Today history 8 August: આજે 8 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતની આઝાદીની લડાઇમાં 8 ઓગસ્ટનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વર્ષ 1942માં આજના દિવસ મહાત્મ ગાંધીએ અંગ્રેજોને દેશમાંથી બહાર ખડેડવા ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતુ. આથી 8 ઓગસ્ટને ભારત છોડો આંદોલન તરીકે ઉજવાય છે. વર્ષ 1945ના બીજા યુદ્ધમાં સોવિયેત સંઘે જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી. આજે મીરાબાઇ ચાનુ, ભીષ્મ સાહની, કપિલ સિબ્બલ જેવા પ્રસિદ્ધ વ્યક્તિઓનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
8 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
1509 – મહારાજ કૃષ્ણદેવ રાય વિજયનગર સામ્રાજ્યના સમ્રાટ બન્યા.1549 – ફ્રાન્સે ઈંગ્લેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.1605 – ફિનિશ શહેર ઓલુની સ્થાપના સ્વીડનના રાજા ચાર્લ્સ નવમાં દ્વારા કરવામાં આવી હતી.1609 – વેનિસના સેનેટે ગેલિલિયો દ્વારા તૈયાર કરાયેલ ટેલિસ્કોપનું નિરીક્ષણ કર્યું.1700 – ડેનમાર્ક અને સ્વીડનમાં શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયા.1763 – વર્ષોના સંઘર્ષ પછી કેનેડા આખરે પેરિસ કરારના આધારે ફ્રેન્ચ સત્તાથી સ્વતંત્ર બન્યું.1771 – ઇંગ્લેન્ડમાં હોર્શમાં પ્રથમ રેકોર્ડ ટાઉન ક્રિકેટ મેચ રમાઈ.1786 – યુએસ કોંગ્રેસે ચલણ માટે ચાંદીના ડૉલર અને દશાંશ સિસ્ટમ સ્વીકારી.1839 – બીટા થીટા પાઇ ઓક્સફોર્ડ, ઓહિયોમાં સ્થપાઇ.1864 – જીનીવામાં રેડ ક્રોસની સ્થાપના કરવામાં આવી.1876 - થોમસ આલ્વા એડિસને મિમિયોગ્રાફનું પેટન્ટ કરાવ્યું.1887 – એન્ટોનિયો ગુઝમેન બ્લેન્કો વેનેઝુએલાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો.1899 – એ. ટી. માર્શલે રેફ્રિજરેટરની પેટન્ટ કરાવી.1900 – બોસ્ટનમાં પ્રથમ ડેવિસ કપ શ્રેણી શરૂ થઈ.1919 – રાવલપિંડીની સંધિમાં બ્રિટને અફઘાનિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી.1941 – સોવિયત યુનિયનના આક્રમણના ત્રણ મહિના પછી, નાઝી જર્મનીના સૈનિકોએ લેનિનગ્રાડને ઘેરી લીધું.1942 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બોમ્બે (હવે મુંબઈ) સત્રમાં ‘ભારત છોડો આંદોલન ઠરાવ’ પસાર કર્યો.1945 – સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી.1945 – યુએસ પ્રમુખ હેરી ટ્રુમેને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા.1947 – પાકિસ્તાને તેના રાષ્ટ્રીય ધ્વજને મંજૂરી આપી.1950 – ફ્લોરેન્સ ચેડવિકે 13 કલાક, 22 મિનિટમાં ઇંગ્લિશ ચેનલ સ્વિમિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો.1956 – બેલ્જિયમના મેરિસિનેલની ખાણમાં આગ અને વિસ્ફોટમાં 26 કામદારોના મોત થયા.1963 – ઈંગ્લેન્ડના બકિંગહામશાયર શહેરમાં ટ્રેન લૂંટની ઘટના બની.1967 – દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોના સમૂહની સ્થાપના માટે ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર અને થાઈલેન્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.1967 – આઝાદી પછી પહેલીવાર કેન્દ્ર સરકારને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.1973 – દક્ષિણ કોરિયાના રાજકારણી કિમ ડે-જંગનું ટોક્યોમાં KCIA દ્વારા અપહરણ કરવામાં આવ્યું.1988 – અફઘાનિસ્તાનમાં 9 વર્ષના યુદ્ધ પછી રશિયન સૈન્યની પીછેહઠ શરૂ થઈ.1988 – આઠ વર્ષના સંઘર્ષ પછી ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી.1990 – ઇરાકના તત્કાલીન સરમુખત્યાર સદ્દામે જાહેરાત કરી કે તેણે 19મા પ્રાંત તરીકે કુવૈતને પોતાના દેશનો ભાગ બનાવ્યો છે.1991 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર અને દક્ષિણ કોરિયાના સભ્યપદને મંજૂરી આપી.1994 – ઇઝરાયેલ અને જોર્ડનને જોડનાર લિંક રોડ ખુલ્યો.2002 – તાઇવાન સ્વતંત્ર બનવા માટે જનમત મેળવવાની યોજનામાંથી પાછળ હટ્યું.2003 – પંદર નાના દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં તાઈવાનના સભ્યપદને સમર્થન આપ્યું.2004 – ઇટાલીએ બોફોર્સ બ્રોકરેજ કેસના મુખ્ય આરોપી ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને ભારતને સોંપવાનો ઇનકાર કર્યો.2004 – જાપાને ચીનને હરાવીને એશિયા કપ ફૂટબોલ જીત્યો.2013 – પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલામાં 28 લોકો માર્યા ગયા.2019 – નાનાજી દેશમુખ (મરણોત્તર), ડો. ભૂપેન હજારિકા (મરણોત્તર) અને શ્રી પ્રણવ મુખર્જીને ભારત રત્ન એનાયત.2020 – તિબેટના ગાંસુ પ્રાંતમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે 100 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 2000 લોકો ગુમ થયા. તેજસ્વિની સાવંત મ્યુનિખમાં આયોજિત વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
આ પણ વાંચો | 7 ઓગસ્ટ: નેશનલ હેન્ડલૂમ દિવસ, જ્વેલિન થ્રો ડે – નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો
ભારત છોડો આંદોલન દિવસ
ભારતની આઝાદીના ઇતિહાસમાં 8 ઓગસ્ટ ખાસ રીતે નોંધાયેલી છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વર્ષ 1942માં 8 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીજી ભારત છોડો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ પોતાનું ત્રીજું મોટું આંદોલન કરવાનો ફેંસલો કર્યો હતો.
આ પણ વાંચો | 6 ઓગસ્ટનો ઇતિહાસ : હિરોશીમા દિવસ – અમેરિકાએ જાપાનના હિરોશીમા પર લીટલ બોમ્બ ફેંક્યો
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મીરાબાઈ ચાનુ (1994) – ભારતીય વેઈટલિફ્ટર
- જ્હોન બારલા (1975) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી
- રાજીવ મહર્ષિ (1955) – ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ
- સિદ્ધેશ્વરી દેવી (1908) – શાસ્ત્રીય સંગીત ગાયિકા
- ભીષ્મ સાહની (1915) – ભારતીય લેખક.
- વુલિમીરી રામલિંગસ્વામી (1921) – ભારતીય તબીબી વૈજ્ઞાનિક.
- દિલીપ સરદેસાઈ (1940) – ભારતીય ક્રિકેટર.
- લતા દેસાઈ (1941) – ગુજરાતના પ્રખ્યાત મહિલા ડૉક્ટર.
- બલબીર સિંહ ખુલ્લર (1942) – ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સભ્ય હતા.
- કપિલ સિબ્બલ (1948) – કોંગ્રેસ પક્ષના નેતા
- પ્રસન્ના આચાર્ય (1949) – બારમી અને તેરમી લોકસભાના સભ્ય.
- સુધાકર રાવ (1952) – ભારતીય ક્રિકેટર.
- અબે કુરુવિલા (1968) – ભારતીય ક્રિકેટર.
- ત્રિભુવન નારાયણ સિંહ (1904) – ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
આ પણ વાંચો | 5 ઓગસ્ટનો ઇતિહાસ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
અનુપમ શ્યામ (2021) – ફિલ્મ અને ટીવી કલાકાર હતા.એસ. નિજલિંગપ્પા (2000) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1968-1969 સુધી પ્રમુખ હતા.
આ પણ વાંચો | 4 ઓગસ્ટનો ઇતિહાસ : સિંગલ વર્કિંગ વુમન્સ દિવસ, બરાક ઓબામાનો જન્મદિન