ કુમાર બટાલવી (1973) – પંજાબી ભાષાના પ્રખ્યાત કવિ હતા
  • ભુલાભાઈ દેસાઈ (1946) – જાણીતા ન્યાયશાસ્ત્રી, અગ્રણી સંસદીય નેતા અને મહાત્મા ગાંધીના વિશ્વાસુ સાથી હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 2 જૂન : તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ