Today history 7 june : આજે 7 જૂન 2023 (7 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે એટલે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે. દુનિયાના દરેક વ્યક્તિને પુરતુ ભોજન મળે અને ખાદ્ય ચીજોના બગાડને રોકવા અને સુરક્ષા માટે વર્ષ 2019થી આ દિવસ ઉજવાય છે. વર્ષ 1631માં આજના દિવસ મુઘલ સમ્રાટ શાહજહાંની પત્ની મુમતાઝ બેગમનું બુરહાનપુરમાં 39 વર્ષની વયે અવસાન થયું હતુ. વર્ષ 1989માં આજે ભારતના બીજો ઉપગ્રહ ભાસ્કર પ્રથમ સોવિયેત રોકેટ લોન્ચ કરવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીએ આજના દિવસે વર્ષ વર્ષ 1893માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત સવિનય આજ્ઞાભંગનો ઉપયોગ કર્યો. જાણો ઇતિહાસની તવારીખમાં (7 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
7 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1539 – અફઘાન શેરશાહ સૂરીએ બક્સર નજીક ચૌસાના યુદ્ધમાં મુઘલ સમ્રાટ હુમાયુને હરાવ્યો.
- 1631 – મુઘલ સમ્રાટ શાહજહાંની પત્ની મુમતાઝ બેગમનું બુરહાનપુરમાં 39 વર્ષની વયે અવસાન થયું.
- 1893 – મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત સવિનય આજ્ઞાભંગનો ઉપયોગ કર્યો.
- 1989- ભારતનો બીજો ઉપગ્રહ ભાસ્કર પ્રથમ સોવિયેત રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો.
- 1995 – નોર્મન થાગાર્ડ અવકાશ ભ્રમણકક્ષામાં સૌથી લાંબો સમય જીવતા અમેરિકન અવકાશયાત્રી બન્યા.
- 1998 – સ્પેનના કાર્લોસ મોયાએ ફ્રેન્ચ ઓપન સ્પર્ધાનો પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો.
- 1999 – શ્રીલંકામાં પ્રચલિત ઇમિગ્રેશન નિયમ રદ કરવામાં આવ્યો.
- 2000 – યુએસ કોર્ટ દ્વારા માઇક્રોસોફ્ટ કંપનીને બે ભાગોમાં વિભાજીત કરવાનો નિર્દેશ.
- 2004 – ઇઝરાયેલી કેબિનેટે ગાઝા વિસ્તારમાંથી વસાહતો દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
- 2006 – આર્થિક પુનઃનિર્માણ માટે નેપાળને એક અબજ રૂપિયા આપવાનો ભારતનો નિર્ણય.
- 2007 – અમેરિકાએ સાઉદી અરેબિયાના રાજદૂત પ્રિન્સ બંદેરા બિન સુલતાનના હથિયારોની દલાલીમાં કરોડો પાઉન્ડના કૌભાંડનો ખુલાસો કર્યો હતો.
- 2008- ઉત્તર પ્રદેશ સરકારે રાંધણ ગેસ પર 4% વેટ સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે એટલે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day) દર વર્ષે 7 જૂનના રોજ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ ખાદ્ય ચીજોનું મહત્વ સમજીને તેનો કાળજી પૂર્વક ઉપયોગ અને રક્ષણ કરવાનો છે.પ્રાપ્ત માહિતી અનુસાર 20 ડિસેમ્બર 2018ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 7 જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતુ. વર્ષ 2019માં પહેલીવાર 7 જૂને વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેમડ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સાથે મળીને આ દિવસની ઉજવણી કરે છે. WHOના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં દર 10માંથી એક વ્યક્તિ પુરતા ભોજનના અભાવે ગંભીર બીમારીનો ભોગ બને છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- સુમિત અંતિલ (1998) – ભારતનો ભાલા ફેંક રમતવીર.
- મહેશ ભૂપતિ (1974)- ભારતીય ટેનિસ ખેલાડી.
- ખ્વાજા અહમદ અબ્બાસ (1914) – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને ઉર્દૂ લેખક
- વર્જિનિયા અપગર (1909) – અમેરિકન પ્રસૂતિશાસ્ત્રી એનેસ્થેટીસ્ટ હતા.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- નટરાજ રામકૃષ્ણ (2011)- ભારતના ડાન્સ માસ્ટર હતા.
- બી. ડી. જટ્ટી (2002) – ફખરુદ્દીન અલી અહેમદના મૃત્યુ પછી ભારતના કાર્યવાહક રાષ્ટ્રપતિ.
- એલેન ટ્યુરિંગ (1954) – એક અંગ્રેજી ગણિતશાસ્ત્રી અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા.
આ પણ વાંચોઃ 3 જૂનનો ઇતિહાસ : વિશ્વ સાયકલ દિવસ – પર્યાવરણની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક





