Today history 7 August: આજે 7 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નેશનલ હેન્ડલૂમ દિવસ અને જેવલિન થ્રો ડે એટલે કે ભાલા ફેંક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે ભારતીય રમતવીર નીરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં જેવલિન થ્રો રમતમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આજે ભારનતા પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર અને ગીતાંજલીના સર્જક રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
7 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1880 – ઉચિત વક્તા પંડિત દુર્ગાપ્રસાદ મિશ્રા દ્વારા પ્રકાશિત અખબાર હતું.
- 1996 – અમેરિકન વૈજ્ઞાનિકોએ 13,000 વર્ષ પહેલાં પૃથ્વી પર પડેલી ઉલ્કાના અવશેષોમાંથી મંગળ પર એક-કોષીય સજીવોની શક્યતા જાહેર કરી.
- 1998 – કેન્યા અને તાન્ઝાનિયાની રાજધાનીઓમાં સ્થિત અમેરિકી દૂતાવાસો પર આતંકવાદી હુમલામાં 200 થી વધુ લોકોના મોત થયા.
- 1999 – પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે વાતચીતની ઓફર કરી.
- 2000 – રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા એક કાયદા પર હસ્તાક્ષર કરીને તેમની સત્તાનું વિસ્તરણ.
- 2003 – બગદાદમાં જોર્ડન એમ્બેસીની બહાર કાર બોમ્બ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા.
- 2005 – ઈઝરાયેલના નાણા મંત્રી બેન્જામિન નેતન્યાહુએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
આ પણ વાંચો | 6 ઓગસ્ટનો ઇતિહાસ : હિરોશીમા દિવસ – અમેરિકાએ જાપાનના હિરોશીમા પર લીટલ બોમ્બ ફેંક્યો
રાષ્ટ્રીય હસ્તકલા દિવસ (National Handloom Day)
રાષ્ટ્રીય હસ્તકલા દિવસ દર વર્ષે 7 ઓગસ્ટ રોજ ઉજવાય છે. ભારતમાં સમૃદ્ધ હસ્તકલા ધરાવતો દેશ છે. વર્ષ 2015થી ભારતમાં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાય છે. તમને જણાવી દઈએ કે 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાની જાહેરાત કરી હતી, ત્યારબાદ કોલકાતાના ટાઉન હોલમાં એક જાહેર સભાથી સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. તે દિવસને યાદ કરીને વર્ષ 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય હસ્તકલા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો | 5 ઓગસ્ટનો ઇતિહાસ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ
જેવલિન થ્રો ડે (ભાલા ફેંક દિવસ / National Javelin Day)
જેવલિન થ્રો ડ એટલે ભાલા ફેંક દિવસ (National Javelin Day) ભારતમાં 7 ઓગસ્ટના ઉજવાય છે. વર્ષ 2021માં ભારતના રમતવીર નીરજ ચોપરાએ ઓલિમ્પિક ગેમ્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતને ઇતિહાસ રચ્યો હતો. તે દિવસની યાદીમાં વર્ષ 2022થી જેવલિન થ્રો ડે ઉજવાય છે. ભારતમાં આ બીજો જેવલિન થો ડે ઉજવાશે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જેવલિન થ્રો દિવસની ઉજવણી કરાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ ભાલા ફેંક રમત પ્રત્યે યુવાનોમાં રસ પૈદા કરવાનો અને જાગૃતિ ફેલાવાનો છે.
આ પણ વાંચો | 4 ઓગસ્ટનો ઇતિહાસ : સિંગલ વર્કિંગ વુમન્સ દિવસ, બરાક ઓબામાનો જન્મદિન
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અવનીન્દ્રનાથ ઠાકુર (1871) – પ્રસિદ્ધ કલાકાર અને લેખક.
- મલિક ખિઝર હયાત તિવાના (1900) – એક રાજકારણી, લશ્કરી અધિકારી અને ભારતના પંજાબ રાજ્યના જમીન માલિક હતા.
- વાસુદેવ શરણ અગ્રવાલ (1904) – ભારતના પ્રખ્યાત વિદ્વાન.
- સચિન્દ્ર લાલ સિંહ (1907) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને રાજનેતા હતા.
- એમ.એસ. સ્વામીનાથન (1925) – પ્રખ્યાત ભારતીય કૃષિ વૈજ્ઞાનિક અને ‘ગ્રીન રિવોલ્યુશન’ના નેતા.
- સુરેશ વાડેકર (1955) – પ્રખ્યાત પ્લેબેક સિંગર.
- મુહમ્મદશાહ રોશન અખ્તર (1702) – મુઘલ વંશના 14મા સમ્રાટ હતા.
આ પણ વાંચોઃ 3 ઓગસ્ટનો ઇતિહાસ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને ભારતમાં રાષ્ટ્રીય તરબૂચ દિવસની ઉજવણી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- એમ. કરુણાનિધિ (2018) – ભારતીય રાજકારણી અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
- નેન્સી વેક (2011) – બીજા વિશ્વ યુદ્ધના પ્રખ્યાત મહિલા યૌદ્ધા.
- ગુલશન બાવરા (2009) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર હતા.
- પીસી અદિચન (1976) – ચોથી લોકસભાના સભ્ય
- વર્જિનિયા અપગર (1974) – અમેરિકન પ્રસૂતિશાસ્ત્રી એનેસ્થેટીસ્ટ હતી.1941-
- ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર (1941) – બંગાળી ભાષાના મહાન સાહિત્યકાર, જેમને ગીતાંજલિની રચના બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
આ પણ વાંચો | 2 ઓગસ્ટનો ઇતિહાસ : દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ





