Today History 8 December: આજે 8 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સાર્ક સંગઠનનો સ્થાપના દિવસ છે. દક્ષિણ એશિયન દેશો વચ્ચે આર્થિક સહકાર સ્થાપવા માટે વર્ષ 1985માં સાર્ક સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ભારત સહિત સાત દેશો સામેલ છે. આજથી સમગ્ર દેશમાં અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ ઉજવાય છે. ભારતમાં 8થી 14 ડિસેમ્બર દરમિયાન અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1967માં પ્રથમ સબમરીન INS કલવારીને આર્મીમાં સામેલ કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
8 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2007 – અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધન દળો અને નાટો દળોએ દક્ષિણ અફઘાનિસ્તાનના મુસા કાલા જિલ્લામાં તાલિબાન આતંકવાદીઓ પર હુમલો કર્યો.
- 2005 – રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીએ સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ હીરાના આકારના સ્ફટિકનો સમાવેશ કરતું નવું વધારાનું પ્રતીક અપનાવ્યું.
- 2004 – પાકિસ્તાન 700 કિમીની રેન્જવાળી શાહીન-1 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
- 2003 – સસ્પેન્શનનો સમયગાળો લંબાવવામાં આવ્યા પછી, ઝિમ્બાબ્વેએ કોમનવેલ્થથી અલગ થવાની જાહેરાત કરી. વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે નિમણુંક થયા. ઉમા ભારતીની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.
- 2002 – ભારતની પરંપરાગત જૈવિક સંપત્તિ લીમડો, હળદર અને જામુન બાદ ગૌમૂત્રને સંયુક્ત અમેરિકાએ પેટન્ટ કરી. પૂર્વી નેપાળના નક્સલવાદીઓએ બોમ્બ વડે બસ પર હુમલો કર્યો, જેમાં પાંચ લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા.
- 2000 – બ્રિટન અને રશિયા વચ્ચે સંરક્ષણ કરાર પૂર્ણ થયો, ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ અલ્ઝાઈમરની નવી સારવાર ‘ગોલેનેટામાઈન’ની શોધ કરી. યુગાન્ડામાં ભયંકર ઇબોલા વાયરસના ભોગ બનેલા લોકોની સંખ્યા 400ને વટાવી ગઈ છે, જેમાં 160 લોકો મૃત્યુ પામ્યા છે.
- 1998 – ભૂતપૂર્વ લેફ્ટનન્ટ કર્નલ હ્યુગો ચાવેઝ વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બન્યા. ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા આઈસ હોકીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફિનલેન્ડે પ્રથમ મેચમાં સ્વીડનને 6-0થી હરાવ્યું હતું.
- 1995 – ચીનનો વિવાદાસ્પદ રીતે 6 વર્ષના બાળક ઝેનકેન નોરબૂની પંચેન લામાના અવતાર તરીકે રાજ્યાભિષેક અને માન્યતા.
- 1976 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1967 – પ્રથમ સબમરીન INS કલવારીને આર્મીમાં સામેલ કરવામાં આવી.
- 1956 – ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સોળમી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન.
- 1941 – અમેરિકા અને બ્રિટને જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1923 – જર્મની અને અમેરિકા વચ્ચે મિત્રતા સંધિ પર હસ્તાક્ષર થયા.
- 1881 – યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થિયેટરમાં લાગેલી આગમાં 800 થી વધુ લોકોના મોત થયા.
- 1863 – ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં જેસુઈટ ચર્ચમાં લાગેલી આગમાં અઢી હજાર લોકો મૃત્યુ પામ્યા.
આ પણ વાંચો | 7 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે?
અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ (All India Handicrafts Week)
અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની 8મી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર દરમિયાન સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે. સમાજમાં હસ્તકલા પ્રત્યે જાગૃતિ, સહકાર અને મહત્વ વધારવા માટે દેશના તમામ રાજ્યોમાં લોકોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. ભારતના દરેક રાજ્યમાં વિવિધ પ્રકારની હસ્તકલા જોવા મળે છે, જે ભારતને વિશ્વમાં અદ્વિતીય બનાવે છે.
આ પણ વાંચો | 6 ડિસેમ્બરનો ઇતિહાસ : આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે; બાબરી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
સાર્ક દિવસ (SAARC/South Asian Regional Organization Day)
આજે દક્ષિણ એશિયન ક્ષેત્રીય સહયોગ સંગઠનનો સ્થાપના દિવસ છે. વર્ષ 1985માં 8 ડિસેમ્બરના રોજ આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, તેને ટૂંકમાં સાર્ક સંગઠન પણ કહેવામાં આવે છે. દક્ષિણ એશિયન દેશો વચ્ચે આર્થિક સહકાર વધારવા માટે સાર્ક સંગઠનની રચના કરવામાં આવ હતી. દક્ષિણ એશિયામાં ક્ષેત્રીય સહયોગનો વિચાર પહેલીવાર 1980માં રજૂ કરાયોહતો. સાર્ક સંગઠનમાં સાત દેશો – ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો | 5 ડિસેમ્બર – આજે વિશ્વ માટી દિવસ છે; દુનિયામાં સૌથી વધુ ફળદ્રપ જમીન ક્યા દેશમાં છે? ભારતમાં કેટલી છે?
8 ડિસેમ્બરની જન્મજયંતિ
- અમી ઘિયા (1956) – ભૂતપૂર્વ ભારતીય બેડમિન્ટન ખેલાડી.
- શર્મિલા ટાગોર (1946) – ભારતીય અભિનેત્રી
- પ્રકાશ સિંહ બાદલ (1927) – પંજાબના પૂર્વ મુખ્યમંત્રી.
- અમરનાથ વિદ્યાલંકર (1901) – ભારતીય સ્વતંત્રતા સેનાની, પત્રકાર, સામાજિક કાર્યકર અને સંસદસભ્ય હતા.
- ઉદય શંકર (1900) – ભારતના પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સ ડાન્સર, કોરિયોગ્રાફર અને બેલે સર્જક.
- બાલકૃષ્ણ શર્મા નવીન (1897) – હિન્દી કવિ, ગદ્ય લેખક અને અનન્ય વક્તા.
- નારાયણ શાસ્ત્રી મરાઠે (1877) – પ્રખ્યાત મરાઠી વિદ્વાન.
- તેજ બહાદુર સપ્રુ (1875) – ઉદારવાદી નેતા.
- બાલાજી બાજીરાવ (1721) – મરાઠા સામ્રાજ્યના પેશ્વા.
આ પણ વાંચો | 4 ડિસેમ્બરનો ઇતિહાસ : આજે ભારતીય નેવી દિવસ છે, ભારતમાં સતી પ્રથા કોણે અને ક્યારે નાબૂદ કરી હતી?
8 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- બિપિન રાવત (2021) – ભારતના પ્રથમ ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ હતા.
- રમાશંકર યાદવ ‘વિદ્રોહી’ (2015) – જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય કવિ હતા.
- વિજયા દેવી (2005) – ભારતના રાજકુમારી હતા.
- શ્રીપતિ મિશ્રા (2002) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા.
- ભાઈ પરમાનંદ (1947) – ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી
આ પણ વાંચો | 3 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે; ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?





