scorecardresearch

Today history 8 February : આજનો ઇતિહાસ 8 ફેબ્રુઆરી, પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની પુણ્યતિથિ

Today history 8 February : આજે 8 ફેબ્રુઆરી 2023 (8 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે જરાતી ભાષાના મહાન સાહિત્યકાર, સ્વતંત્રતા સેનાની અને રાજકારણી કનૈયાલાલ માણેકલાલ મુનશીની (Kanaiyalal Maneklal Munshi) પુણ્યતિથિ છે. તો પ્રખ્યાત ગઝલ ગાયક જગજીત સિંહ (jagjit singh) અને ક્રિકેટર અઝરૂદ્દીન મોહમ્મદનો (azruddin mohamed) બર્થ ડે પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (8 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 8 February : આજનો ઇતિહાસ 8 ફેબ્રુઆરી, પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની પુણ્યતિથિ

Today history 8 February : આજે તારીખ 8 ફેબ્રુઆરી, 2023 (8 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર, સ્વતંત્રતા સેનાની અને રાજકારણી કનૈયાલાલ માણેકલાલ મુનશીની (Kanaiyalal Maneklal Munshi) પુણ્યતિથિ છે. સાહિત્યકારની સાથે સાથે તેઓ રાજકારણી પણ હતા અને વર્ષ 1952થી 1957 સુધી ઉત્તર પ્રદેશના રાજયપાલ પદે રહ્યા હતા. તેમણે ભાર્ગવ અને ગુજરાત માસિકની શરૂઆત કરી. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં મોટી ભૂમિકા પણ ભજવી હતી. કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. વર્ષ 1988માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી. ઉપરાંત આજે પ્રખ્યાત ગઝલ ગાયક જગજીત સિંહ, ક્રિકેટર અઝરૂદ્દીન મોહમ્મદનો બર્થ ડે પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (8 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

8 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1238 – મોંગોલોએ રશિયાના વ્લાદિમીર નામના શહેરમાં આગ લગાડી.
  • 1785 – વોરન હેસ્ટિંગ્સ, જેઓ 1774 થી 1785 સુધી ગવર્નર જનરલ હતા, તેમણે ભારત છોડ્યું.
  • 1872 – આંદામાન જેલમાં (સેલ્યુલર જેલ અથવા ‘કાલાપાની’) શેર અલીએ ગવર્નર પર હુમલો કરીને શહીદ થયા હતા.
  • 1905 – હૈતી અને તેની આસપાસના ટાપુઓ પર એક જબરદસ્ત ચક્રવાતી તોફાનને કારણે દસ હજાર લોકો મૃત્યુ પામ્યા.
  • 1909 – યુરોપિયન દેશો ફ્રાન્સ અને જર્મની વચ્ચે મોરોક્કો સંધિ પર હસ્તાક્ષર થયા.
  • 1943 – સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કેલ, જર્મનીથી બોટ મારફતે જાપાન જવા રવાના થયા.
  • 1971 – દક્ષિણ વિયેતનામી સેનાએ લાઓસ પર આક્રમણ કર્યું.
  • 1979- અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1986 – દિલ્હી એરપોર્ટ પર પ્રથમ વખત પ્રીપેડ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી.
  • 1994 – ક્રિકેટર કપિલ દેવે 432 વિકેટ લઈને ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રિચર્ડ હેડલીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
  • 1999 – અમેરિકન અવકાશયાન સ્ટારડસ્ટ કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થયું.
  • 2002 – ભારત અને રશિયા વચ્ચે ચાર સંરક્ષણ કરાર થયા, એરક્રાફ્ટ કેરિયર ગોર્શકોવનો સોદો અટક્યો. અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં 19મી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ રહી છે.
  • 2005 – ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શર્મ અલ શેખ (ઇજિપ્ત) સમિટમાં હિંસા સમાપ્ત કરવાની ઘોષણા.
  • 2006- સિઓલમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ત્રણ કરાર થયા.
  • 2007 – ભૂતાનના રાજાની પ્રથમ ભારત યાત્રા.
  • 2008 – બેંગ્લોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વરિષ્ઠ વૈજ્ઞાનિક શાંતનુ ભટ્ટાચાર્યને જી.ડી. બિરલા એવોર્ડથી સમ્માનિત કરાયા. ઓરિસ્સાના શિશુપાલગઢમાં ખોદકામ દરમિયાન 2500 વર્ષ જૂનું શહેર મળી આવ્યું હતું.
  • 2009 – સરકારની ઉદાસીનતાથી નારાજ હજારો ભૂતપૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને તેમના મેડલ પરત કર્યા.
  • 2010- શ્રીનગર નજીક ખિલાનમાર્ગ વિસ્તારમાં હિમપ્રપાતમાં આર્મીની હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલના 350 સૈનિકો બરફ નીચે દટાયા હતા. જેમાંથી 70 સૈનિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે 11 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.
  • 2014 – સાઉદી અરેબિયાના મદીના શહેરમાં એક હોટલમાં આગ લાગવાથી 15લોકોના મોત અને 130 લોકો ઘાયલ થયા હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ડૉ. ઝાકિર હુસૈન (1897) – ભારતના ત્રીજા રાષ્ટ્રપતિની જન્મજયંતિ.
  • શોભા ગુર્ટૂ (1925) – પ્રખ્યાત ભારતીય ઠુમરી ગાયિકા
  • બાલા દેસાઈ (1928) – ગોમાંતક દળના સભ્ય.
  • જગજીત સિંહ (1941) – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક.
  • જેમ્સ માઈકલ લિંગડોહ (1939) – ભારતના બારમા ‘મુખ્ય ચૂંટણી કમિશનર’.
  • અશોક ચક્રધર (1951) – હિન્દીના પ્રખ્યાત કવિ.
  • અઝહરુદ્દીન મોહમ્મદ (1963) – ભારતના પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ ટીમના કેપ્ટન.
  • એકતા બિષ્ટ (1986) – ભારતીય મહિલા ક્રિકેટર
  • વી.ટી. કૃષ્ણમાચારી (1881) – એક ભારતીય નાગરિક સેવક અને વહીવટકર્તા હતા.
  • દિમિત્રી મેન્ડેલીવ (1834) – એક રશિયન રસાયણશાસ્ત્રી જેમણે સામયિક કોષ્ટક તૈયાર કર્યું.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • હુલેગુ ખાન (1265) – ‘ઇલખાની સામ્રાજ્ય’ના સ્થાપક હતા.
  • કન્હૈયાલાલ માણિકલાલ મુનશી (1971) – ગુજરાતી ભાષાના મહાન લેખક અને શિક્ષણશાસ્ત્રી અને ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ. તેઓ એક ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી પણ હતા.
  • કલ્પના દત્ત (1995) – ભારતની આઝાદી માટે લડનાર મહિલા સ્વતંત્રતા સેનાની.
  • ટીકા રામ પાલીવાલ (1995) – રાજસ્થાનના ભૂતપૂર્વ ચોથા મુખ્યમંત્રી હતા.

Web Title: Today history 8 february kanaiyalal maneklal munshi death know today important events

Best of Express