/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-05T230710.199.jpg)
Major Dhan Singh Thapa : મેજર ધન સિંહ થાપા, પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક. (Photo - wikipedia.org)
Today history 6 September : આજે 6 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પરમવીક ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક મેજર ધન સિંહ થાપાની પૃણ્યતિથિ છે. વર્ષ 1968માં આજના દિવસે આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડને બ્રિટનથી આઝાદી મળી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
6 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1776 - ગ્વાડેલુપ ટાપુમાં તોફાનને કારણે છ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા.
- 1869 - પેન્સિલવેનિયાના એવોન્ડેલમાં ખાણમાં લાગેલી આગમાં 110 લોકો મૃત્યુ પામ્યા.
- 1905 - એટલાન્ટા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની શરૂ થઈ.
- 1914 - ફ્રાન્સ અને જર્મની વચ્ચે માર્નેનું યુદ્ધ શરૂ થયું.
- 1924 - ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલિનીની હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો.
- 1939 - દક્ષિણ આફ્રિકાએ નાઝી જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1948 - જુલિયાના નેધરલેન્ડની રાણી બની.
- 1952 - કેનેડા ટીવી મોન્ટ્રીયલમાં શરૂ થયું.
- 1965 - તાશ્કંદ કરાર (ભારત-પાકિસ્તાન યુદ્ધ) થયા.
- 1968 - આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડને બ્રિટનથી આઝાદી મળી.
- 1986 - ઈસ્તાંબુલમાં યહૂદી ધર્મસ્થાન પર થયેલા હુમલામાં 23 લોકો માર્યા ગયા.
- 2000 - સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ કોફી અન્નાન દ્વારા યુનાઈટેડ નેશન્સ મિલેનિયમ સમિટનું ઉદ્ઘાટન.
- 2003 - પેલેસ્ટાઈનના વડાપ્રધાન મહમૂદ અબ્બાસનું રાજીનામું.
- 2006 - મેક્સિકોના શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના ફેલિપ કાલ્ડરોનને નવા રાષ્ટ્રપતિ તરીકે નામાંકિત કરવામાં આવ્યા.
- 2007 - બ્રિટનની 'ધ હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રીયોલોજી ઓથોરિટી' એ માનવ-પ્રાણી હાઇબ્રિડ એમ્બ્રોયો પર સંશોધન કરવા માટે સૈદ્ધાંતિક રીતે પરવાનગી આપી.
- 2008- ડી. સુબ્બારાવે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો.
- 2009 - કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી હરચરણ સિંહ બ્રારનું નિધન થયું છે.
- 2012 - બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બન્યા.
આ પણ વાંચો | 5 સપ્ટેમ્બરનો ઇતિહાસ : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની શિક્ષક દિવસ તરીકે ઉજવણી
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- દલીપ સિંહ (1838) - પંજાબના મહારાજા રણજીત સિંહના સૌથી નાના પુત્ર હતા.
- યશ જોહર (1929) - ભારતીય ફિલ્મ નિર્માતા હતા.
- એમ.ઓ. એચ. ફારૂક (1937) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા.
- દેવાંગ ગાંધી (1971) - ભારતના ક્રિકેટ ખેલાડી.
- લવપ્રીત સિંહ (1997) - ભારતીય વેઇટલિફ્ટર.
આ પણ વાંચો | 4 સપ્ટેમ્બર: બ્રિટિશ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય દાદા ભાઇ નવરોજીની જન્મજંયતિ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- હરચરણ સિંહ બરાડ (2009) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને પંજાબના મુખ્યમંત્રી.
- મેજર ધનસિંહ થાપા (2005) - પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
- ઈન્દિરા રાજે (1968) - બરોડાની રાજકુમારી હતા.
- અલાઉદ્દીન ખાન (1972) - સરોદ વાદક જેમણે સંગીતના 'મૈહર ઘરાના'ની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો | 3 સપ્ટેમ્બરનો ઇતિહાસ: રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ, બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયુ
મેજર ધન સિંહ થાપા (Dhan Singh Thapa)
આજે ભારતીય સૈનિક મેજર ધન સિંહ થાપાની (Dhan Singh Thapa) પૃણ્યતિથિ છે. તેઓ નેપાળી મૂળના ભારતીય હતા, જેમને પરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. મેજર ધનસિંહ થાપાનો જન્મ વર્ષ 1928માં 10 એપ્રિલના રોજ શિમલામાં થયો હતો. તેઓ વર્ષ 1949માં 28 ઓક્ટોબરના રોજ એક અધિકારી તરીકે ભારતીય સેનામાં જોડાયા હતા. તેમની ગણતરી એક એવા લશ્કરી અધિકારી તરીકે થતી હતી જે શાંતિથી પોતાના કામમાં વ્યસ્ત હતા. બિનજરૂરી વાત કરવી કે વધુ પડતી બડાઈ મારવી કે પોતાની જાતને બહાદુર બતાવવી એ તેમના સ્વભાવમાં ક્યારેય નહોતું. તેમને પરમવીર ચક્રથી વર્ષ 1962માં સમ્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધમાં, જે ચાર ભારતીય બહાદુર સૈનિકોને પરમવીર ચક્રથી સમ્માનિત કરાયા હતા, તેમાંથી ફક્ત એક જ સૈનિક યુદ્ધમાં બચી ગયા હતા અને તે હતા મેજર ધન સિંહ થાપા, જે 1/8 ગોરખા રાઇફલ્સ તરફથી મેજર તરીકે લડ્યા હતા.ધનસિંહ થાપા ભલેને બર્બર ચીની સેનાનો સામનો કર્યા બાદ બચી ગયા હોય, પરંતુ યુદ્ધ પછી ચીનમાં કેદી તરીકે તેમણે જે ત્રાસ સહન કર્યો તેની યાદ આઘાતજનક હતી. ધન સિંહ થાપા આ યુદ્ધમાં પાન ગાઉંગ ત્સો (તળાવ) ના કિનારે સિરી જાપ મોરચે તૈનાત હતા, જ્યાં તેમણે દેખાડેલી બહાદુરી બદલ તેમને પરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો | 2 સપ્ટેમ્બરનો ઇતિહાસ: વિશ્વ નારિયેળ દિવસ, જાપાને હાર સ્વીકારતા બીજુ વિશ્વ સમાપ્ત થયુ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us