આજનો ઇતિહાસ 6 નવેમ્બર : યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ

Today History 6 Navember : આજે 6 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : November 06, 2023 09:38 IST
આજનો ઇતિહાસ 6 નવેમ્બર : યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
યુદ્ધમાં જાનમાલને નુકસાનની સાથે સાથે પર્યાવરણની પણ હાની થાય છે. (Photo - Canva)

Today History 6 Navember : આજે 6 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. યુદ્ધ દરમિયાન જાનમાલની સાથે સાથે પર્યાવરણને થતા નુકસાનને રોકવા આ દિવસ ઉજવાય છે. ઇતિહાસમાં નજર કરીયે તો વર્ષ 1763માં બ્રિટિશ સેનાએ મીર કાસિમને હરાવી પટના પર કબજો કર્યો હતો. વર્ષ 1913માં દક્ષિણ આફ્રિકામાં ભારતીય ખનન મજૂરોની રેલીનું નેતૃત્વ કરવા બદલ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

6 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1763 – બ્રિટિશ સેનાએ મીર કાસિમને હરાવી પટના પર કબજો કર્યો.
  • 1813 – મેક્સિકોને સ્પેનથી આઝાદી મળી.
  • 1844 – સ્પેને ડોમિનિકન રિપબ્લિકને આઝાદ કર્યું.
  • 1860 – અબ્રાહમ લિંકન અમેરિકાના સોળમા પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1903 – અમેરિકાએ પનામાની સ્વતંત્રતાને માન્યતા આપી.
  • 1913 – દક્ષિણ આફ્રિકામાં ભારતીય ખનન મજૂરોની રેલીનું નેતૃત્વ કરવા બદલ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી.
  • 1943 – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાને આંદામાન અને નિકોબાર ટાપુઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સોંપ્યા.
  • 1949 – ગ્રીસમાં ગૃહ યુદ્ધ સમાપ્ત થયું.
  • 1962 – રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી.
  • 1990 – નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.
  • 1994 – અફઘાનિસ્તાનના બુરહાનુદ્દીન રબ્બાની જૂથ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર અફઘાન શાંતિ યોજનાને મંજૂરી આપવામાં આવી.
  • 1998 – પાકિસ્તાને સિયાચીનમાં યુદ્ધવિરામ માટે ભારતના પ્રસ્તાવને નકારી કાઢ્યો.
  • 2000 – સતત 23 વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા બાદ જ્યોતિ બસુએ રાજીનામું આપ્યું.
  • 2004 – રશિયાએ ક્યોટો કરારને બહાલી આપી.
  • 2013 – સીરિયાના દમાસ્કસમાં આત્મઘાતી વિસ્ફોટમાં આઠ માર્યા ગયા, 50 ઘાયલ થયા. ઈરાકની રાજધાની બગદાદમાં આત્મઘાતી હુમલો, 15ના મોત.
  • 2013 – મહાન ખેલાડી સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક પ્રો. CNR રાવને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો |  5 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, ભારતમાં ક્યારે સુનામી આવી હતી?

યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ( International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict)

યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ દર વર્ષે 6 નવેમ્બરના રોજ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોફી અત્તા અન્નાનના સેક્રેટરી-જનરલ તરીકેના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા 5 નવેમ્બર, ૨૦૦૧ના રોજ યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો |  4 નવેમ્બરનો ઇતિહાસ : કઇ ભારતીય મહિલાને માનવ કોમ્યુટર કહેવાય છે? ભારતીય વાયુ સેનાના પ્રથમ મહિલા એર માર્શલ કોણ હતા?

6 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • ભાવિના પટેલ (1986) – ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી.
  • જીતેન્દ્ર સિંહ (ભાજપ) (1956) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
  • વિજય કુમાર કર્ણિક (1939) – ભારતીય વાયુસેનામાં પાઇલટ હતા.
  • યશવંત સિંહા (1937) – ભૂતપૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર અને રાજકારણી.

આ પણ વાંચો | 3 નવેમ્બરનો ઇતિહાસ : પ્રથમ પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક કોણ છે? સુપ્રીમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ ગુજરાતના હતા, શું તમને નામ ખબર છે?

6 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • સિદ્ધાર્થ શંકર રાય (2010) – પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા.
  • સંજીવ કુમાર (1985) – હિન્દી ફિલ્મ અભિનેતા.
  • એચ.જે. કાનિયા (1951) – સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા.

આ પણ વાંચો |  2 નવેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે? બોલીવુડના કિંગ ખાનની ઉંમર કેટલી છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ