Today history 7 july: આજે 7 જુલાઇ 2023 (7 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ચોકલેટ દિવસ છે. આજે બજારમાં વિવિધ પ્રકારની ચોકલેટો વેચાય છે. ચોકલેટ ખાવાથી આરોગ્ય ફાયદાની સાથે સાથે અમુક નુકસાન પણ થાય છે. આજે ભારતીય ક્રિકેટર મહિન્દ્ર સિહ ધોનીનો હેપી બર્થડ છે. વર્ષ 1955માં આજના દિવસે ભારતમાં પ્રથમવાર વન્ય પ્રાણી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
7 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1753 – બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના સંસદના અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી.
- 1763 – મીર જાફરને ફરી બંગાળનો નવાબ બનાવવામાં આવ્યા.
- 1799 – મહારાજા રણજીત સિંહે લાહોર પર કબજો કર્યો.
- 1838 – સેન્ટ્રલ અમેરિકન ફેડરેશનનું વિસર્જન થયું.
- 1898 – યુનાઇટેડ સ્ટેટ્સે હવાઇયન ટાપુઓ પર કબજો મેળવ્યો.
- 1903 – અંગ્રેજોએ ફુલાની સામ્રાજ્ય ખરીદ્યું.
- 1917 – યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની સ્થાપના કરવામાં આવી.
- 1920 – આર્થર મેઇગેન કેનેડાના નવમા વડાપ્રધાન બન્યા.
- 1941 – યુરોપિયન દેશ લિથુઆનિયામાં નાઝીઓએ 5000 યહૂદીઓની હત્યા કરી.
- 1943 – રાસ બિહારી બોઝે આઝાદ હિંદ સેનાની કમાન નેતાજી સુભાષચંદ્ર બોઝને સોંપી.
- 1948- સ્વતંત્ર ભારતનો પ્રથમ બહુહેતુક પ્રોજેક્ટ.
- 1948- દામોદર વેલી કોર્પોરેશનની સ્થાપના થઈ.
- 1955 – ભારતમાં પ્રથમવાર વન્ય પ્રાણી દિવસ ઉજવવામાં આવ્યો.
- 1978 – સોલોમન ટાપુઓને બ્રિટનથી આઝાદી મળી.
- 1979 – સોવિયેત સંઘે પૂર્વી કઝાકમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1980 – ઈરાનમાં શરિયા કાયદો અમલમાં આવ્યો.
- 1994 – યમનમાં ગૃહ યુદ્ધ: સૈનિકોએ ઉત્તર યમનમાં એડન પર કબજો કર્યો.
- 2003 – નાસાના ઓપોર્ચ્યુનિટી અવકાશયાન મંગળ પર ઉડાન ભરી.
- 2005- લંડનમાં પાંચ ઈસ્લામિક ઉગ્રવાદીઓએ શહેરમાં અલગ-અલગ સ્થળોએ ચાર બોમ્બ વિસ્ફોટ કર્યા. જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા.
- 2007 – અમેરિકાનો ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ ડાયરેક્ટ V-10 રશિયાના પ્રોટન-એમ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
- 2008 – કાબુલ (અફઘાનિસ્તાન)માં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા.
- 2011 – હેરી પોટર સિરિઝની અંતિમ ફિલ્મ- હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ પાર્ટ- 2નું લંડનમાં પ્રીમિયર થયું.
- 2019 – ફૂટબોલ / અમેરિકાએ નેધરલેન્ડ્સને 2-0થી હરાવીને સતત બીજી વખત મહિલા વર્લ્ડ કપ જીત્યો.
- 2020 – અમેરિકાએ સત્તાવાર રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાથી અલગ થવાનો નિર્ણય લીધો. અમેરિકન મીડિયાએ આ જાણકારી આપી છે.
આ પણ વાંચો- 6 જુલાઇ: વિશ્વ ઝૂનોસીસ દિવસ, લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી
વિશ્વ ચોકલેટ દિવસ (World Chocolate Day)
વિશ્વ ચોકલેટ દિવસ દર વર્ષે 7 જુલાઇના રોજ ઉજવાય છે. વર્લ્ડ ચોકલેટ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2009થ થઇ છે પરંતુ તેનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો છે. આજે વિવિધ પ્રકાર, આકાર અને સ્વાદની ચોકલેટથી બજાર ઉભરાઇ ગયુ છે. નાના બાળકથી લઇ મોટી વયના લોકો પણ ચોકલેટ ખાવાના શોખિન હોય છે. ચોકલેટ કોકો બીન્સ અને અમુક ચીજો ઉમેરીને બનાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 5 જુલાઇ: નેશનલ વર્કહોલિક દિવસ – પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને સંતુલિત કરવી જરૂરી
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ગુરુ હર કિશન સિંહ (1656) – શીખ ધર્મના આઠમા ગુરુ.
- મોહમ્મદ બરકતઉલ્લા (1854) – એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.
- કલા વેંકટરાવ (1900) – દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય કાર્યકર.
- ચંદ્રશેખર વૈદ્ય (1922) – ભારતીય અભિનેતા હતા. તેઓ મુખ્યત્વે ચંદ્રશેખરના નામથી જાણીતા હતા.
- ઠાકુર રામ લાલ (1929) – હિમાચલ પ્રદેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- રાઘવજી (1934)- ભારતીય જનતા પાર્ટીના નેતા.
- અંશુમાન સિંહ (1935) – રાજસ્થાન અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ.
- મનોહર કાંત ધ્યાની (1942) – ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાજકારણી અને રાજનેતા.
- મહેન્દ્ર સિંહ ધોની (1981) – પ્રખ્યાત ભારતીય ક્રિકેટર.
- ચંદ્રધર શર્મા ગુલેરી (1883) – પ્રખ્યાત લેખક
- રણધીર સિંહ (1878) – એક પ્રખ્યાત શીખ નેતા અને ક્રાંતિકારી હતા.
- અનિલ બિસ્વાસ (1914) – પ્રખ્યાત સંગીતકાર
- માધવી સરદેસાઈ (1962) – મહિલા લેખિકા જે કોંકણી સાહિત્યિક સામયિક ‘જાગ’ના સંપાદક હતા.
- સાગર અહલાવત (2000) – કોમનવેલ્થ ગેમ્સ 2022 એ ભારત માટે સિલ્વર મેડલ વિજેતા બોક્સર છે.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 4 જુલાઇ: અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- દિલીપ કુમાર (2021) – હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા. તેઓ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય પણ હતા.
- અબ્દુલ કાવી દેસનવી (2011) – ઉર્દૂ ભાષાના પ્રખ્યાત લેખક અને કવિ હતા.
- વિક્રમ બત્રા (1999) – મરણોત્તર ‘પરમવીર ચક્ર’થી સન્માનિત ભારતીય સૈનિક.
- અનુજ નય્યર (1999) – મરણોત્તર સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘મહાવીર ચક્ર’થી સમ્માનિત ભારતીય લશ્કરી અધિકારી હતા.
- મદન લાલ મધુ (2014) – હિન્દી અને રશિયન સાહિત્યના આધુનિક સેતુ નિર્માતાઓ પૈકીના એક હતા.
- લાલડેંગા (1990)- મિઝો રાષ્ટ્રવાદી હતા, મિઝોરમના મુખ્યમંત્રી હતા.
આ પણ વાંચોઃ 3 જુલાઇનો ઇતિહાસઃ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિગ બેગ મુક્ત દિવસ